Pics : લગ્ન બાદ મહિલાઓએ ચેંજ ન થવું જોઇએ : વિદ્યા
મુંબઈ, 30 ઑક્ટોબર : ગત વર્ષે ડિસેમ્બરમાં યૂટીવી મોશનના સીઈઓ સિદ્ધાર્થ રૉય કપૂરના ત્રીજા પત્ની બનનાર અભિનેત્રી વિદ્યા બાલન કહે છે કે લગ્ન બાદ મહિલાઓએ ચેંજ ન થવું જોઇએ. તેઓ જેવા પહેલા હતાં, તેવા જ તેમને રહેવું જોઇએ. તો જ પરિણીત જીવન શાંતિથી પસાર થાય છે.
વિદ્યા બાલન આજકાલ પોતાની આવનાર ફિલ્મ શાદી કે સાઇડ ઇફેક્ટ્સ અંગે ચર્ચામાં છે. ફિલ્મનું ટ્રેલર તાજેતરમાં જ રિલીઝ થયું છે. ફિલ્મમાં વિદ્યા બાલન સાથે ફરહાન અખ્તર હીરો છે. ફરહાનના વખાણ કરતાં વિદ્યા બાલને જણાવ્યું - હી ઇઝ જીનિયસ. તેમની પાસેથી ઘણું શીખવા મળ્યું. તાજેતરમાં જ મેં ભાગ મિલ્ખા ભાગ ફિલ્મ જોઈ. સારૂ થયું કે મેં શાદી કે સાઇડ ઇફેક્ટ્સ ફિલ્મ કર્યા બાદ ફરહાનની ભાગ મિલ્ખા ભાગ જોઈ, કારણ કે જો પહેલા જોઈ લેત, તો હું ફરહાન સાથે કામ ન કરી શકી હોત. હી ઇજ ઍ ગ્રેટ એક્ટર.
વિદ્યા કહે છે - એક સારૂં પરિણીત જીવન જીવવા માટે પોતાના સાથી સાથે સ્વાભાવિક રહેવું જોઇએ. તેમણે જણાવ્યું - હું હજીય નવા-નવા અનુભવોમાંથી પસાર થાઉ છું. હાલમાં પરિણીતી જીવન અંગે હું બીજાઓને બતાવી નથી શકતી, પરંતુ એટલું ચોક્કસ કહી શકું કે આપ જેવા છો, તેવા જ રહો, કારણ કે મહિલાઓમાં લગ્ન બાદ ઘણા પરિવર્તનો આવી જાય છે.
જુઓ શાદી કે સાઇડ ઇફેક્ટ્સ ફિલ્મની તસવીરી ઝલક :

હી ઇઝ ઍ ગ્રેટ એક્ટર
વિદ્યાએ શાદી કે સાઇડ ઇફેક્ટ્સના પોસ્ટર લૉન્ચિંગ પ્રસંગે જણાવ્યું - ફરહાન સાથે કામ કરવાનો અનુભવ સારો રહ્યો. મારે કહેવું છે કે હું તેમના કામને જાણુ છું. મેં તેમની ફિલ્મો જોઈ છે, પણ હું ખુશ છું કે મેં તેમની ભાગ મિલ્ખા ભાગ ત્યારે જોઈ કે જ્યારે અમારી ફિલ્મનું શૂટિંગ પરૂ થઈ ગયું.

વિદ્યા બહુ સારા અભિનેત્રી
ફરહાને પણ વિદ્યાના વખાણ કરતાં જણાવ્યું - ઈમાનદારીપૂર્વક કહું તો એક અભિનેતા કે દિગ્દર્શક તરીકે આપ તેવા કલાકારો સાથે કામ કરવા માંગો છે કે જેમને પોતાનું કામ કરવું બહેતર રીતે આવડતું હોય, જેમની અંદર કામ કરવાની ભૂખ હોય, જે આપને સાંભળવા અને આપની સાથે કંઈક શીખવા માંગતા હોય, કારણ કે સૌ કોઈ કામ કરવા દરમિયાન શીખે જ છે.

એક સુંદર ડ્રામા
સાકેત ચૌધરી દિગ્દર્શિત શાદી કે સાઇડ ઇફેક્ટ્સ 2006માં આવેલી ફિલ્મ પ્યાર કે સાઇડ ઇફેક્ટ્સની સિક્વલ છે. લીડ રોલમાં વિદ્યા અને ફરહાન છે. ઉપરાંત વીર દાસ, રામ કપૂર તથા ગૌમતી કપૂર પણ નજરે પડશે. ફિલ્મ 14મી ફેબ્રુઆરીએ રિલીઝ થશે.

મને પોતાના માટે સમય જોઇએ
ફિલ્મોના શૂટિંગ, પ્રચાર, જાહેરખબરોમાં વ્યસ્ત અભિનેત્રી વિદ્યા બાલન સ્વીકારે છે કે તેઓ પોતાના માટે સમયના મુદ્દે સ્વાર્થી છે. તેઓ કહે છે - જ્યારે હું કામ કરતી હોઉં, ત્યારે દરરાત્રે પથારીમાં જતા પહેલા પોતાના સમય અંગે સ્વાર્થી રહુ છું. હું પોતાના માટે થોડોક ખાલી સમય ઇચ્છુ છું.

સફળ લગ્નનો મૂળ મંત્ર
વિદ્યાએ તાજેતરમાં એનિમેશન ફિલ્મ મહાભારતમાં દ્રૌપદીના રોલ માટે પોતાનો અવાજ આપ્યો છે. વિદ્યાએ જણાવ્યું - લગ્ન બાદ મહિલાઓએ ચેંજ ન થવું જોઇએ. તેઓ જેવા હતાં, તેવા જ રહેવું જોઇએ, તો જ પરિણીત જીવન આરામથી પસાર થાય છે.