જુઓ કેવી રીતે આપણા ગુજ્જુ સેલેબ્સે ઉજવી રંગબેરંગી ધૂળેટી!
આપણા મનગમતા, ચહીતા ગુજરાતી સ્ટાર્સે પણ મન ભરીને રંગોનો તહેવાર ઉજવ્યો છે. જુઓ ફોટોઝ અને જાણો કે આપણા સ્ટાર્સ કોના રંગે રંગાયા છે.
ધૂળેટીના પર્વની મજા તમે બધાએ માણી હશે. અને તહેવારો ઉજવવામાં આપણા સેલેબ્સ પણ પાછળ નથી. આપણા મનગમતા, ચહીતા ગુજરાતી સ્ટાર્સે પણ મન ભરીને રંગોનો તહેવાર ઉજવ્યો છે. જુઓ ફોટોઝ અને જાણો કે આપણા સ્ટાર્સ કોના રંગે રંગાયા છે.

આટલા બધા સ્ટાર્સ એક સાથે!!
ઓહો.. આટલા બધા સ્ટાર્સ એક સાથે!! આકાશ ઝાલા, પાર્થ ઓઝા, ઐશ્વર્યા મજમુદાર, ભક્તિ કુબાવત, ઓજસ રાવલ, તુષાર સાધુ, અરવિંદ વેગડા આ બધાએ એક સાથે ભેગા થઈને હોળી પાર્ટી એન્જોય કરી હતી. જેના ફોટોઝ તેમણે સોશિયલ મીડિયા પર શૅર કર્યા છે.

ઐશ્વર્યા મજમુદાર
આ જુઓ ગુજરાતી ગર્લ ઐશ્વર્યા મજમુદાર અને આકાશ ઝાલાની રંગબેરંગી સેલ્ફી... ફોટો જોઈને લાગે છે બંનેએ જોરદાર ધૂળેટી એન્જોય કરી છે.

મુલ્કરાજ ગઢવી
તો ઐશ્વર્યા મજમુદાર આ હોળીમાં પ્રેમના રંગે પણ રંગાઈ ગયા. ઐશ્વર્યાએ ધૂળેટીના દિવસે પોતાના લવ્ડ વન મુલ્કરાજ ગઢવીને યાદ કરીને ઈન્સ્ટાગ્રામ પર ફોટો પોસ્ટ કર્યો હતો. જેમાં બંને ધૂળેટી મનાવતા દેખાઈ રહ્યા છે.

ક્રીના શાહ સાથે
આકાશ ઝાલાએ ધૂળેટી રમવાની સાથે સાથે સેલ્ફી પણ ખૂબ લીધી છે. આ ફોટોમાં તે એક્ટ્રેસ ક્રીના શાહ સાથે દેખાઈ રહ્યા છે. ફોટો જોઈને ગાવાનું મન થાય.. શામ ગુલાબી.. શહેર ગુલાબી...

કિંજલ દવે
બલમ પિચકારી જો તુને મુઝે મારી.. કિંજલ દવેને તો જુઓ.. કલર અને પિચકારી લઈને તે ધૂળેટીના ફૂલ મૂડમાં દેખાઈ રહ્યા છે. રંગના પર્વે રંગબેરંગી ટીશર્ટ પહેરીને કિંજલ દવેએ પણ ધૂળેટીનો આનંદ માણ્યો.

ગીતા રબારી
ગીતા રબારી પણ ધૂળેટી ઉજવવામાં પાછળ નથી રહ્યા. ગુલાલ લઈને તેમણે પણ મિત્રો અને ફેમિલી સાથે ધૂળેટી ઉજવી. ગીતા રબારીએ આ ફોટો પોસ્ટ કરીને પોતાના ફેન્સને શુભેચ્છા પાઠવી હતી.

ઐશ્વર્યા મજમુદાર અને ભક્તિ કુબાવત
ગોર્જિયસ લાગે છે ને બંને ગર્લ્સ.. ઐશ્વર્યા મજમુદાર અને ભક્તિ કુબાવતે ધૂળેટી ઉજવવા દરમિયાન સેલ્ફી ઝડપી લેવાનો સમય પણ કાઢી જ લીધો.

પાર્થ ઓઝા
પાર્થ ઓઝાએ ધૂળેટી ઉજવવાની સાથે સાથે જૂની મેમરી પણ શૅર કરી હતી. આ ફોટોમાં તેમની સાથે રૌનક કામદાર, ડિમ્પલ બિસ્કિટવાલા દેખાઈ રહ્યા છે. ગત વર્ષે તેમનું ગીત મારા ભોળા દિલનો રિલીઝ થયું હતું, જેને રૌનક કામદારે ડિરેક્ટ કર્યુ હતું.

મયુર ચૌહાણ મિત્રો સાથે
આ છે એક્ટર્સ મિત્રોની ગેંગ. છે ને સાવ આપણા જેવા જ. મયુર ચૌહાણ, સંજય ગલસરે પોતાના ફ્રેન્ડઝ સાથે કેમિકલ ફ્રી કલર્સથી હોળી ઉજવી હતી.

ધૂલાભાઈ
ઓળખાણ પડે છે કે નહીં? આ છે આપણા ધૂલાભાઈ.. ના ના કોઈએ એમને રંગ્યા તો સ્હેજેય ગુસ્સે નહોતા થયા.. બૂરા ન માનો હોલી હૈ.. આર્જવ ત્રિવેદીએ પણ હોળી સેલિબ્રેશન્સના ફોટોઝ શૅર કર્યા હતા.

વ્હોટ અ પીક
વ્હોટ અ પીક... ટેલેન્ટેડ એક્ટર મયુર ચૌહાણની આંખો તો જુઓ.. જુદા જુદા રંગે રંગાયેલા મયુરની આંખો અહીં પણ કેટલું એક્સપ્રેસ કરી રહી છે.

પાર્થ ઓઝા
આ છે સિંગર અને એક્ટર પાર્થ ઓઝા.. મુઠ્ઠી ભરી ભરીને રંગ લઈને તે પોતાના મિત્રોને રંગી રહ્યા છે. જો કે એમને તો જુઓ.. લાગે છે એમણે કોઈને પોતાને રંગ લગાવવા દીધો જ નથી!!

સંજય ગલસર
ઓહ બાપ રે.. પોતાના કેરેક્ટર્સની જેમ જ સંજય ગલસર ધૂળેટીમાં પણ સાવ અલગ જ લાગી રહ્યા છે. લોકોના ચહેરા પર સંખ્યાબંધ રંગ હોય.. પરંતુ આમને તો જાણે આસમાની જ ગમતો લાગે છે.












Click it and Unblock the Notifications
