Shocking: ફિલ્મ 'Saaho'ના પોસ્ટર લગાવતી વખતે પ્રભાસના ફેનનું થયુ મોત
'બાહુબલી' ફેમ પ્રભાસની આવનારી ફિલ્મ 'સાહો' માટે તેના ફેન્સમાં જબરદસ્ત ક્રેઝ છે ખાસ કરીને સાઉથમાં એટલા માટે 30 ઓગસ્ટના રોજ રિલીઝ થનારી આ ફિલ્મના પોસ્ટર્સ અને હોર્ડિંગ્ઝ હાલમાં ચેન્નઈ, બેંગલુરુ, હૈદરાબાદની ગલીઓ ભરેલી છે. લોકોએ અહીં ફર્સ્ટ ડે ફર્સ્ટ શો માટે એડવાન્સ બુકિંગ કરી રાખ્યુ છે. વળી, આ દરમિયાન એક દુઃખદ સમાચાર પણ છે. લોકલ ચેનલના જણાવ્યા અનુસાર ફિલ્મના બેનરને થિયેટર પર લગાવવા દરમિયાન પ્રભાસના એક ફેનનું મોત થઈ ગયુ છે.

‘બાહુબલી' પ્રભાસના ફેનનુ મોત
મળતી માહિતી અનુસાર તેલંગાના સ્થિત મહેબુબનગરનો રહેવાસી પ્રભાસનો ફેન લોકલ થિયેટર પર સાહોના બેનર અને પોસ્ટર્સ લગાવી રહ્યો હતો. આ દરમિયાન થિયેટર બિલ્ડીંગથી બોર્ડ પર બેનર લગાવવા દરમિયાન એક ઈલેક્ટ્રીક વાયરના સંપર્કમાં આવવા અને કરન્ટ લાગવાના કારણે તે બિલ્ડીંગથી નીચે પડી ગયા અને ગંભીર રીતે ઘાયલ થઈ ગયો. તેને હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યો હતો પરંતુ રસ્તામાં જ તેણે દમ તોડી દીધો. હાલમાં પ્રભાસ પોતાના ફેનના મોતથી અજાણ છે, ફેનનું નામ વેંકટેશ નાયક બતાવવામાં આવી રહ્યુ છે.

‘સાહો' UAEમાં રિલીઝ થઈ ગઈ છે...
પ્રભાસ અને શ્રદ્ધા કપૂરની સાહો UAEમાં રિલીઝ થઈ ગઈ છે. ભારતમાં આ ફિલ્મ 30 ઓગસ્ટના રોજ રિલીઝ થશે. દૂબઈ અને યુએઈથી સાઉથ સુપરસ્ટાર પ્રભાસની સાહોને ડાયરેક્ટ સુપરહિટ બતાવવામાં આવી છે. 350 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મને આ વર્ષની સૌથી મોટી એક્શન ફિલ્મ માનવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ બિકીનીમાં ફોટોશૂટ બાદ 17 વર્ષની કિશોરી સાથે અભિનેતાએ કરી છેડતી, થઈ ધરપકડ

દેશભરમાં 10 હજાર સ્ક્રીન્સ
સુજીતના નિર્દેશનમાં બનેલી આ એક્શન ડ્રામા સાહોમાં પ્રભાસ અને શ્રદ્ધા કપૂર લીડ રોલમાં છે. ફિલ્મનો વામસી કૃષ્ણ રેડ્ડી, પ્રમોદ ઉપ્પલપતિ અને ભૂષણ કુમારે પ્રોડ્યુસ કરી છે, ફિલ્મને દેશભરમાં 10 હજાર સ્ક્રીન્સ મળ્યા છે.

આ પ્રભાસની પહેલી હિંદી ફિલ્મ
પ્રભાસની લોકપ્રિયતાને જોતા તેને તમિલ, તેલુગુ અને મલયાલમમાં પણ રિલીઝ કરવામાં આવી રહી છે. આ પ્રભાસની પહેલી હિંદી ફિલ્મ છે. ફિલ્મના એક્શન સીન પર કરોડો ખર્ચ કરવામાં આવ્યા છે. સાઉથથી સાહોની સૌથી વધુ કમાણીનું અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે. પ્રભાસ અને શ્રદ્ધા ઉપરાંત નીલ નિતિન મુકેશ, ચંકી પાંડે, જેકી શ્રોફ અને મહેશ માંજરેકર મહત્વની ભૂમિકા નિભાવી રહ્યા છે.