• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Pics : યશ જયંતીએ ચાંદનીથી લઈ મીરા-અકીરા આવી એક મંચે

|

મુંબઈ, 28 સપ્ટેમ્બર : યશ ચોપરાના નિધન બાદ તેમનો પ્રથમ જન્મ દિવસ 27મી સપ્ટેમ્બરે જુદી રીતે ઉજવવામાં આવ્યો. તેમના પત્ની પૅમ ચોપરાએ યશજીની તમામ હીરોઇનોને એક સાથે બોલાવી અને તેમના સૌથી નજીકના એક્ટર શાહરુખ ખાન માટે એક રૅમ્પ વૉકનું આયોજન કર્યું. સિલસિલાની ચાંદનીથી લઈ જબ તક હૈ જાનની મીરા અને અકીરા સહિત લગભગ તમામ ફૅવરિટ હીરોઇનોએ યશજીને તેમની જન્મ જયંતીએ યાદ કર્યાં.

યશ ચોપરાની જન્મ જયંતીએ યોજાયેલ પાર્ટીમાં રેખા, રાણી મુખર્જી, અનુષ્કા શર્મા, કૅટરીના કૈફ, પરિણીતી ચોપરા, માધુરી દીક્ષિત, જુહી ચાવલા, શ્રીદેવી અને પ્રીતિ ઝિંટા હાજર હતાં. ઉપરાંત યશ ચોપરા માટે હંમેશા ખાસ રહેલા શાહરુખ ખાન પણ આ શોમાં શામેલ થયાં અને તેમણે તમામ અભિનેત્રીઓ સાથે રૅમ્પ ઉપર વૉક કર્યું તથા યશજીને જન્મ દિવસે ખૂબ-ખૂબ દુઆઓ આપી. શાહરુખે યશના પત્ની પૅમ ચોપરાનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે તેમણે આ પ્રકારે યશજીનો જન્મ દિવસ ઉજવવાનું વિચાર્યું અને તેમના કારણે આજે યશ ચોપરાની તમામ હસીનાઓ એક સાથે એક છત નીચે છે.

શાહરુખે જણાવ્યું કે જો આજે યશ ચોપરા અહીં હોત, તો કહેત ખોતે ખૂબસૂરત તો બહુત લગ રહી હૈં યાર. પછી આગળ કહેત કે અબ તૂ સંભાલ લે યાર. શાહરુખે જણાવ્યું કે યશ ચોપરાને તેઓ બહુ મિસ કરે છે અને દુઆ કરે છે કે યશજી જ્યાં પણ હોય સુખ અને શાંતિમાં હોય.

ચાંદનીથી લઈ મીરા-અકીરા આવી એક મંચે

ચાંદનીથી લઈ મીરા-અકીરા આવી એક મંચે

યશ ચોપરાના નિધન બાદ તેમનો પ્રથમ જન્મ દિવસ 27મી સપ્ટેમ્બરે જુદી રીતે ઉજવવામાં આવ્યો. તેમના પત્ની પૅમ ચોપરાએ યશજીની તમામ હીરોઇનોને એક સાથે બોલાવી અને તેમના સૌથી નજીકના એક્ટર શાહરુખ ખાન માટે એક રૅમ્પ વૉકનું આયોજન કર્યું. સિલસિલાની ચાંદનીથી લઈ જબ તક હૈ જાનની મીરા અને અકીરા સહિત લગભગ તમામ ફૅવરિટ હીરોઇનોએ યશજીને તેમની જન્મ જયંતીએ યાદ કર્યાં.

કૅટરીના કૈફ

કૅટરીના કૈફ

લૅડીઝ યશજીને એટલું પ્રેમ કરે છે, કારણ કે યશજી ક્યારેય એમ નહોતા જોતાં કે આપે શું પહેર્યું છે કે આપ ઉપરથી કેટલાં સુંદર છો. યશજી આપના સ્વભાવ તથા આપના આંતરિક સૌંદર્યના વખાણ કરતા હતાં. હું જ્યારે પણ તેમને મળી, તો મને અહેસાસ થયો કે તેઓ દિલથી બહુ યંગ હતાં.

શ્રીદેવી

શ્રીદેવી

યશજીની યાદો સદાય મારા દિલમાં રહેશે. યશજી સાથે મેં ચાંદની જેવી સુપરહિટ ફિલ્મ કરી કે જે આજેય બૉલીવુડની હિટ ફિલ્મોમાં ગણાય છે. યશજીની યાદો હંમેશા આપણા દિલોમાં રહેશે.

રાણી મુખર્જી

રાણી મુખર્જી

હું યશ અંકલને બહુ મિસ કરૂ છું. મને આજે પણ યાદ છે કે તેમને દરેક જન્મ દિવસે હું તેમના માટે કેક બનાવતી હતી. ગત જન્મ દિવસે હું તેમના માટે કેક ન બનાવી શકી, કારણ કે હું કોઈક કામમાં વ્યસ્ત હતી, પણ આજેય તેમને બહુ પ્રેમ કરૂ છું અને તેમને મિસ કરૂ છું.

