For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આગામી બે દિવસ ગુજરાતમાં આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી! વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઇ

હવામાન વિભાગ મુજબ પાંચ દિવસની હવામાનની આગાહી જોતાં ગુજરાત રાજયમાં હાલ ઓછા વરસાદની સંભાવના છે, જો કે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે.

|
Google Oneindia Gujarati News

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના રાહત કમિશનર અને અધિક સચિવના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપની બેઠક વીડિયો કોન્ફરન્સથી યોજાઈ હતી. આ બેઠકમાં આગામી બે દિવસમાં રાજ્યમાં વરસાદની સંભાવના મુદ્દે ચર્ચા થઈ હતી. દક્ષિણ ગુજરાતમાં આગામી બે દિવસ દરમિયાન ભારે વરસાદની સંભાવના છે.

વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ

વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ

હવામાન વિભાગ મુજબ પાંચ દિવસની હવામાનની આગાહી જોતાં ગુજરાત રાજયમાં હાલ ઓછા વરસાદની સંભાવના છે, જો કે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. આ બેઠકમાં રાહત કમિશનરે જણાવ્યુ હતુ કે, આજે બપોર સુધી ૦૪ જિલ્લાના ૦૮ તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધારે ડાંગ જિલ્લાના વધઈ તાલુકામાં ૨૧મી.મી. વરસાદ પડ્યો છે. રાજયમાં અત્યાર સુધી કુલ ૩૧૧.૮૨ મીમી વરસાદ નોંધાયો છે. જે પાછલા ત્રીસ વર્ષની રાજયની એવરેજ ૮૪૦ મી.મીની સરખામણીએ માત્ર ૩૭.૧૨ ટકા છે.

આ વર્ષે 92.15 ટકા ખરીફ પાકનું વાવેતર

આ વર્ષે 92.15 ટકા ખરીફ પાકનું વાવેતર

કૃષિ વિભાગના આંકડા પર નજર કરીએ તો, ચાલુ વર્ષે અંદાજીત ૭૮.૮૩ લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયુ છે. ગયા વર્ષે આ સમયગાળા દરમ્યાન ૭૮.૦૨ લાખ હેક્ટર વાવેતર થયેલ હતું. આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષના સરેરાશ વાવેતર વિસ્તાર સામે ૯૨.૧૫ ટકા વાવેતર થયુ છે.

સરદાર સરોવરમાં ૪૭.૬૩ ટકા પાણી

સરદાર સરોવરમાં ૪૭.૬૩ ટકા પાણી

સરદાર સરોવર ડેમની વાત કરીએ તો હાલ ડેમમાં ૧,૫૧,૯૩૯ એમસીએફટી પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના ૪૫.૪૮ ટકા છે. રાજયના ૨૦૬ જળાશયોમાં ૨,૬૫,૪૭૭ એમસીએફટી પાણી છે, જે કુલ સંગ્રહ શકિતના ૪૭.૬૩ ટકા છે. હાલમાં રાજ્યમાં ૦૮ જળાશયો હાઇ એલર્ટ પર, ૦૭ જળાશયો એલર્ટ ૫ર અને ૧૦ જળાશયો વોર્નિંગ પર છે.રાજ્યમાં એનડીઆરએફની કુલ ૧૫ ટીમમાંથી ૮ ટીમો ડીપ્લોય કરવામાં આવી છે. વલસાડ, સુરત, નવસારી, રાજકોટ, ગીરસોમનાથ, જુનાગઢ, કચ્છ અને મોરબી ખાતે ૧-૧ ટીમ ડીપ્લોય કરવામાં આવી છે. ૬ ટીમ વડોદરા અને ૧ ટીમ ગાંધીનગર ખાતે રીઝર્વ રાખવામાં આવી છે. એસડીઆરએફની કુલ ૧૧ ટીમ હવામાન વિભાગની આગાહીને લઈને એલર્ટ પર છે.

English summary
Heavy rains forecast for next two days in South Gujarat, Weather Watch Group meeting held
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X