• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

બોલિવુડ છોડવાના નિર્ણય બાદ ઝાયરા વસીમે કર્યુ આ મોટુ એલાન

|
Google Oneindia Gujarati News

દંગલ ગર્લ ઝાયરા વસીમના બોલિવુડ છોડવાના નિર્ણય પર દરેક જણ હેરાન છે. ઝાયરાના આ પગલા પર બોલિવુડના કલાકારો સહિત ઘણી દિગ્ગજ હસ્તીઓએ ટ્વિટ કરીને કહ્યુ કે ફિલ્મોમાં કામ કરવા કે ના કરવાનો નિર્ણય તેમની પર્સનલ બાબત હોઈ શકે છે પરંતુ કોઈ ધર્મ કોઈને કામ કરવાથી કેવી રીતે રોકી શકે છે. વાસ્તવમાં ઝાયરા વસીમે હાલમાં જ 30 જૂને પોતાના ફેસબુક પેજ પર એક પોસ્ટ લખીને એલાન કર્યુ કે હવે તે બોલિવુડમાં કામ નહિ કરે કારણકે આમ કરવાથી તે પોતાના ધર્મ ઈસ્લામથી દૂર થઈ રહી છે. બોલિવુડ છોડવાના તેના નિર્ણય પર હજુ પણ ચર્ચા ચાલી રહી હતી કે હવે ઝાયરા વસીમે બીજુ એક મોટુ એલાન કરી દીધુ છે.

આ પણ વાંચોઃ અમદાવાદ એરપોર્ટ પર ફસાઈ કૃતિ સેનન, સવારે 4 વાગે લોકોએ સેલ્ફી લેવા ઘેરી લીધીઆ પણ વાંચોઃ અમદાવાદ એરપોર્ટ પર ફસાઈ કૃતિ સેનન, સવારે 4 વાગે લોકોએ સેલ્ફી લેવા ઘેરી લીધી

ઝાયરાનું બીજુ એક મોટુ એલાન

ઝાયરાનું બીજુ એક મોટુ એલાન

વાસ્તવમાં સમાચાર છે કે બોલિવુડ છોડવાના નિર્ણય બાદ હવે ઝાયરા વસીમે કહ્યુ છે કે તે પોતાની આવનારી ફિલ્મ ‘ધ સ્કાઈ ઈઝ પિંક'ના પ્રમોશનમાં શામેલ નહિ થાય. ઝાયરાએ પોતાના આ નિર્ણય માટે ફિલ્મના પ્રોડ્યુસરને અનુરોધ કર્યો છે કે તેમને પ્રમોશન સાથે જોડાયેલા ઈવેન્ટ્સનો હિસ્સો બનાવવામાં ન આવે. ઝાયરાના આ નિર્ણયથી ફિલ્મમાં તેમના સહ કલાકારોને પણ ઝટકો લાગી શકે છે. તમને જણાવી દઈએ કે ‘ધ સ્કાઈ ઈઝ પિંક' ફિલ્મમાં ઝાયરા વસીમ ઉપરાંત ફરહાન અખ્તર અને પ્રિયંકા ચોપડા મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ 11 ઓક્ટોબરે રિલીઝ થશે.

ફેસબુક પર લખી હતી આ પોસ્ટ

ફેસબુક પર લખી હતી આ પોસ્ટ

ઉલ્લેખનીય છે કે હાલમાં જ બોલિવુડ છોડવાનો નિર્ણય કરીને ઝાયરા વસીમે પોતાના ફેસબુક પેજ પર લખ્યુ, ‘પાંચ વર્ષ પહેલા મે બોલિવુડમાં આવવાનો નિર્ણય કર્યો હતો અને ત્યારબાદ મારુ જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયુ. આ સફર મારા માટે સરળ નથી રહ્યુ, હું સતત પાંચ વર્ષોથી લડી રહી છુ પરંતુ હવે હિંમત નથી એટલા માટે હું બોલિવુડ સાથે મારો સંબંધ હંમેશા માટે તોડી રહી છુ. ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાવા પર હું મારા ધર્મ ઈસ્લામથી દૂર થઈ રહી છુ. છેલ્લા ઘણા સમયથી હું પોતાને સમજાવવાની કોશિશ કરી રહી હતી કે હું જે કરી રહી છુ તે બધુ યોગ્ય છે પરંતુ છેવટે મને સમજાઈ ગયુ છે કે પોતાના ધર્મ ઈસ્લામના બતાવેલા રસ્તા પર ચાલવામાં હું એક વાર નહિ પરંતુ 100 વાર નિષ્ફળ રહી છુ. નવી લાઈફ સ્ટાઈલમાં હું ફિટ નથી થઈ રહી, આ જ કારણે હું હવે થાકી ગઈ છુ અને મે સિનેમા છોડવાનો નિર્ણય કરી લીધો છે.'

