એક્ટર અને સિંગરની સાથે સાથે કૂલ મોમ પણ છે ‘ગોળકેરી’ના એક્ટ્રેસ માનસી ગોહિલ
ઉરી જેવી બોલીવુડ ફિલ્મમાં દેખાઈ ચૂકેલા માનસી ગોહિલ હવે ગુજરાતી ફિલ્મોમાં ડેબ્યુ કરી રહ્યા છે. નેક્સ્ટ વીકમાં રિલીઝ થઈ રહેલી ફિલ્મ હોમપ્રોડક્શનની ફિલ્મ 'ગોળકેરી’માં તે મલ્હાર ઠાકરની ઓપોઝિટ ડેબ્યુ કરશે. ત્યારે જુઓ આ ગોર્જિયસ ગુજરાતી ગોરીનો કૂલ મોમ અંદાજ.

બોલિવુડમાં કર્યું કામ
એક્ટર અને સિંગર અને માનસી પારેખ ગોહિલ ઘણી બોલીવુડ ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. તો મલ્હાર ઠાકર સાથે તે ગુજરાતી વેબસિરીઝ ‘ડુ નોટ ડિસ્ટર્બ'માં પણ દેખાયા હતા. ક્યૂટ માનસી ગોહિલની પુત્રી નિર્વી પણ મોમ જેવી જ સુપર ક્યૂટ છે.

પાર્થિવ ગોહિલ સાથે લગ્ન કર્યા
માનસી ગોહિલે જાણીતા ગુજરાતી સિંગર પાર્થિવ ગોહિલ સાથે લગ્ન કર્યા છે. જુઓ આ ફોટોમાં ત્રણેય સાથે કેટલા સુંદર લાગી રહ્યા છે.

સુપર મોમ
માનસી ગોહિલ સુપર કૂલ મોમ છે. ક્યૂટ નિર્વી સાથે તે ઘણીવાર આઉટિંગ કરતા જોવા મળે છે. કેટલીકવાર આ મા-દિકરી ટ્વિનિંગ પણ કરે છે.

પુત્રી નિર્વી સાથે ફોટો કરે છે શેર
માનસી ગોહિલ પોતાની પુત્રી નિર્વી સાથેના ફોટોઝ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા રહે છે. અને આ ફોટોઝ ફેન્સે પણ બહુ પસંદ આવે છે. બંનેમાંથી કોણ વધારે ક્યુટ લાગે છે તે કહેવું મુશ્કેલ છે ને !!

નિર્વી ગોહિનું પણ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ
ઈન્સ્ટાગ્રામ પર નિર્વી ગોહિલનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પણ છે. જેમાં તેના સિંગલ ક્યૂટ ફોટોઝ તમે ઉપરાંત વીડિયોઝ જોઈ શકો છો. પરંતુ કૂલ મોમ માનસી ગોહિલ સાથે નિર્વીનો અંદાજ કંઈક અલગ જ હોય છે.

બન્ને કરે છે ટ્વીનિંગ
નિર્વી મમ્મી માનસીની લાડકી ગુડિયા છે. બંને મોટા ભાગે સરખી જ સ્ટાઈલ કરતા જોવા મળે છે. આ ફોટોમાં જુઓ ટ્રેડિશનલ વૅરમાં બંને કેટલા સુંદર લાગી રહ્યા છે. નિર્વીની સ્માઈલ પણ મમ્મી માનસી ગોહિલ જેવી જ છે.

ફિલ્મ ઉરીમાં કર્યો છે રોલ
ફિલ્મ ઉરીમાં વિકી કૌશલની બહેનના રોલમાં માનસી ગોહિલ દેખાયા હતા. જુઓ એ જ ફિલ્મનો સૌથી હિટ ડાઈલોગ લખેલી ટી શર્ટમાં પણ નિર્વી અને માનસી ગોહિલે ટ્વિનિંગ કર્યુ છે. લાગે છે કે વ્હાઈટ બંનેનો ફેવરિટ રંગ છે.

કુલ મુડમાં આવે છે નજર
ઘરમાં તો નિર્વી પણ પોતાની કૂલ મોમને તોફાનોથી હંફાવતી લાગે છે. આમ તો બંને હંમેશા કૂલ મૂડમાં જ દેખાય છે, પરંતુ આ ફોટોમાં નિર્વી મમ્મીની વાત માનતી ન હોય તેવું લાગી રહ્યુ છે.

ફોટોઝના શોખીન
નિર્વી અને મોમ માનસી ગોહિલ બંને ફોટોઝના શોખીન છે. જુઓ આ ફોટોમાં જ્યારે માનસી પોઝ આપી રહ્યા છે. ત્યારે નિર્વી પણ કેવી પાછળ ઉભી છે.

મુમેન્ટ કરે છે ઇન્જોય
નાની બાળકીઓને ફ્રોકમાં જોવી તેમના મોમ ડેડને ખૂબ ગમતું હોય છે. આ ફોટો માનસી પારેખ પણ કંઈક આવી જ મોમેન્ટ એન્જોય કરી રહ્યા છે.
મલંગમાં દિશા સાથે વાઈલ્ડ Kiss પોઝ વિશે આદિત્ય રૉય કપૂરઃ ઘરે ટ્રાય ના કરતા