
Happy Birthday: એક્ટિંગ ઉપરાંત ભૂમિકા બારોટને સિંગિંગ અને ડાન્સનો છે શોખ, જાણો અજાણી વાતો
બસ ચા સુધીની હાલ ત્રીજી સિઝન ચાલી રહી છે. અને આ ગુજરાતી વેબસિરીઝની ત્રણેય સિઝન હિટ રહી છે. ખાસ કરીને પહેલી સિઝન લોકોને ખૂબ જ પસંદ આવી હતી. આ પહેલી સિઝનમાં દેખાયેલા ભૂમિકા બારોટનો આજે જન્મદિવસ છે, ત્યારે જાણો ગોર્જિયસ ગુજરાતી ગોરી વિશેની અજાણી વાતો!!
બસ ચા સુધી ફેમ એક્ટ્રેસના ફોટા જોઈને જ તમે તેમના ફેન થઈ જશો. ક્યુટનેસ તો આ ગુજરાતી ગોરીમાં ભરી ભરીને છે. બસ ચા સુધીએ ભૂમિકા બારોટને લગભગ તમામ ગુજરાતીઓમાં લોકપ્રિય કરી દીધા હતા. પહેલી સિઝનથી જ બસ ચા સુધીએ પોતાનો ફેનબેઝ બનાવ્યો હતો. અને અત્યાર સુધી હિન્દી સિરીયલ્સ પણ કરી ચૂકેલા ભૂમિકાને સૌથી મોટી ઓળખ આ વેબસિરીઝથી જ મળી.

ભૂમિકાનો આજે બર્થ ડે
પર્સનલ લાઈફમાં ભૂમિકાને એક્ટિંગ મોડેલિંગ સિવાય ડાન્સ અને કોરિયોગ્રાફી ખૂબ ગમે છે. આ ઉપરાંત તેમને સ્વિમિંગ અને સિંગિંગ કરવું પણ ગમે છે. ભૂમિકાને ફ્યુચરમાં સ્વિમિંગ એક્સપ્લોર કરવું છે, કોરિયોગ્રાફી કરવી છે અને ટ્રાવેલિંગ તેમજ એડવેન્ચર કરવાની ઈચ્છા છે.
વેબસિરીઝ ઉપરાંત ભૂમિકા હિન્દી સિરીયલ્સ, ગુજરાતી ફિલ્મો અને નાટકોમાં પણ કામ કરે છે. તેમનું નાટક ‘મેરા પિયા ઘર આના' હાલ ઓન ફ્લોર છે. જેમાં તેમની સાથે ઓજસ રાવલ અને હેમાંગ દવે જેવા કલાકારો છે.

GLSમાં અભ્યાસ
ભૂમિકાની પર્સનલ લાઈફની વાત કરીએ તો કચ્છના ગાંધીધામમાં જન્મેલા આ સુંદર એક્ટ્રેસ અમદાવાદમાં મોટા થયા છે. ભૂમિકા આર્ટ્સમાં ઇતિહાસના વિષય સાથે ગ્રેજ્યુએટ છે. તો તેઓ શહેરની ખૂબ જ જાણીતી GLSમાં અભ્યાસ કરી ચૂક્યા છે.

ઘરમાં મોટા ભાગના લોકો ગવર્નમેન્ટ જોબમાં
ભૂમિકાના ઘરમાં મોટા ભાગના લોકો ગવર્નમેન્ટ જોબમાં છે. પરંતુ આપણા આ એક્ટ્રેસે પહેલેથી જ પરિવારમાં દુજો ચીલો ચાતર્યો છે. ભૂમિકાને બાળપણથી જ ડાન્સ ખૂબ જ ગમતો હતો, તેમને આગળ કરિયર બનાવવા મુંબઈ પણ આવવું હતું, જો કે બોર્ડની એક્ઝામ હોવાથી તેઓ ત્યારે મુંબઈ ન આવ્યા. પરંતુ હાલ એક્ટિંગ માટે તેઓ મુંબઈમાં જ રહીને પોતાનું સપનું પુરુ કરી રહ્યા છે.