અકાઉન્ટ હેક થવાના સમાચારોનું કર્યુ ખંડન

અકાઉન્ટ હેક થવાના સમાચારોનું કર્યુ ખંડન

તમને જણાવી દઈએ કે ઝાયરાના આ નિર્ણય બાદ મીડિયામાં એવા સમાચારો પણ આવ્યા હતા કે તેના મેનેજરે કહ્યુ છે કે સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી પોસ્ટ ઝાયરાએ નથી કરી પરંતુ તેનું અકાઉન્ટ હેક થયુ છે. ત્યારબાદ એક વાર ફરીથી ઝાયરાના નિર્ણય વિશે ચર્ચાઓ વધી ગઈ હતી. જો કે તેના તરત જ બાદ ઝાયરા વસીમે ફરીથી પોતાના ફેસબુક પેજ પોસ્ટ લખીને સ્પષ્ટ કર્યુ કે તેમનુ અકાઉન્ટ હેક નથી થયુ અને તે પોતે પોતાનુ અકાઉન્ટ ચલાવી રહી છે. કૃપા કરીને આનાથી અલગ કરવામાં આવી રહેલા કોઈ પણ દાવા પર ભરોસો ના કરો.'

સપા સાંસદ બોલ્યા ઝાયરાએ યોગ્ય નિર્ણય કર્યો

સપા સાંસદ બોલ્યા ઝાયરાએ યોગ્ય નિર્ણય કર્યો

એવુ નથી કે બધા લોકો ઝાયરાના આ નિર્ણય પર આંગળી ઉઠાવી રહ્યા છે, અમુક લોકોએ તેના નિર્ણયનું સમર્થન પણ કર્યુ છે. યુપીની મુરાદાબાદ લોકસભા સીટથી સમાજવાદી પાર્ટીના સાંસદ એસટી હસને ઝાયરાના નિર્ણયનું સમર્થન કરીને કહ્યુ, ‘ઈસ્લામમાં પુરુષોને રિઝવવા માટે શરીર બતાવવાને હરામ માનવામાં આવ્યુ છે, ફિલ્માં બધુ કરવાનું હોય છે. હિંદુ ધર્મમાં પણ આ યોગ્ય માનવામાં આવ્યુ નથી. એવામાં ઝાયરાએ બોલિવુડ છોડીને યોગ્ય કર્યુ. જો એ રીતના કપડા પહેરાવવામાં આવી રહ્યા છે જેનાથી શરીર દેખાય તો હું સમજુ છુ કે ઝાયરાએ યોગ્ય કર્યુ.' બીજી તરફ અનુપમ ખેરે ટ્વિટ કરીને કહ્યુ, ‘ જો ઝાયરાએ ધર્મના નામ પર એક્ટિંગ છોડવા જેવો નિર્ણય કર્યો છે તો બની શકે કે આ તેનો પોતાનો નિર્ણય ન હોય અને આના માટે તેના પર દબાણ કરવામાં આવ્યુ હોય પરંતુ આ તેની જિંદગી છે અને તે ચાહે તો કોઈ પણ નિર્ણય લઈ શકે છે, હું તેના નિર્ણયનું સમ્માન કરુ છુ. મને લાગે છે કે અત્યારે આપણે તેને એકલી છોડી દેવી જોઈએ.'

English summary
Zaira Wasim New Decision After Quits Bollywood.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X