સુષ્મિતા સેને આખરે બોયફ્રેન્ડ રોહમન શૉલ સાથે બ્રેકઅપ કેમ કર્યુ?
મુંબઈ, 23 ડિસેમ્બર : અભિનેત્રી સુષ્મિતા સેન અને મૉડલ રોહમન શૉલ બૉલીવુડના સૌથી હોટ કપલમાંથી એક છે. રોહમન લાંબા સમયથી સુષ્મિતાના ઘરે રહે છે. જો કે હવે ખબર છે કે બંને વચ્ચે બધુ બરાબર નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સુષ્મિતા અને રોહમનનું બ્રેકઅપ થઈ ગયું છે. જે બાદ રોહમને સુષ્મિતાનું ઘર પણ છોડી દીધું છે અને તે હાલમાં એક મિત્ર સાથે રહે છે.

સુષ્મિતા અને રોહમન તરફથી કોઈ નિવેદન આવ્યું નથી
ETimes એ સુષ્મિતા અને રોહમનના એક નજીકના સહયોગીને ટાંકીને માહિતી આપી છે કે બંનેનું બ્રેકઅપ થઈ ગયું છે અને હવે બંને અલગ રહે છે. આ સમાચાર અંગે સુષ્મિતા કે રોહમન તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી. આ સ્થિતિમાં આ સમાચારમાં કેટલી સત્યતા છે તે અંગે અમે કોઈ દાવો કરી શકતા નથી. બીજી તરફ આ સમાચાર આવ્યા પછી તેની સોશિયલ મીડિયા પર પણ ચર્ચા થઈ રહી છે. આ સમાચાર સાંભળીને સુષ્મિતા અને રોહમન બંનેના ફેન્સ પરેશાન છે.

સુષ્મિતા અને રોહમન ઘણા વર્ષોથી સાથે છે
વેબ સીરિઝ આર્યા માટે આ દિવસોમાં હેડલાઇન્સમાં રહેલી સુષ્મિતા સેન છેલ્લા ઘણા સમયથી રોહમન શૉલ સાથે રિલેશનશિપમાં છે અને બંને ઘણીવાર સાથે જોવા મળ્યા છે. બંને વચ્ચે ઉંમરનું મોટું અંતર છે. રોહમન ઉંમરમાં સુષ્મિતા કરતા 15 વર્ષ નાનો છે. બંને વચ્ચેના સંબંધો પર તેની ક્યારેય કોઈ અસર જોવા મળી નથી. જો કે હવે બંને વચ્ચે અલગ થવાની વાત સામે આવી રહી છે.

રોહમનના સુષ્મિતાની દીકરીઓ સાથે પણ સારા સંબંધો હતા
સુષ્મિતાને બે પુત્રીઓ છે, રિની અને અલીશા. રોહમનના રિની અને અલીશા સાથે પણ સારા સંબંધો હતા. થોડા સમય પહેલા રોહમનને સુષ્મિતા સાથે લગ્ન વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે અમે એક પરિવાર છીએ. સુષ્મિતાની દીકરીઓ મારા માટે પણ દીકરીઓ છે. ક્યારેક હું બાળકો માટે પિતા જેવો છું તો ક્યારેક મિત્ર જેવો. અમે એક સામાન્ય પરિવાર જેવા છીએ.