For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બિંદાસ્ત ઝોહરા સહેગલ : ‘જિંદગી હસીન હૈ, નજર ઉઠા કે તો દેખ...’

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 11 જુલાઈ : જિંદગી હસીન હૈ, નજર ઉઠા કે તો દેખ. હા જી, જિંદગી બેહદ હસીન છે. બસ જરૂર છે તેને દિલથી બિંદાસ્ત થઈ જીવવાની. આ જ ફિલસૂફી હતી ગુરુવારે નિધન પામેલા 102 વર્ષીય પ્રતિભાશાળી અભિનેત્રી ઝોહરા સહેગલની.

ઝોહરાએ આ શબ્દો ગત વર્ષ એટલે કે 27મી એપ્રિલ, 2013ના રોજ પોતાના 101મા જન્મ દિવસ પ્રસંગે લોકો સમક્ષ કહ્યા હતાં. ઝોહરાએ જણાવ્યુ હતું, ‘ભલે આજે હું 101 વર્ષની થઈ ગઈ, તો શું થયું? હું આજે પણ પોતાના જીવનની દરેક પળ માણી રહી છું.' પોતાના જન્મ દિવસ પ્રસંગે દિલ્હી ખાતે આવેલ ઇંડિયા હૅબિટેટ સેંટરમાં કેક કાપતાં ઝોહરાની ખુશીના અંદાજો અને ઉર્જાએ તે વખતે સૌના દિલ જીતી લીધા હતાં. આ પ્રસંગે તેમના દીકરી કિરણ સહેગલ દ્વારા લિખિત ‘ઝોહરા સહેગલ ફૅટી'નું વિમોચન તે વખતના વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહના પત્ની ગુરશરણ કૌરે કર્યુ હતું. પુસ્તકમાં તેમના જીવન સાથે જોડાયેલી ખાટી-મીઠી યાદોનો ઉલ્લેખ છે.

પોતાના ખુશમિજાજ અંદાજ માટે જાણીતા ઝોહરાએ પોતાના જન્મ દિવસના પ્રસંગને યાદગાર બનાવી દીધો હતો. લોકોને અહેસાસ કરાવ્યો હતો કે જિંદગી એક ખૂબસૂરત પુસ્તક છે કે જેને ખુશીથી વાંચવુ જોઇએ. ઝોહરાએ પોતાના વીતેલા દિવસોને યાદ કરતાં કહ્યુ હતું કે પૃથ્વીરાજ કપૂર શ્રેષ્ઠ કલાકાર હોવાની સાથે-સાથે એક સારા માણસ પણ હતાં કે જેમને પોતાના સાથી કલાકારોનો સમ્પૂર્ણ ખ્યાલ રહેતો હતો. ઝોહરા સહેગલ પહેલા ડાન્સર બન્યાં, પછી કોરિયોગ્રાફર અને પછી અભિનેત્રી બન્યાં.

ચાલો સ્લાઇડર સાથે જાણીએ ઝોહરા સહેગલના જીવનની વધુ રસપ્રદ બાબતો :

એક ઘર મળી જાય...

એક ઘર મળી જાય...

ભારતીય સિનેમાના સૌથી વડીલ અભિનેત્રી ઝોહરા સહેગલ દક્ષિણ દિલ્હીના મંદાકિની એંક્લેવમાં પુત્રી કિરણ સહેગલ સાથે રહેતા હતાં. તેમણે 2011માં દિલ્હી સરકારને પત્ર લખી એક ઘર આપવાની માંગણી કરી હતી.

ડાન્સર તરીકે શરુઆત

ડાન્સર તરીકે શરુઆત

ઝોહરાએ પોતાના કૅરિયરની શરુઆત એક ડાન્સર અને ડાન્સ દિગ્દર્શક તરીકે કરી હતી. ઝોહરા થિયેટરને પોતાનો પ્રથમ પ્રેમ ગણતા હતાં. ત્યાંથી જ તેમણે અભિનેયની ઝીણવટો શીખી. ઝોહરાએ પૃથ્વીરાજ કપૂરના પૃથ્વી થિયેટરમાં લગભગ 14 વર્ષ કામ કર્યું.

