Year Ender 2021: ફિલ્મ જગતના એ સ્ટાર્સ જે આ વર્ષે દુનિયાને કહી ગયા અલવિદા
નવી દિલ્લીઃ વર્ષ 2021 હવે પોતાના અંતિમ પડાવમાં છે. વર્ષ 2021 પણ 2020ની જેમ ખરાબ સમય લઈને આવ્યુ. એક તરફ જ્યાં કોરોના વાયરસે લાખો લોકોના જીવ લઈ લીધા છે. વળી, બૉલિવુડ ઈન્ડસ્ટ્રીમાંથી પણ ઘણી મોટી હસ્તીઓએ આ દુનિયાને હંમેશા માટે અલવિદા કહી દીધી. આ જાણીતી હસ્તીઓના નિધને ફેન્સને દુઃખી કર્યા એટલુ જ નહિ ઈન્ડસ્ટ્રીમાં એક મોટુ સ્થાન ખાલી કરી ગયા જેને ભરવુ કદાચ સંભવ જ ન બને. જુઓ, 2021માં અત્યાર સુધી આપણે કેટલી જાણીતી હસ્તીઓને ગુમાવી છે.

દિલીપ કુમાર
હિંદી સિનેમાના દિગ્ગજ કલાકાર દિલીપ કુમારનુ આ વર્ષે 7 જુલાઈના રોજ નિધન થઈ ગયુ હતુ. બૉલિવુડના ટ્રેજેડી કિંગે મુંબઈની હૉસ્પિટલમાં 98 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા. તે છેલ્લા ઘણા સમયથી બિમાર હતી. દિલીપ કુમારને તેમના અભિનય માટે ટ્રેજેડી કિંગના નામથી ઓળખવામાં આવતા હતા. તેમણે પોતાના સમયમાં એ શાનદાર કામ કર્યુ હતુ જેના કારણે તે આજે પણ સહુના દિલમાં પોતાની જગ્યા બનાવી છે. દિલીપ કુમારે દીદાર, દેવદાસ અને મુગલ-એ-આઝમ જેવી ફિલ્મોમાં સીરિયસ એક્ટિંગ કરીને પોતાના એક અલગ ઓળખ બનાવી લીધી હતી. જેના કારણે તે ટ્રેજેડી કિંગ કહેવાતા.

સિદ્ધાર્થ શુક્લા
લોકપ્રિય ટીવી એક્ટર અને બિગ બૉસ વિનર સિદ્ધાર્થ શુક્લાનુ માત્ર 40 વર્ષની ઉંમરે આ વર્ષે 2 સપ્ટેમ્બરના રોજ હ્રદય રોગ થવાથી નિધન થઈ ગયુ. આ સમાચારથી આખી ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર દોડી ગઈ હતી. તે બ્રોકન બટ બ્યૂટીફૂલ 3, બાલિકા વધુ અને દિલ સે દિલ તકમાં તેમની ભૂમિકાઓ માટે જાણીતા હતા. તે રિયાલિટી શો બિગ બસ 13ના વિજેતા હતા. સિદ્ધાર્થ શુક્લાએ વર્ષ 2008માં ટીવી શો બાબુલ કા આંગન છૂટે નાથી કરિયરની શરુઆત કરી હતી. ત્યારબાદ તેમણે જાને પહચાને સે અજનબી, સીઆઈડી, બાલિકા વધૂ અને લવ યુ જિંદગી જેવા ટીવી શો અને ઘણા રિયાલિટી શોમાં જોવા મળ્યા.

પુનીત રાજકુમાર
કન્નડ ફિલ્મના સુપરસ્ટાર અને ઘણી હિટ ફિલ્મો આપીને લોકોના દિલો પર રાજ કરનાર સુપરસ્ટાર પુનીત રાજકુમારનુ હાર્ટ એટેકના કારણે આ વર્ષે ઓક્ટોબરમાં મૃત્યુ થઈ ગયુ. તેમણે 46 વર્ષની ઉંમરમાં દુનિયાને અલવિદા કહી દીધી. પુનીત રાજકુમાર દિવંગત અભિનેતા રાજકુમારના દીકરા હતા અને પોતાના પિતાની જેમ જ તેમના પરિવારે પુનીતની આંખો પણ દાન કરી છે. તેમની લોકપ્રિયતાનો અંદાજ એ વાતથી લગાવી શકાય છે કે તેમના અંતિમ દર્શન માટે લાખો લોકો આવ્યા હતા.

