
સોનૂ સુદે જણાવ્યુ તેણે કેમ છોડી કંગના રનોતની મણિકર્ણકા
નવી દિલ્લીઃ ફિલ્મ અભિનેતા સોનુ સુદે કંગના રનોતની ફિલ્મ મણિકર્ણિકા વિશે ખુલીને પોતાની વાત સામે રાખી છે કે છેવટે તેણે કેમ આ ફિલ્મમાં કામ નહોતુ કર્યુ. વાસ્તવમાં સોનૂ સુદ શરૂઆતમાં કંગના રનોત નિર્દેશિત ફિલ્મ મણિકર્ણિકાનો હિસ્સો હતો પરંતુ બાદમાં તે ફિલ્મથી અલગ થઈ ગયા હતા. ફિલ્મને શરૂઆતમાં ફિલ્મ નિર્માતા ક્રિશ ડાયરેક્ટ કરી રહ્યા હતા કે જે સોનૂ સુદના દોસ્ત પણ છે. પરંતુ બાદમાં તે ફિલ્મનો હિસ્સો ન રહ્યા અને કંગના ખુદ આ ફિલ્મને ડાયરેક્ટ કરવા લાગી.

મણિકર્ણિકા કેમ છોડી, આપ્યો જવાબ
જ્યારે સોનૂ સુદને પૂછવામાં આવ્યુ કે તેમણે આ ફિલ્મ કેમ છોડી દીધી તો તેમણે જણાવ્યુ કે કંગના ઘણા વર્ષોથી મારી દોસ્ત છે માટે હું તેની ભાવનાઓને ઠેસ નથી પહોંચડવા માંગતો. પરંતુ જો આ ફિલ્મની વાત કરીએ તો હું કહીશ કે જ્યારે અે મણિકર્ણિકા ફિલ્મના મહત્વના દ્રશ્યોને શૂટ કરી લીધા તો મે અમારા ડાયરેક્ટરને કહ્યુ કે આપણે ફિલ્મનુ શૂટિંગ ફરીથી શરૂ કરવુ જોઈએ તો તેમણે કહ્યુ કે મને એક મેઈલ મળ્યો છે જેમાં કહેવામાં આવ્યુ છે કે હવે હું ફિલ્મનો હિસ્સો નથી.

મારા 80 ટકા સીન કાપી દેવામાં આવ્યા
બરખા દત્તને આપેલા ઈન્ટરવ્યુમાં સોનૂએ કહ્યુ કે કંગનાએ કહ્યુ કે તે ખુદ આ ફિલ્મને ડાયરેક્ટ કરવા માંગે છે અને ઈચ્છે છે કે હું તેનો સાથ આપુ. મે કહ્યુ કે ઠીક છે પરંતુ ડાયરેક્ટરને પાછા સેટ પર બોલાવવા જોઈએ કારણકે તેમણે ઘણી મહેનતથી કામ કર્યુ છે પરંતુ કંગનાએ આની ના પાડી દીધી અને કહ્યુ કે તે ફિલ્મને ડાયરેક્ટ કરવાનુ ચાલુ રાખવા માંગે છે. પછી મે તેને કહ્યુ કે ફિલ્મનુ જે શૂટિંગ થયુ છે તેનો હિસ્સો મને મોકલે, જ્યારે મે તે જોયુ તો 80 ટકા મારા સીન કાપી દેવામાં આવ્યા.

મને ઘણી તકલીફ થઈ
ફિલ્મમાં મારા સીન કાપી દીધા બાદ મે કંગના સાથે વાત કરી તો તેણે એક દોસ્ત તરીકે મારી સાથે ખુલીને વાત કરી અને કહ્યુ કે તે આ ફિલ્મને અલગ રીતે શૂટ કરવા માંગે છે. મે તેને કહ્યુ કે તુ મારી સારી દોસ્ત છે પરંતુ જે રીતે તમે શૂટ કરવા માંગો છે તે માટે હું સહજ નથી. મે કહ્યુ કે ફિલ્મની પહેલી સ્ક્રિપ્ટ અને ડાયરેક્ટરને મે પોતાની સંમતિ આપી હતી પરંતુ હવે હું આ ફિલ્મથી અલગ થવા માંગુ છુ. હું આ વિશે કોઈ નહિ કરુ કોઈની સાથે. મે ફિલ્મને ચાર મહિના આપ્યા હતા અને અમુક પ્રોજેક્ટ્સ પણ છોડ્યા હતા. મને ઘણુ દુઃખ થયુ હતુ પરંતુ મે કંઈ ન કહ્યુ.

કંગનાના આરોપો પર આપ્યો જવાબ
આ પહેલા કંગનાના આરોપો પર પણ સોનૂ સુદે જવાબ આપ્યો હતો. વાસ્વતમાં કંગનાએ સોનૂ પર આરોપ લગાવ્યો હતો કે તે મહિલા ડાયરેક્ટર સાથે કામ નહોતા કરવા માંગતા. પરંતુ કંગનાના આરોપોને ધરમૂળથી ફગાવી દઈને સોનૂએ કહ્યુ કે મે આવુ નહોતુ કહ્યુ. મે ક્યારેય નથી કહ્યુ કે હું મહિલા ડાયરેક્ટર સાથે કામ નથી કરવા માંગતો કારણરે પહેલા જ એક મહિલા ડાયરેક્ટર ફરાહ ખાન સાથે હેપ્પી ન્યૂ યરમાં કામ કર્યુ છે. મે માત્ર એટલુ કહ્યુ કે એક સેટ પર બે ડાયરેક્ટર સાથે કામ નથ કરવા માંગતો. હું હંમેશા મારા વલણ પર અડગ રહ્યો છુ. મે જે પણ 80-90 ફિલ્મો કરી છે, મે હંમેશા એક જ ડાયરેક્ટર સાથે કામ કર્યુ છે. તો મારો હંમેશાથી
એવો જ આગ્રહ રહ્યો છે.
કોરોનાનો ભય, 74% કર્મચારી ચાલુ રાખવા માંગે છે વર્ક ફ્રોમ હોમ