• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Pics : રોદળા છોડી ઢિશુમ ઢિશુમ કરશે હુમા કુરૈશી

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 22 જૂન : ગત વર્ષે અનુરાગ કશ્યપ દિગ્દર્શિત ગૅંગ્સ ઑફ વાસેપુર ફિલ્મ સાથે ચર્ચામાં આવનાર બૉલીવુડ અભિનેત્રી હુમા કુરૈશી હવે નિખિલ અડવાણીની ડી ડે ફિલ્મમાં મારધાડ કરતાં નજરે પડશે.

હુમાએ જણાવ્યું - હું પહેલી વાર મારધાડ વાળી ફિલ્મ કરી રહી છું અને તેને લઈને ખૂબ ઉત્સાહિત છું. આ એક રીતે એક્શન ફિલ્મ છે કે જેમાં એજંટ પાકિસ્તાન જઈ ત્યાંથી અપરાધીઓને પાછા લાવે છે. ડી ડે ફિલ્મમાં ઋષિ કપૂર પણ છે કે જેઓ દાઉદ ઇબ્રાહીમના લુકમાં છે.

નોંધનીય છે કે ગૅંગ્સ ઑફ વાસેપુર ફિલ્મમાં હુમાએ મનોજ બાજપાઈ તથા નવાઝુદ્દીન સિદ્દીકી સાથે કામ કર્યુ હતું, જ્યારે ડેઢ ઇશ્કિયા ફિલ્મમાં તેઓ માધુરી દીક્ષિત તથા અરશદ વારસી તથા નવાઝુદ્દીન જેવા કલાકારો સાથે કામ કરી રહ્યાં છે.

આવો તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :

અબ હમારી બારી હૈ

અબ હમારી બારી હૈ

નિખિલ અડવાણીની ડી ડે ફિલ્મનું નવું પોસ્ટર લૉન્ચ થયું છે કે જેમાં લખ્યું કે અબ હમારી બારી હૈ

એક્શન કરશે હુમા

એક્શન કરશે હુમા

હુમા કુરૈશી કહે છે - હું ભાગ્યશાળી છું, કારણ કે બૉલીવુડમાં નવી હોવા છતા મને મનોજ બાજપાઈ, નવાઝુદ્દીન, ઇરફાન ખાન, અરશદ, નસીરુદ્દીન શાહ તથા માધુરી જેવા બહેતરીન કલાકારો સાથે કામ કરવાની તક મળી રહી છે.

અર્જુન-ઇરફાન-શ્રુતિ

અર્જુન-ઇરફાન-શ્રુતિ

હુમા તાજેતરમાં જ એક થી ડાયન ફિલ્મમાં દેખાયા હતાં કે જેમાં તેમની સાથે ઇમરાન હાશમી, કોંકણા સેન શર્મા તથા કલ્કી કોચલીન પણ હતાં. ડી ડે ફિલ્મમાં અર્જુન રામપાલ, ઇરફાન અને શ્રુતિ હસન પણ છે.

19મી જુલાઈએ રિલીઝ

19મી જુલાઈએ રિલીઝ

ડી ડે ફિલ્મ 19મી જુલાઈના રોજ રિલીઝ થવાની છે.

English summary
Actress Huma Quereshi chose action over emotional drama in ‘D-Day’.The film is directed by Nikhil Advani and In Abhishek Choubey's directorial venture Dedh Ishqiya actress Huma Qureshi .
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X