સુરેખા સીકરી
હિંદી રંગમંચના દિગ્ગજ, સુરેખા સીકરી ત્રણ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર અને એક ફિલ્મફેર પુરસ્કાર સહિત ઘણા પુરસ્કારોથી સમ્માનિત થયા હતા. તેમનુ 16 જુલાઈના રોજ કાર્ડિયાક અરેસ્ટથી નિધન થઈ ગયુ હતુ. તેઓ 76 વર્ષના હતા. 73 વર્ષની ઉંમરે તેમણે પોતાનો પહેલો ફિલ્મફેર અવૉર્ડ જીત્યો. સુરેખા સીકરીને આ અવૉર્ડ બધાઈ હો ફિલ્મ માટે મળ્યો છે. આ ફિલ્મમાં સુરેખાએ દાદીની ભૂમિકા નિભાવી હતી. સીકરીએ તમસ, સલીમ લંગડે પે મત રો, ઝુબેદા, બધાઈ હો જેવી ફિલ્મો કરી અને ધારાવાહિક બાલિકા વધૂમાં નિભાવેલા તેમના દાદી સાની ભૂમિકાને પણ ઘણી લોકપ્રિયતા મળી હતી.

રાજીવ કપૂર
પૃથ્વી રાજકપૂરના પૌત્ર અને રાજ કપૂરના સૌથી નાના દીકરા રાજીવ કપૂરનુ આ વર્ષે ફેબ્રુઆરીમાં હાર્ટ એટેકથી નિધન થઈ ગયુ હતુ. તેઓ 58 વર્ષના હતા. રાજ કપૂરના દીકરા રાજીવ કપૂરનુ બૉલિવુડમાં કરિયર વધુ સારુ નહોતુ રહ્યુ. તેમણે પોતાના પિતાના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ રામ તેરી ગંગા મેલી હો ગઈથી બૉલિવુડમાં ડેબ્યુ કર્યુ હતુ. ત્યારબાદ અમુક ફિલ્મોમાં તે જોવા મળ્યા હતા.

વિક્રમજીત કંવરપાલ
ટીવી અને ફિલ્મોમાં જાણીતા અભિનેતા બિક્રમજીત કંવરપાલનુ આ વર્ષે મે મહિનામાં નિધન થઈ ગયુ. તે કોરોના વાયરસના સંક્રમણનો સામનો કરી રહ્યા હતા. બિક્રમજીત માત્ર 52 વર્ષના હતા. બિક્રમજીત કંવરપાલે વર્ષ 2003માં ઈન્ડિયન આર્મીમાથી રિટાયર થયા બાદ એક્ટિંગમાં ડેબ્યુ કર્યુ હતુ. બિક્રમજીતે પેજ 3, રૉકેટ સિંહઃ સેલ્સમેન ઑફ ધ યર, આરક્ષણ, મર્ડર 2, 2 સ્ટેટસ અને ધ ગાઝી એટેક જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યુ હતુ. ગઈ વખતે બિક્રમજીત સુપરહિટ વેબ સીરિઝ સ્પેશિયલ ઑપ્સમાં દેખાયા હતા.

રાજ કૌશલ
બૉલિવુડ અભિનેત્રી મંદિરા બેદી અને ડાયરેક્ટર રાજ કૌશલનુ 30 જૂનના રોજ કાર્ડિયાક અરેસ્ટના કારણે નિધન થઈ ગયુ હતુ. રાજ કૌશલ વ્યવસાયે પ્રોડ્યુસર અને સ્ટંટ ડાયરેક્ટર હતા. મંદીરા બેદી અને રાજ કૌશલના લગ્ન 1999માં થયા હતા. રાજ કૌશલ પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા હતા અને ફિલ્મ ડાયરેક્શન અને પ્રોડક્શનનુ કામ કરતા હતા. રાજે પ્યાર મે કભી કભી, શાદી કા લડ્ડુ, માય બ્રધર નિખિલ અને એંથની કૌન હે જેની ફિલ્મો પ્રોડ્યુસ કરી હતી.

અમિત મિસ્ત્રી
ગુજરાતના લોકપ્રિય અભિનેતા અમિત મિસ્ત્રીનુ આ વર્ષે એપ્રિલમાં કાર્ડિયાક અરેસ્ટના કારણે નિધન થઈ ગયુ હતુ. તેઓ 47 વર્ષના હતા. પોતાના કરિયરમાં તેમણે ઘણી ચર્ચિત ફિલ્મોમાં કામ કર્યુ હતુ. આમાં ક્યા કહેના, એક ચાલિસ કી લાસ્ટ લોકલ, 99, શોર ઈન ધ સિટી, યમલા પગલા દિવાના, બે યાર, એ જેન્ટલમેન અને અમેઝન પ્રાઈમ સીરિઝ બેંડિટ્સ જેવી ફિલ્મો શામેલ છે. અમિત મિસ્ત્રી ગુજરાતના ઉત્કૃષ્ટ અભિનેતાઓમાંના એક હતા. તેમણે થિયેટરમાં પણ કામ કર્યુ હતુ.