મોડેલિંગ
ગ્રેજ્યુએશનની સાથે સાથે જ ભૂમિકાએ મોડેલિંગ, એન્કરિંગ કરવાની શરૂઆત કરી હતી. કોલેજના ફર્સ્ટ યરમાં તેમણે એક ચેનલ માટે ગેમ ઓરિએન્ટેડ શો હોસ્ટ કર્યો, તો સેકન્ડ યરમાં પણ તેમણે આ કામ ચાલુ રાખ્યું. સેકન્ડ યરમાં ભણતા સમયે ભૂમિકા ડીડી ગિરનારમાં એક શોમાં એન્કરિંગ કરતા હતા. ભૂમિકા કહે ટીવાયમાં પણ મેં ઈટીવી ગુજરાતીનો શો પરફેક્ટ વુમન હોસ્ટ કર્યો.

બેસ્ટ સ્માઈલનો એવોર્ડ
મોડેલિંગમાં રસ હોવાને કારણે ભૂમિકાએ આ ક્ષેત્રે પણ પ્રયત્ન કર્યા, અને હાલ તો તેઓ ઘણી જાણીતી બ્રાન્ડઝ માટે મોડેલિંગ કરી ચૂક્યા છે. આ ઉપરાંત તેઓ મિ. એન્ડ મિસ અમદાવાદની કોમ્પિટિશનમાં બેસ્ટ સ્માઈલનો એવોર્ડ જીતી ચૂક્યા છે.

પેશનને ફોલો કરી
એન્કરિંગ કરવાની સાથે ભૂમિકા પોતાના સપનાને પોતાના પેશનને ફોલો કરવાનું નહોતા ભૂલ્યા. બોર્ડની એક્ઝામ સમયે તેઓ મુંબઈ આવવા ઈચ્છતા હતા, અને આ ઈચ્છા તેમણે 2013માં પૂરી કરી. ગ્રેજ્યુએશન પુરુ કર્યા બાદ 2013માં આખરે ભૂમિકા સપનાની નગરી મુંબઈ શિફ્ટ થયા અને ઓડિશન આપવાની શરૂઆત કરી.

એક્ટિંગમાં તેમને પહેલો બ્રેક
એક્ટિંગમાં તેમને પહેલો બ્રેક 'હમારી સાસ લીલા'માં મળ્યો. જેમાં તેમણે થોડાક એપિસોડ માટે નિકીનું પાત્ર ભજવ્યું.

આકરી મહેનત રંગ લાવી
બસ પછી તો શું? ભૂમિકા બારોટની આકરી મહેનત અને ડેડિકેશનના કારણે એક્ટિંગમાં તેમની ગાડી અટકી નથી. તેઓ ઝીટીવીના શો ફિયર ફાઈલ્સ, આહટ, CID જેવી જુદી જુદી સિરીયલ્સમાં કામ કરી ચૂક્યા છે.

જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ
હિન્દી સિરીયલ્સની સાથે ભૂમિકાએ માતૃભાષાનો સાથ નથી છોડ્યો. તેઓ ચિત્રલેખા નાટ્ય સ્પર્ધામાં કાચિંડો નામનું નાટક ભજવી ચૂક્યા છે, જેમાં તેઓ લીડ રોલમાં હતા. આ સિવાય ભૂમિકા 'ચિત્રલેખા' નામનું માઈથોલોજિકલ પ્લે અને 'જમીન' નામનું રુરલ પ્લે કરી ચૂક્યા છે.
તો વન ઈન્ડિયા તરફથી આ સુંદર ક્યુટ ગુજરાતી ગોરીને મેની મેની હેપ્પી રિટર્ન્સ ઓફ ધી ડે