World Cancer Day 2021: લીઝાથી લઈને સંજૂ સુધી પોતાની હિંમતથી આ સ્ટાર્સે જીતી કેન્સર સામે જંગ
World Cancer Day 2021: Yuvraj Singh to Sanjay Dutt, Read inspiring stories of Bollywood: 'કેન્સર' એ ખોફનાક શબ્દનુ નામ છે જે માત્ર દર્દીને જ નહિ પરંતુ તેના પરિવારજનોને પણ સંપૂર્ણપણે બરબાદ કરી દે છે. કેન્સર લોકોને શારીરિક અને માનસિક તેમજ આર્થિક રીતે તોડી દે છે પરંતુ દુનિયામાં અમુક લોકો એવા પણ છે જે એ બિમારી સામે લડી રહ્યા છે એટલુ જ નહિ પરંતુ તેમણે કેન્સર સામે જંગ પણ જીતી છે અને લોકો સામે રિયલ હીરો તરીકે સામે પણ આવ્યા છે. જેની પાછળનુ કારણ તેમની હિંમત અને દ્રઢ સંકલ્પ છે. તમને જણાવી દઈએ કે દર વર્ષે 4 ફેબ્રુઆરીએ આ જાનલેવા બિમારી સામે જાગૃતિ ફેલાવવા માટે વિશ્વ કેન્સર દિવસ મનાવવામાં આવે છે.

લીઝા રે
વર્ષ 2010માં અભિનેત્રી અને મૉડલ લીઝા રેને કેન્સર થયાના સમાચાર સામે આવ્યા હતા ત્યારબાદ તેને સ્ટેમ સેલ થેરેપી માટે મહિનાઓ સુધી હોસ્પિટલમાં ભરતી રહેવુ પડ્યુ હતુ. પરંતુ લીઝા રેએ હાર ન માની અને અંતે મોતને મ્હાત આપી અને તે આજે સફળ લગ્નજીવનનો આનંદ લઈ રહી છે.

યુવરાજ સિંહ અને મનીષા કોઈરાલા
વર્ષ 2011માં ભારતને વર્લ્ડ કપ અપાવવામાં મહત્વની ભૂમિકા નિભાવનાર યુવરાજ સિંહના ફેફસામાં કેન્સર હતુ. ત્યારબાદ યુવરાજને અમેરિકામાં કીમોથેરેપી માટે લઈ જવામાં આવ્યો. મેદાનમાં બોલરો સામે લડનાર યુવરાજ સિંહે જિંદગીના અસલી મેદાનમાં કેન્સર સામે લડાઈ લડી અને એટલુ જ નહિ મેદાનમાં છક્કા છોડાવનાર યુવરાજે કેન્સરના પણ છક્કા છોડાવી દીધા અને આ બિમારી પર શાનદાર જીત મેળવી.
મનીષા કોઈરાલા
ઈલુ-ઈલુ ગર્લના નામથી જાણીતી મનીષા કોઈરાલાએ પણ કેન્સરનો સામનો બહુ હિંમત સાથે કર્યો. જટિલ થેરેપીમાંથી પસાર થયા બાદ પણ મનીષાએ જીવવાની આશા ન છોડી અને કેન્સર સામે જંગ જીતવામાં સફળ થઈ, તે પાછી ફિલ્મોમાં સક્રિય થઈ ગઈ છે અને આજ તેને જોઈને લાગે છે કે તેને ક્યારેય કેન્સર થયુ જ નહોતુ.

સોનાલી બેન્દ્રે
સુંદર અભિનેત્રી સોનાલી બેન્દ્રે મેટાસ્ટેટિક કેન્સર સામે જંગ લડી ચૂકી છે. સોનાલી બેન્દ્રેએ ટ્વિટર પર આની માહિતી આપી હતી. સોનાલી બેન્દ્રેએ ન્યૂયોર્કમાં ઈલાજ કરાવ્યો અને જંગ જીતીને વતન પાછી આવી. પોતાની બિમારી વિશે ખુલીને વાત કરનારી સોનાલીએ પોતાન જંગની જર્નીને પણ લોકો સાથે ખુલીને શેર કરી હતી અને હિંમત સાથે આ બિમારીનો સામનો કર્યો.