કપૂરથી કપૂર સુધી

કપૂરથી કપૂર સુધી

ઝોહરાએ પૃથ્વીરાજ કપૂરથી લઈ રણબીર કપૂર સુધી એટલે કે બૉલીવુડના જાણીતા કપૂર પરિવારની ચાર પેઢીઓ સાથે કામ કર્યું. ઝોહરા સહેગલ ભાજી ઑન ધ બીચ (1992), હમ દિલ દે ચુકે સનમ (1999), બેંડ ઇટ લાઇક બેકહમ (2002), દિલ સે (1998) અને ચીની કમ (2007) જેવી ફિલ્મોમાં બહેતરીન અભિનય માટે જાણીતા છે. તેમની છેલ્લી ફિલ્મો ચીની કમ અને સાવરિયા હતી.

પદ્મવિભૂષણથી સન્માનિત

પદ્મવિભૂષણથી સન્માનિત

ઝોહરા સહેગલનો જન્મ 27મી એપ્રિલ, 1912ના રોજ ઉત્તર પ્રદેશમાં સહારનપુર ખાતે થયો હતો. દહેરાદૂન નજીક ચકરાતા ખાતે ભણેલા-ગણેલા ઝોહરાને ભારત સરકારે 1998માં પદ્મશ્રી અને 2000માં પદ્મ વિભૂષણ વડે સન્માનિત કર્યા હતાં.

સૌ પ્રથમ આંતર્રાષ્ટ્રીય મંચનો અનુભવ

સૌ પ્રથમ આંતર્રાષ્ટ્રીય મંચનો અનુભવ

ઝોહરા સહેગલ પ્રથમ એવા ભારતીય છે કે જેમણે સૌ પ્રથમ આંતર્રાષ્ટ્રીય મંચનો અનુભવ કર્યો. તેમણે 1960ના દાયકાના મધ્યે રુડયાર્ડ કિપલિંગની ધ રેસ્ક્યૂ ઑફ પ્લૂફ્લેસ ફિલ્મમાં કામ કર્યું.

નાના પડદે

નાના પડદે

વર્ષ 1990ના દાયકામાં લંડનથી ભારત પરત ફરતા પહેલા ઝોહરાએ ધ જ્વેલ ઇન ધ ક્રાઉન, માય બ્યુટીફુલ લાઉંડરેટ, તંદૂરી નાઇટ્સ તથા નેવર સે ડાય જેવા ટેલીવિઝન કાર્યક્રમોમાં પણ કામ કર્યું.

પદ્મશ્રી

પદ્મશ્રી

ઝોહરા સહેગલને 1998માં પદ્મશ્રી, 2001માં કાલિદાસ સન્માન, 2004માં સંગીત નાટક અકાદમી પુરસ્કાર વડે સન્માનવામાં આવ્યાં.

લાડલી ઑફ ધ કન્ટ્રી

લાડલી ઑફ ધ કન્ટ્રી

‘યુનાઇટેડ નેશન્સ પૉપ્યુલેશન ફંડ-લાડલી મીડિયા ઍવૉર્ડસ'એ 2008માં ઝોહરા સહેગલને ‘લાડલી ઑફ ધ કન્ટ્રી' પુરસ્કારથી સન્માનિત કર્યા હતાં.

આજે થશે અંતિમ સંસ્કાર

આજે થશે અંતિમ સંસ્કાર

જાણીતા અભિનેત્રી ઝોહરા સહેગલના આજે અંતિમ સંસ્કાર

English summary
From Prithviraj Kapoor to his great grandson Ranbir Kapoor - Zohra Sehgal held the feat of working with the oldest and newest generation of Bollywood. Zohra, who passed away Thursday at the age of 102.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X