પ્રીતિ ઝિંટા

પ્રીતિ ઝિંટા

રાણીએ તો આપણા સૌને ઇમોશનલ કરી નાંખ્યા. અત્યાર સુધી સૌએ ઘણુ બધું, બલ્કે બધુંય કહી નાંખ્યું છે. કંઇક બચ્યુ જ નથી કહેવા માટે, પણ હું એટલુ કહેવા માંગીશ કે યશજી જે રીતે પ્રેમ અને લાગણીઓને પડદે ઉતારતા હતાં, તે સૌથી જુદુ હતું. તેવું કોઈ નહીં કરી શકે. હૅપ્પી બર્થ ડે યશજી.

અનુષ્કા શર્મા

અનુષ્કા શર્મા

યશજી સાથે તેમની છેલ્લી ફિલ્મમાં કામ કરવાની તક મળી. એ વાતની મને બહુ ખુશી છે. રબ ને બના દી જોડી બાદ યશજી સાથે તેમની બીજી ફિલ્મ જબ તક હૈ જાનમાં પણ કામ કર્યું અને જતા-જતા અનેક યાદો આ દિલમાં સંગ્રહી લીધી. યશજી પાસેથી મને બહુ પ્રેરણા મળી.

પરિણીતી ચોપરા

પરિણીતી ચોપરા

અહીં જેટલાંય લોકો મોજૂદ છે, તેમાંથી હું જ એકમાત્ર એવી અભિનેત્રી છું કે જેને યશ ચોપરા સાથે કામ કરવાની તક નળી મળી, પણ ઘણી બધી એવી બાબતો છે કે જે મને યશજીની યાદ અપાવે છે. જેમ કે તેમની સાથે લંચ પર જવું, સવાર-સવારમાં તેમનો ફોન આવવો તથા કપાઈ જવો. આ તમામ વાતો આજેય યાદ છે. યશજી આજે પણ આપણી સાથે છે અને કાયમ રહેશે.

રેખા

રેખા

યશજીની અનેક યાદો આ દિલમાં વસેલી છે. તે યાદો એટલી સુંદર છે કે તેમને ક્યારેય ભુલાવી પણ ન શકાય. યશજીને થૅંક્સ કહેવા માંગીશ તે સુંર યાદો માટે અને હું આજે જે છું, તે બનાવવા માટે. હૅપ્પી બર્થ ડે યશજી.

જુહી ચાવલા

જુહી ચાવલા

મને આજે પણ યાદ છે કે જ્યારે હું ઇન્ડસ્ટ્રીમાં નવી-નવી આવી હતી, ત્યારે મને લોગો સાઇડ રોલ્સ આપતા હતાં. ત્યારે યશજીએ મને ચાંદની ફિલ્મ ઑફર કરી. પછી તેમણે ડર ફિલ્મમાં મને લીડ રોલ માટે સાઇન કરી. જ્યારે પણ તેમનો ફોન આવતો, હું ડરી જતી કે ક્યાંક તેઓ એમ ન કહી દે કે ભૂલથી આપને કહી દીધું કે આપ મારી ફિલ્મના હીરોઇન છો. તે મજાક હતું. યશજી હંમેશા કહેતાં કે ભલે કંઈ પણ થાય, હીરોઇનો સુંદર દેખાવી જોઇએ. છેલ્લી વાર તેમની સાથે મુલાકાત થઈ હતી અમિતાભજીની જન્મ દિવસની પાર્ટમાં. હું પૅમજીનો ખૂબ-ખૂબ આભાર વ્યક્ત કરવા માંગીશ કે તેમણે આ રીતે યશજીની જન્મ જયંતી ઉજવવાનું વિચાર્યું.

માધુરી

માધુરી

જ્યારે હું પ્રથમ વાર યશજીને મળી, તો મને લાગ્યું કે તેઓ ખૂબ જ એનર્જેટિક તથા વૉર્મ માણસ છે. યશજી જે રીતે પાત્રોને સમજાવતા હતાં, તે પ્રકારના પાત્રો જણાવતા હતાં, એમ લાગતું હતું કે જાણે બધુય આંખો સામે આવી ગયું હોય. મને યાદ છે કે દિલ તો પાગલ હૈ ફિલ્મની વાર્તા સંભળાવતાં તેમણે કહ્યુ હતું કે મને ઇટલી જ ખબર છે કે તમે મારી માયા છો. યશજી આપે શિખવ્યું દિલ તો પાગલ હૈ. અમે આપને હંમેશા યાદ કરીશુ. જબ તક હૈ જાન... જબ તક હૈ જાન... જબ તક હૈ જાન...

English summary
Yash Chopra first birth anniversary after his death was celebrated at Raj Studios in presence of Yash Raj favorite and all time hit actress and actor Shahrukh Khan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X