
Year Ender 2020: આ વર્ષે આ હસ્તીઓના ઘરે ગૂંજી ખુશીઓની કિલકારીઓ
નવી દિલ્લીઃ Year Ender 2020: વર્ષ 2020ના ખતમ થવામાં થોડાક જ દિવસ બચ્યા છે. લોકો નવા વર્ષ સાથે નવી આશાઓની રાહ જોઈ રહ્યા છે. કોરોના વાયરસના કારણે જ્યાં લોકો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે ત્યાં અમુક લોકો માટે આ વર્ષ ખુશીઓની ભેટ લઈને આવ્યુ છે. આ વર્ષે ઘણી હસ્તીઓ અને સેલિબ્રિટીઓના ઘરમાં કિલકારીઓ ગુંજી. આ હસ્તીઓમાં શિલ્પા શેટ્ટી, હાર્દિક પંડ્યા, અમૃતા રાવ, સપના ચૌધરી, કરણવીર બોહરાના નામ પણ શામેલ છે.

શિલ્પા શેટ્ટી
અભિનેત્રી શિલ્પા શેટ્ટી વર્ષે 2020માં એકવાર ફરીથી મા બની છે. 15 ફેબ્રુઆરીએ શિલ્પા શેટ્ટી સરોગસીથી મા બની. શિલ્પા ઑટો ઈમ્યુન નામની બિમારીના કારણે ફરીથી મા ન બની શકી. આ બિમારીમાં તે ફરીથી પ્રેગ્નેન્ટ થાય તો મિસકેરેજ થઈ જાય. શિલ્પાએ દીકરીનુ નામ સમિશા શેટ્ટી કુંદ્રા રાખ્યુ છે.

હાર્દિક પંડ્યા
ટીમ ઈન્ડિયાના સ્ટાર ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા માટે આ વર્ષ બેમિસાલ રહ્યુ. પંડ્યાએ 2020માં નતાશા સાથે લગ્ન કર્યા અને પછી જુલાઈમાં પિતા બન્યા. પિતા બન્યા બાદ હાર્દિકે લખ્યુ, 'અમારા ઘરે બેબી બૉયનો જન્મ થયો.' હાર્દિકના દીકરાનુ નામ અગસ્ત્યા છે.

ગૌરવ ચોપડા
ટીવીના જાણીતા અભિનેતા ગૌરવ ચોપડા અને તેની પત્ની હિતિશા હાલમાં જ માતાપિતા બન્યા. હિતિશાએ બેંગુલુરની ખાનગી હોસ્પિટલમાં બેબી બૉયને જન્મ આપ્યો.

કરણવીર બોહરા
ટેલીવિઝન યુગલ કરણવીર બોહરા સોશિયલ મીડિયામાં ઘોષણા કરી કે તેમના ઘરે એક નાની પરીનો જન્મ થયો છે. બાળકીનો જન્મ કેનેડાના વેંકુવરમાં થયો હતો. પહેલેથી તેઓ જોડિયા પુત્રીઓના પિતા છે.

સુમીત વ્યાસ
અભિનેતા સુમીત વ્યાસે જૂનમાં ટ્વિટ કર્યુ કે તેમના પરિવારમાં નવા સભ્યનુ આગમન થયુ અને એક છોકરો છે. તેને વેદ બોલાવવામાં આવશે. સુમીતના લગ્ન એકતા કૌલ સાથે 2018માં થયા હતા.

શિખા સિંહ
અભિનેત્રી શિખા સિંહ અને તેના પતિ કરણ શાહના ઘરે જૂન મહિનામાં બાળકીનો જન્મ થયો જેનુ નામ અલાન્યા રાખ્યુ છે. શિખાએ 2016માં કરણ સાથે લગ્ન કર્યા હતા. બંનેને બે દીકરીઓ પહેલેથી છે.

અહાના દેઓલ
હેમા માલિનીની નાની દીકરી અહાના દેઓલે આ વર્ષે જોડિયા બાળકીઓને જન્મ આપ્યો. જેમના નામ અસ્ત્રીયા અને આદિયા રાખ્યુ છે. અહાનાના લગ્ન 2 ફેબ્રુઆરી, 2014માં થયા હતા. તેના પહેલા દીકરીનો જન્મ જૂન 2015માં થયો હતો.

પૂજા બેનર્જી
ટીવી સીરિયલ દેવો કે દેવ મહાદેવ ફેમ પૂજા બેનર્જી પણ આ વર્ષે મા બની છે. તેણે એક દીકરાને જન્મ આપ્યો છે. પૂજાએ લૉકડાઉન દરમિયાન પોતાના બૉયફ્રેન્ડ કુણાલ વર્મા સાથે લગ્ન કર્યા હતા.બંનેએ આ વર્ષે એપ્રિલમાં કોર્ટ મેરેજ કર્યા હતા.

અમૃતા રાવ
અભિનેત્રી અમૃતા રાવે આ વર્ષે નવેમ્બર મહિનામાં દીકરાને જન્મ આપ્યો છે. અમૃતાએ અનમોલ સાથે વર્ષ 2016માં લગ્ન કર્યા હતા. તેણે પોતાની પ્રેગ્નેન્સીને ઘણા મહિનાઓ સુધી સિક્રેટ રાખી હતી. એક દિવસ આઉટિંગ જતી વખતે આ વાત સામે આવી.