તાહિરા કશ્યપને બ્રેસ્ટ કેન્સર
કેન્સર સામે જંગ લડનારી સેલિબ્રિટીઝમાં હિંદી સિનેમાના શાનદાર અભિનેતા આયુષ્માન ખુરાનાની પત્ની તાહિરા કશ્યપ પણ શામેલ છે. તાહિરાએ ખૂબ જિંદાદિલી અને હિંમતથી કેન્સર સામે લડાઈ લડી અને જીત પણ મેળવી. તમને જણાવી દઈએ કે તાહિરાને બ્રેસ્ટ કેન્સર હતુ.

સંજય દત્ત
ફિલ્મ અભિનેતા સંજય દત્તે પણ હાલમાં જ કેન્સર સામે જંગ જીતી છે. ફેફસાના કેન્સર સામે લડી રહેલ અભિનતા સંજય દત્તે આ વિશે એક લાંબી પોસ્ટ લખી હતી. 61 વર્ષીય સંજય દત્તને અચાનક શ્વાસ લેવામાં તકલીફ થયા બાદ 8 ઓગસ્ટે મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા જ્યાં અમુક ટેસ્ટ થયા હતા. 11 ઓગસ્ટે રિપોર્ટમાં ચોથી સ્ટેજનુ લંગ કેન્સર થયુ હતુ. તેમનો પરિવાર તેને વિદેશ લઈ જઈને ઈલાજ કરાવવા માંગતો હતો પરંતુ અમુક કાયદાઓના કારણે મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં જ તેમનો ઈલાજ કરાવવામાં આવ્યો. જ્યાંથી તે સંપૂર્ણપણે રિકવર થઈ ગયા.

ઈરફાન ખાન અને ઋષિ કપૂર
બૉલિવુડે પોતાના અન્ય બે અમૂલ્ય સ્ટાર્સને ગયા વર્ષે ગુમાવી દીધા પરંતુ આ બંને સ્ટાર્સ હંમેશા લોકોના દિલોમાં જીવતા રહેશે કારણકે આ બંને પોતાના જીવનના અંતિમ શ્વાસ સુધી કેન્સર સામે જંગ લડી અને ફાઈટરની જેમ લોકો સામે આવ્યા.

મુમતાઝને હતુ બ્રેસ્ટ કેન્સર
ગયા જમાનાની જાણીતી અભિનેત્રી મુમતાઝને જાનલેવા કેન્સર બિમારીનો સામનો કરવો પડ્યો હતો. મુમતાઝને બ્રેસ્ટ કેન્સર હતુ. તમને જાણીને નવાઈ લાગશે કે મુમતાઝે 54 વર્ષની ઉંમરે કેન્સર જેવી બિમારીને મ્હાત આપી હતી. ડૉક્ટરે તેમને કીમોથેરેપી ઉપરાંત સ્વીમિંગ અને વજન ઘટાડવાની સલાહ આપી હતી. મુમતાઝે માત્ર આ ઉંમરે સ્વીમિંગ કર્યુ અને વજન પણ ઘટાડ્યુ. મુમતાઝ સાચા અર્થમાં કેન્સરના દર્દીઓ માટે ઉદાહરણ રૂપ છે.

અનુરાગ બસુ
બોલિવુડ ડાયરેક્ટર અનુરાગ બસુએ બ્લડ કેન્સર હતુ. ડૉક્ટરે તેમને માત્ર બે મહિનાનો સમય આપ્યો હતો પરંતુ અનુરાગે હિંમત ન હારી. તમને જાણીને નવાઈ લાગશે કે અનુરાગે પોતાની ફિલ્મ તુમ સા નહિ દેખાનુ નિર્દેશન હોસ્પિટલથી કર્યુ હતુ. અંતમાં અનુરાગની હિંમત આગળ કેન્સર પણ હારી ગયુ.