• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સંજયનું સંકટ : વિજય બન્યા હતાં લક્ષ્મી, શંકર બનશે નારાયણ?

By Kanhaiya
|

અમદાવાદ, 22 માર્ચ : થોડાંક દિવસ અગાઉ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરી ચર્ચામાં રહેનાર ભારતીય પ્રેસ કાઉંસિલના પ્રમુખ માર્કંડેય કાટજૂએ આ વખતે કંઈક લોકોને હજમ થાય, તેવું નિવેદન આપ્યું છે. કાટજૂએ બૉલીવુડ અભિનેતા સંજય દત્ત અંગે આપેલ તાજા નિવેદનમાં જણાવ્યું છે કે મહારાષ્ટ્રના રાજ્યપાલે બંધારણની કલમ 161 હેઠળ સંજય દત્તને માફી આપી દેવી જોઇએ.

સુપ્રીમ કોર્ટ દ્વારા સંજય દત્તને આર્મ્સ એક્ટ હેઠળ 5 વર્ષની સજાનો ચુકાદો અપાયા બાદ સમગ્ર દેશમાં સંજય દત્ત પ્રત્યે સહાનુભૂતિનું મોજું ફરી વળ્યું છે અને આ જ મોજા ઉપર સવાર થઈ અનેક લોકો સંજયને બચાવવાના કાનૂની રસ્તાઓ સુચવી રહ્યાં છે. એવો જ એક રસ્તો કાટજૂએ પણ સુચવ્યો છે.

sanjay-nanavati-narayanan-vijaylakshmi

કાટજૂએ પોતાના સુચનમાં 54 વર્ષ અગાઉના કે. એમ. નાણાંવટી કેસનો હવાલો આપ્યો છે કે જેમાં મહારાષ્ટ્રના તે વખતના રાજ્યપાલ વિજયલક્ષ્મી પંડિતે નેવીના એક ઑફિસર કે. એમ. નાણાંવટીને હત્યાના કેસમાં મુંબઈ હાઈકોર્ટ દ્વારા અપાયેલ આજીવન કેદની સજા માફ કરી દીધી હતી. વિજયલક્ષ્મીએ બંધારણની કલમ 161નો જ ઉપયોગ કરી આ માફી બખ્શી હતી.

આખરે કોણ હતાં નાણાંવટી અને શું હતો કેસ? તે વખતે નાણાંવટી માટે મહારાષ્ટ્રના તે વખતના રાજ્યપાલ વિજયલક્ષ્મી સાચે જ ‘લક્ષ્મી' સ્વરૂપા બની ગયા હતાં. સવાલ એ ઊભો થાય છે કે શું સંજય દત્તના કેસમાં મહારાષ્ટ્રના હાલના રાજ્યપાલ કે. શંકરનારાયણન શું ‘નારાયણ' સ્વરૂપ બનશે?

મીડિયાની મહત્વની ભૂમિકા

કે. એમ. નાણાંવટી કેસ સાઇઠના દાયકાનો એવો કેસ હતો કે જેમાં આરોપી પક્ષ પ્રત્યે સહાનુભૂતિનું મોજું ઊભું કરવામાં મીડિયાએ પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. જેવી કે આજે મીડિયા સંજય દત્તના પક્ષે સહાનુભૂતિનું મોજું ઊભું કરી રહ્યું છે.

આ બનાવ ભારતના તેવા કેટલાંક ચુનંદા બનાવોમાંનો એક છે કે જેણે અનેક પુસ્તકો તથા તે વખતની કેટલીક હિન્દી ફિલ્મો માટે પણ પ્રેરણાનું કામ કર્યુ હતું. 1959નો આ બનાવ 37 વર્ષીય એક સુંદર સૈન્ય અધિકારી કવાસ માણેકશા નાણાંવટી સાથે જોડાયેલો છે. નેવીમાં કમાંડર નાણાંવટી પારસી હતાં. તેમણે પ્રેમ આહુજા નામના એક શખ્સની ગોળી મારી હત્યા કરી નાંખી હતી. આવું તેમણે એ બાબતની જાણ થયા બાદ કર્યું કે તેમના બ્રિટિશ મૂળના પત્ની સિલ્વિયાના આહુજા સાથે પ્રેમ સંબંધો છે. સિંધી સમુદાય સાથે સંબંધ ધરાવતાં આહુજા નાણાંવટીનો મિત્ર હતો.

