For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics : ઓસરી રહી છે ફિલ્મોમાં એનઆરઆઈ છાપ!

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 8 જાન્યુઆરી : એક સમય હતો કે જ્યારે બૉલીવુડ ફિલ્મોની વાર્તા પરદેસી નાયક, નાયિકા તથા પરિવારની આજુબાજુ વણાતી હતી, પરંતુ ધીમે-ધીમે દેસી ફિલ્મો, દેસી નાયકો અને દેસી વાર્તાઓએ બૉલીવુડમાં પગ જમાવી લીધાં અને ફિલ્મોનો પરદેસી ફંડો ક્યાંક પાછળ રહી ગયું, પરંતુ ફિલ્મ જગતના નિષ્ણાંતોનું માનવું છે કે પરદેસ પ્રધાન ફિલ્મોનો દોર બૉલીવુડમાં ફરી શરૂ થશે.

ફિલ્મ નિષ્ણાંત કોમલ નાહટાએ આઈએએનએસ સાથેની વાતચીતમાં જણાવ્યું - આ એક આખો ચક્ર હોય છે. એક સમય હતો કે જ્યારે આ પ્રકારની ફિલ્મોની અધિકતા જોવા મળતી હતી. તે એવો સમય હતો કે જ્યારે આ પ્રકારની ફિલ્મો પસંદ કરાતી હતી અને સારો બિઝનેસ પણ કરતી હતી, પરંતુ પછીથી ફિલ્મ નિર્માતાઓને લાગવા લાગ્યું કે ફિલ્મ નિર્માણમાં એકરસતા આવી ગઈ છે. એટલે તેમણે પરદેસી એટલે કે એનઆરઆઈ આધારિત ફિલ્મોમાંથી વિરામ લઈ બીજા વિષયો ઉપર પ્રયોગો શરૂ કર્યાં, પરંતુ એ દોર ચોક્કસ પરત ફરશે.

આવો તસવીરો સાથે જાણીએ પરદેસ પ્રધાન ફિલ્મોની વિગતો :

પૂરબ ઔર પશ્ચિમ

પૂરબ ઔર પશ્ચિમ

થોડાક દાયકા પાછળ જઇએ, તો 1970માં આવેલી અભિનેતા મનોજ કુમારની ફિલ્મ પૂરબ ઔર પશ્ચિમ યાદ આવી જાય છે કે જેમાં પ્રવાસી ભારતીયની મૂંઝવણનું ચિત્રણ કરાયુ હતું. આ ફિલ્મ ખૂબ જ સફળ રહી હતી.

પરદેસ

પરદેસ

1990ના દાયકામાં પરદેસી પૃષ્ઠભૂમિ ધરાવતી અનેક ફિલ્મો આવી કે જે ભારતીય અને બિનનિનવાસી બંને પ્રકારના દર્શકોએ વખાણી. તેમાં પરદેસ ફિલ્મનો પણ સમાવેશ થાય છે કે જેમાં અભિનેતા અમરીશ પુરી પ્રવાસી ભારતીયના રોલમાં હતાં.

ડીડીએલજે

ડીડીએલજે

શાહરુખ ખાન અને કાજોલની હિટ ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે પણ એ જ કૅટેગરીમાં મૂકી શકાય છે કે જેમાં શાહરુખ ખાનનું પાત્ર એવા બિનનિવાસી ભારતીયનુ હતું કે જે કોઈ પણ રીતે પરદેસમાં રહીને પણ પોતાના દેશની સંસ્કૃતિને સંરક્ષિત કરવા માંગે છે.

વખણાતી રહી છે આવી ફિલ્મો

વખણાતી રહી છે આવી ફિલ્મો

પરદેસની પૃષ્ઠભૂમિએ બનેલી અનેક બીજી ફિલ્મો જેમ કે કલ હો ન હો, સલામ નમસ્તે, દોસ્તાના, નમસ્તે લંડન અને ચીની કમ બહુ વખણાઈ હતી.

જેટીએચજે-ઇંગ્લિશ વિંગ્લિશ

જેટીએચજે-ઇંગ્લિશ વિંગ્લિશ

હાલના સમયમાં જબ તક હૈ જાન અને ઇંગ્લિશ વિંગ્લિશ જેવી આંગળીને વેળે ગણી શકાય તેવી ફિલ્મો જ બૉલીવુડમાં બની છે, પરંતુ વિશેષજ્ઞો માને છે કે બિનનિવાસી ભારતીયો પર બની પરદેસી વિષયવસ્તુ ધરાવતી ફિલ્મોનો દોર ચોક્કસ પરત ફરશે.

English summary
Time was when Bollywood films revolving round 'pardesi' heroes, heroines or families ruled the roost. But such subjects have been elbowed out by desi movies with desi heroes of late, but industry experts say the trend will return.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X