શા માટે સલમાનને હર્ટ કરી રહી છે કૅટરીના?

શું કૅટરીના કૈફ બૉલીવુડના કિંગ ખાન શાહરુખની આગામી ફિલ્મ ‘રઇસ'ને સ્વિકારીને સ્માર્ટ કારકિર્દી નિર્ણય લઇ રહી છે કે પછી આ ફિલ્મ સ્વિકારવા પાછળ સલમાન ખાન દ્વારા તાજેતરમાં પોતાના લગ્ન અંગે કરવામાં આવેલી જાહેરાત તો નથીને. સલમાન ખાને જાહેર કર્યું હતું કે તે પત્ની તરીકે એ વિદેશી મહિલાને પસંદ કરશે.

જો કે, કોઇપણ આ પ્રશ્નનો યોગ્ય જવાબ આપી શકે નહીં. આપણે જોયું છે કે જ્યારે યશ ચોપરાની ‘જબ તક હે જાન' ફિલ્મમાં શાહરુખ અને કૅટરીને જ્યારે પડદાં પર આવ્યા હતા ત્યારે તેમણે એક જાદૂ ચલાવ્યો હતો. તેમણે ભલે એક જ ફિલ્મ સાથે કરી હોય પરંતુ તેમની જોડીને દર્શકોએ સ્વિકારી હતી. હવે એ વાત કનફર્મ થઇ ગયું છે કે, આ ડ્રીમ જોડી ફરી એકવાર સાથે જોવા મળશે. સૂત્રો અનુસાર રાહુલ ઢોળકિયાની ‘રઇસ' ફિલ્મમાં શાહરુખ ખાન સાથે કૅટરીના કૈફ જોવા મળશે.

સૂત્રોની વાત માનીએ તો ડિરેક્ટર દ્વારા આ ફિલ્મ માટે કૅટનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને તેણે આ માટે હા પણ પાડી દીધી છે. એક ટેબ્લોઇડે સૂત્રોના હવાલેથી જણાવ્યું છે કે, આ ફિલ્મમાં મુખ્ય પાત્ર માટે અભિનેત્રી કૅટરીના સાથે ચર્ચા કરવામાં આવી હતી અને અભિનેત્રી આ પાત્ર અંગે વિચારી રહી હતી, પરંતુ તાજી માહિતી અનુસાર કૅટરીના ફિલ્મમાં કામ કરવા માટે તૈયાર થઇ ગઇ છે.

સોનમ કપૂર હતી પહેલી પસંદ

સોનમ કપૂર હતી પહેલી પસંદ

આ ફિલ્મ માટે પહેલા શાહરુખની સામે સોનમ કપુરને પસંદ કરવામાં આવી હતી, પરંતુ કૅટે બાજી મારી લીધી છે.

કૅટરીનાના જન્મ દિવસે બે ખાન વચ્ચે થઇ હતી દુશ્મનાવટ

કૅટરીનાના જન્મ દિવસે બે ખાન વચ્ચે થઇ હતી દુશ્મનાવટ

કૅટરીના કૈફના જન્મ દિવસે શાહરુખ ખાન અને સલમાન ખાન વચ્ચે ખટરાગ થયો હતો, જેને કારણે વર્ષોથી આ બન્ને અભિનેતાઓ વચ્ચે દુશ્મનાવટ છે. બન્ને અભિનેતાઓ વિવિધ એવોર્ડ સમારંભ કે પાર્ટીમાં એકબીજાને મળે છે ત્યારે પણ તેમના મેળાવડામાં પહેલા જેવો હુંફ જોવા મળતો નથી.

સલમાન ખાનને હર્ટ કરવા તો નથી માગતીને?

સલમાન ખાનને હર્ટ કરવા તો નથી માગતીને?

સલમાન ખાને જાહેર કર્યું હતું કે તે પત્ની તરીકે એ વિદેશી મહિલાને પસંદ કરશે. ત્યારે ‘જબ તક હે જાન' બાદ શાહરુખ ખાન સાથે બીજી ફિલ્મ સ્વિકારીને કૅટરીના સલમાન ખાનને હર્ટ કરવા તો નથી માગતીને?

શાહરુખ સાથે બીજી ફિલ્મ

શાહરુખ સાથે બીજી ફિલ્મ

કૅટરીના કૈફે શાહરુખ સાથે પહેલી ફિલ્મ ‘જબ તક હે જાન' કરી હતી. આ ફિલ્મ જાણીતા રોમેન્ટિક ડિરેક્ટર સ્વ. યશ ચોપરાની છેલ્લી ફિલ્મ હતી. આ ફિલ્મે બોક્સ ઓફીસ પર 100 કરોડની કમાણી કરી હતી. ત્યાર બાદ સૂત્રો અનુસાર કૅટરીના કૈફ અને શાહરુખ ખાનની જોડી રાહુલ ધોળકિયાની ફિલ્મ ‘રઇસ'માં જોવા મળશે.

રણબીર કપૂર સાથે અફેર

રણબીર કપૂર સાથે અફેર

સલમાન ખાન સાથે પ્રેમ ભર્યા સંબંધો બાદ કૅટરીના કૈફનું નામ અભિનેતા રણબીર કપૂર સાથે જોડાયું હતું. અનેક સ્થળો પર આ બન્ને સેલિબ્રિટી એક સાથે જોવા મળ્યા હતા. જો કે હાલમાં એવા સમાચાર પણ છે કે આ બન્ને સેલિબ્રિટીઝ વચ્ચેના સંબંધો હવે હુંફાળા રહ્યાં નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X