• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

KGF 2ની રિલીઝ ડેટ ફરીથી લંબાવાઈ, 16 જુલાઈએ હવે નહિ રિલીઝ થાય ફિલ્મ!

|
Google Oneindia Gujarati News

કન્નડ સુપરસ્ટાર યશની ફિલ્મ કેજીએફ બોક્સ ઑફિસ પર ધમાકો કરી દીધો હતો અને કેજીએફ 2 માટે પણ લોકો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા. હવે આ ફિલ્મ બનીને સંપૂર્ણપણે તૈયાર છે અને તેની રિલીઝ માટે રાહ જોવાઈ રહી છે. તમને જણાવી દઈએ કે યશની આ શાનદાર ફિલ્મ આ 16 જુલાઈએ રિલીઝ થવાની હતી પરંતુ હવે કદાચ તેવુ નહિ થઈ શકે. મળતી માહિતી મુજબ યશની આ ફિલ્મ નક્કી કરાયેલ તારીખ પ્રમાણે રિલીઝ નહિ થઈ શકે.

ઈન્ડિયન એક્સપ્રેસના એક રિપોર્ટની માનીએ તો ફિલ્મ 16 જુલાઈએ નહિ આવે અને અત્યાર સુધી આની બીજી રિલીઝ ડેટનુ એલાન પણ નથી થયુ. હવે જોવાનુ એ છે કે આ ફિલ્મ હવે કઈ તારીખ સુધી માટે લંબાવવામાં આવે છે. જો કે હવે ફિલ્મ હવે ક્યારે રિલીઝ થશે એ નક્કી કહી શકાય નહિ. આ અંગે કોઈ અધિકૃત માહિતી સામે આવી નથી. માહિતી મુજબ દેશભરના થિયેટર્સ 100 ટકા ઑક્યુપસી સાથે ખુલશે ત્યારે કેજીએફ 2 રિલીઝ થશે.

ફિલ્મનુ બજેટ ઘણુ વધુ છે અને એવામાં આની રિલીઝનુ જોખમ કદાચ મેકર્સ નહિ લે. આ ફિલ્મથી ઘણીવાર કોઈને કોઈ સમાચાર સામે આવતા રહે છે કે જે ફેન્સના ધબકારા સતત વધારી રહ્યા છે. હાલમાં જ જાણવા મળ્યુ હતુ કે આ ફિલ્મ ઘણી લાંબી થવાની છે અને ફેન્સ ઘણા સમય સુધી આની મઝા લઈ શકે છે. ફિલ્મમાં રવીના ટંડન અને સંજય દત્તની એન્ટ્રી થઈ છે.

English summary
Yash starring KGF 2 release date postpone again!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X