ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર નરેશ કનોડિયા કોરોના પૉઝિટીવ
અમદાવાદઃ 'ભાગ કોરોના...' ગીત સાથે ઢોળ વગાડનાર ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર નરેશ કનોડિયા હવે ખુદ કોરોના વાયરસની ચપેટમાં આવી ગયા છે. રિપોર્ટ પૉઝિટીવ આવતા તેમને અમદાવાદની યુ એન હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. જ્યાંથી તેમનો એક ફોટો સામે આવ્યો છે જેમાં નરેશ કનોડિયા ઑક્સિજન માસ્ક સાથે જોવા મળી રહ્યા છે. તેમના દીકરા તેમજ કડીના ધારાસભ્ય હિતુ કનોડિયાએ જણાવ્યુ કે અમે પિતાની જલ્દી સ્વસ્થ થવાની કામના કરી રહ્યા છે. તે રાજ્યમાં ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે.

125થી પણ વધુ ફિલ્મોમાં કામ કર્યુ
નરેશ કનોડિયા ગુજરાતના એવા કલાકાર છે જેમણે અત્યાર સુધી 125થી પણ વધુ ફિલ્મોમાં કામ કર્યુ છે. એક સમયે તેમનુ ફિલ્મમાં હોવુ હિટ થવાન ગેરેન્ટી માનવામાં આવતુ હતુ. તેમની અને સ્નેહલતાની જોડી આજે પણ લોકો વચ્ચે હિટ માનવામાં આવે છે.

ફેન્સ કરી રહ્યા છે પ્રાર્થના
નરેશ કનોડિયાએ ગુજરાતી અભિનેત્રી મોના થિબા સાથે લગ્ન કર્યા હતા. બંનેના દીકરાનુ નામ રાજવીર છે. આજે પણ નરેશની ફિલ્મો માટે દર્શક વર્ગ છે. તેમના ફેન્સ તેમના જલ્દી રિકવર થવાની પ્રાર્થના કરી રહ્યા છે. નરેશ કનોડિયાનો જન્મ 20 ઓગસ્ટ, 1943ના રોજ થયો હતો.

ભાગ કોરોના ભાગ ગીત ગાયુ હતુ
નરેશ કનોડિયા ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર રહી ચૂક્યા છે. તેમણે કોરોના વાયરસના કેસ સામે આવ્યા તે દરમિયાન ભાગ કોરોના ભાગ ગીત ગાયુ હતુ. તેમનો એ વીડિયો પણ વાયરલ થઈ ગયો. જેમાં તે ઢોલ વગાડતા દેખાઈ રહ્યા હતા.
મિર્ઝાપુર 2ની 'ગોલુ' શ્વેતા ત્રિપાઠી અસલ જીવનમાં છે ખૂબ જ બોલ્ડ, ફોટા જોઈને લાગશે ઝટકો