આજીવન કેદની સજા

પ્રેમ સંબંધ અને હત્યા સાથે જોડાયેલ આ રસપ્રદ કેસ તાત્કાલિક જ ચર્ચાનો વિષય બની ગયો. મુંબઈના વર્તમાન પત્ર બ્લિટ્ઝમાં દરરોજ આ બનાવ સાથે સંબંધિત સમાચારોને પ્રાધાન્યતા સાથે છાપવામાં આવતાં. આ વર્તમાન પત્રના માલિક માલિક રૂસી કરંજિયા પારસી હતાં. કહે છે કે બ્લિટ્ઝે નાણાંવટીના પક્ષે એક પ્રકારની ઝુંબેશ ઉપાડી હતી. આ સમાચારોની અસર એ થઈ કે નાણાંવટીના પક્ષે મુંબઈનો પ્રભાવશાળી પારસી વર્ગ રેલીઓ અને જાહેર સભાઓ યોજવા લાગ્યો. નાણાંટી સામે મુંબઈની સેશન્સ કોર્ટમાં ખટલો ચાલ્યો કે જેમાં તેમને આશ્ચર્યજનક રીતે હત્યાના આરોપમાંથી મુક્ત કરી દેવાયાં. પછી કેસ મુંબઈ હાઈકોર્ટ પહોંચ્યો કે જ્યાં નાણાંવટીને હત્યાના ગુનેગાર ઠરાવાયાં. તેમને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી.

નેહરૂની દખલ, માફી અને ફિલ્મો પણ બની

પરંતુ પારસી સમુદાયે કથિત રીતે પોતાના પ્રભાવનો ઉપયોગ કરી તે વખતના વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ તથા મહારાષ્ટ્રના રાજ્યપાલ વિજયલક્ષ્મી પંડિત ઉપર કેસમાં દખલ આપવાનું દાબણ કર્યું. અત્યાર સુધી આ કેસ બે સમુદાયો વચ્ચે અથડામણનો મુદ્દો બનવા લાગ્યો હતો, કારણ કે નાણાંવટીની સજાની માફી વિરુદ્ધ મુંબઈનો સિંધી સમુદાય એકત્ર થઈ રહ્યો હતો. આખરે ત્રણ વરસની સજા કાપ્યા બાદ મહારાષ્ટ્રના રાજ્યપાલ પંડિતે નાણાંવટીની દયા યાચિકા સ્વીકારતાં સજા માફ કરી દીધી. પછી નાણાંવટી પોતાના પત્ની સાથે ભારત છોડી કૅનેડા ચાલ્યા ગયાં. આ બનાવમાંથી પ્રેરણા લઈ પછી અનેક પુસ્તકો લખાયાં. પ્રસિદ્ધ લેખિકા ઇંદિરા સિન્હાનું ધ ડેથ ઑફ મિસ્ટર લવ નામનું પુસ્તક સૌથી વધુ ચર્ચિત રહ્યું. ઉપરાંત 1963માં સુનીલ દત્ત અભિનીત યે રાસ્તે હૈં પ્યાર કે ફિલ્મ અને 1973માં બનેલી ગુલઝાર દ્વારા દિગ્દર્શિત અચાનક ફિલ્મ પણ આ બનાવમાંથી પ્રેરિત મનાય છે.

English summary
Fifty years ago, the Governor of Maharashtra Vijayalakshmi Pandit granted pardon to navy officer kawas manekshaw nanavati। Will K Sankaranarayanan pardon to Sanjay Dutt?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more