• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

વાયજેએચડી રિવ્યૂ : સેલિબ્રેટ લવ વિથ રુહ અફઝા

|

મુંબઈ, 31 મે : પસાર થાય છે ઝિંદગી, પણ વપરાઇએ છીએ માત્ર આપણે. તે પહેલાં કે આપ પણ સમ્પૂર્ણપણે વપરાઈ જાઓ, થોડાંક પૈસા ખર્ચી પોતાના લવ સાથે લવને સેલિબ્રેટ કરી આવો રણબીર કપૂર અને દીપિકા પાદુકોણે અભિનીત યે જવાની હૈ દીવાની ફિલ્મ સાથે. ફિલ્મ યે જવાની હૈ દીવાનીમાં ખુલ્લી મસ્તી, રોમાંસ, પ્રેમ, બધું જ નાંખ્યું છે દિગ્દર્શક અયાન મુખર્જીએ.

રણબીર અને દીપિકાની યે જવાની હૈ દીવાની એટલે કે વાયજેએચડીમાં એટલી દીવાનગી ભલે ન હોય, પણ ફિલ્મમાં બંનેના જીવન સમ્પૂર્ણે દીવાનું બતાવાયું છે. ફિલ્મ જોતી વખતે અનેક વાર એમ અનુભવાય છે કે જાણે આ ફિલ્મ રણબીર-દીપિકાની રીયલ લવ-સ્ટોરી છે. ફિલ્મની શરુઆત થાય છે ધમાકેદાર ઘાઘરા ડાન્સ નંબર સાથે કે જેમાં માધુરી દીક્ષિત ઠુમકાં લગાવી સાચે લોકોના દિલ લુંટી લે છે. માધુરી સાથે રણબીર કપૂરની જોડી સાચે જ કમાલ કરી ગઈ, પણ આટલી ઝડપી શરુઆત બાદ ફિલ્મ થોડાંક સમય માટે સ્લો મૉશનમાં જતી રહે છે. બની અને નૈનાની પ્રણય-કથા ખૂબ જ રોમાન્ટિક તેમજ ઇમોશનલ છે, પણ ક્યાંકને ક્યાંક બનીની ઝડપ ફિલ્મની શરુઆતમાં થોડીક ઓછી લાગે છે. જોકે રુહ અફઝાએ વારંવાર આવી લોકોને ગરમીમાંથી રાહત અને ફ્રેશનેસ લાવવાનો પુરતો પ્રયત્ન કર્યો છે.

જ્યાં સુધી એક્ટિંગનો સવાલ છે, તો બર્ફી જેવી બહેતરીન ફિલ્મ બાદ રણબીર કપૂર પુનઃ એક વાર રોમાંટિક રોલ કરી લોકોને પોતાને પ્રેમ કરવા માટે મજબૂર કરે છે. નૈના જેવી સીધી-સાદી છોકરી સાથે દરેક સામાન્ય છોકરી પોતાને રિલેટ કરી શકે છે. એક સામાન્ય જીવન જીવનાર નૈના સ્ક્રીન ઉપર આવતાં જ સૌની ફેવરિટ બની જાય છે, તો બનીએ આજની ઝિંદગી સાથે રેસ લગાવતાં છોકરાઓનું જીવન પડદે ઉતાર્યું છે.

નૈના અને બની એકદમ અલગ

નૈના અને બની એકદમ અલગ

નૈના તેમજ બની સાથે સ્કૂલમાં ભણતા હતાં, પણ બંને એક-બીજા કરતાં એકદમ અલગ છે. નૈના એક બાજુ અભ્યાસમાં ડુબેલી રહેતી હતી, તો બની હંમેશા જીવન સાથે રેસ લગાવતાં પોતાના સપના પૂરાં કરવાની કોશિશમાં લાગેલ રહેતો. બની આખી દુનિયા પરવા માંગે છે. તેને રોકાવું પસંદ નથી અને લગ્નથી નફરત છે.

નૈના-બનીની મુલાકાત

નૈના-બનીની મુલાકાત

સ્કૂલ બાદ નૈના અને બની એક મનાલીની ટ્રિપ દરમિયાન મળે છે. નૈના પોતાનીબોરિંગ લાઇફથી કંટાળી પોતાના ઘરેથી ભાગી આ ટ્રિપ પર આવે છે અને બની પોતાના મિત્રો સાથે. બંને સ્ટેશને મળે છે અને આખી ટ્રિપ ઉપર મજા કરતા એક-બીજાના સારા મિત્ર બની જાય છે.

નૈનાને થયો બની સાથે પ્રેમ

નૈનાને થયો બની સાથે પ્રેમ

નૈનાને ટ્રિપ દરમિયાન બની સાથે પ્રેમ થઈ જાય છે અને તે બની સમક્ષ પ્રેમની અભિવ્યક્તિ કરવા જાય છે કે તેને ખબર પડે છે કે બની શિકાગો જઈ રહ્યો છે પોતાના જર્નલિજ્મના કોર્સ માટે. નૈનાને સમજાઈ જાય છે કે બનીને પોતાના સપનાઓ સાથે ખૂબ પ્રેમ છે અને તે લગ્ન કરી નૉર્મન જીવન નથી જીવવા માંગતો.

નૈના-બનીની પુનઃ મુલાકાત

નૈના-બનીની પુનઃ મુલાકાત

બનીના ચાલ્યા ગયા બાદ નૈના કેટલાંક વર્ષો બાદ બનીની મિત્ર અદિતી કે જે નૈનાની પણ મિત્ર બની જાય છે, તેના લગ્નમાં જાય છે. ત્યાં બની સાથે પુનઃ નૈનાની મુલાકાત થાય છે. નૈના બનીથી દૂર રહેવાની કોશિશ કરે છે, પણ બની આ વખતે નૈનાથી દૂર નથી રહી શકતો. તે પણ નૈનાને પ્રેમ કરી બેસે છે.

શું એક-બીજાનાં થશે નૈના-બની

શું એક-બીજાનાં થશે નૈના-બની

નૈના અને બનીની ઝિંદગીમાં આવતાં આ વિચિત્ર વળાંકો તેમને ક્યાં લઈ જાય છે અને શું બની પોતાની સપનાભરી ઝિંદગી છોડી નૈના સાથે લગ્ન કરી નૉર્મલ જીવન જીવવા તૈયાર થાય છે? સવાલોના જવાબ મેળવવા જુએ યે જવાની હૈ દીવાની. સેલિબ્રેટ લવ.

English summary
Yeh Jawaani Hai Deewani movie review Yeh Jawaani Hai Deewani, directed by Ayaan Mukherjee, features Ranbir Kapoor, Deepika Padukone. Yeh Jawaani Hai Deewani is a spirited cocktail of life about dreams, ambition, hope, eagerness, laughter, music, friendship, love and an absolute treat to the youth.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more