• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કોઈ પત્તા રમે છે, કોઈ સફાઈ કરે છે, ઘરે બેસીને આ રીતે સમય પસાર કરી રહ્યા છે ગુજરાતી સ્ટાર્સ

|
Google Oneindia Gujarati News

કોરોનાને કારણે આખા દેશના લોકોને ઘરે બેસવું ફરજિયાત થયું છે. ચેપ વધું ન ફેલાય પોતાની જાતને સુરક્ષિત રાખી શકીએ તે માટે ઘરમાં રહેવું જરૂરી છે. શૂટિંગ્સ પણ અટકી પડ્યા છે, ત્યારે જાણો એક્ટર્સને શૂટિંગ માટે લાંબો સમય ઘરથી દૂર રહેવું પડતું હોય છે, ત્યારે તેઓ પણ આ હોમ ક્વોરેન્ટાઈન પીરિયડનો પરિવાર સાથે રહીને ઉપયોગ કરી રહ્યા છે. તમારા ગમતા સ્ટાર્સ ઘરમાં રહેવાના આ સમયનો કેવો સદુપયોગ કરી રહ્યા છે. કદાચ તમને પણ તેમાંથી આઈડિયા મળે કે ક્વોરેન્ટાઈન પીરિયડમાં શું કરવું?

પત્ની સાથે વાતો કરીશઃ હિતેનકુમાર

પત્ની સાથે વાતો કરીશઃ હિતેનકુમાર

આગામી દિવસો ફરજિયાત ઘરમાં રહેવાનું છે, ત્યારે સુપરસ્ટાર હિતેનકુમારનો પ્લાન છે આરામ કરવાનો અને પરિવાર સાથે સમય વીતાવવાનો છે. હિતેનકુમારનું કહેવું છે કે,'મોટા ભાગનો સમય હું ઘરથી દૂર રહેતો હોવાને કારણે જ્યારે જ્યારે ઘરે રહેવાનો મોકો મળે, ત્યારે પહેલા બે દિવસ હું ઘરની બહાર નીકળતો જ નથી. આરામ અને મારો પરિવાર બસ. હવેનો સમય હું ઘરના જ વ્યક્તિઓ સાથ પસાર કરીશ. મારા માટે આ કંઈ નવું નથી. હું અને મારી પત્ની વાતો કરીને સમય પસાર કરીશું. આરામ કરીશું. અને. જ્યારે હું લોકોને આ બાબતમાં ડિસીપ્લીન રાખવાનું કહેતો હોઉ, તો મારે અને મારા પિરવારે એ વાત પાળવી જ પડે.'

મારી ગમતી એક્ટિવિટીઝ કરીશઃ અરવિંદ વેગડા

મારી ગમતી એક્ટિવિટીઝ કરીશઃ અરવિંદ વેગડા

ભાઈ ભાઈ ફેમ અરવિંદ વેગડા પણ ઘરમાં રહીને પોતાના નવા કમ્પોઝિશન્સ પર કામ કરવાના છે. અરવિંદ વેગડાએ ઘરમાં રહીને જેટલો સમય પસાર કરવાનો છે, તેમાં કરવાના કામનું લિસ્ટ તૈયાર કરી રાખ્યું છે. તેમનું કહેવું છે કે,'આ સેલ્ફ ડિસીપ્લીનનો સમય છે. એટલે તમારે પણ ઘરમાં જ રહેવું જોઈએ. ઘરે રહો સુરક્ષિત રહો. મારી વાત કરું તો આ સમય દરમિયાન હું મારી ગમતી એક્ટિવિટીઝ કરીશ. મ્યુઝિક સાંભળીશ, મૂવી જોઈશ. મારા ગીતો ગાઈશ. બાળકો સાથે, પરિવાર સાથે સમય પસાર કરીશ. નવા કમ્પોઝિશન્સના આઈડિયા વિચારીશ.'

ગાર્ડનિંગ, પેઈન્ટિંગનો શોખ પૂરો કરુ છુઃ ઓજસ રાવલ

ગાર્ડનિંગ, પેઈન્ટિંગનો શોખ પૂરો કરુ છુઃ ઓજસ રાવલ

તો ઓજસ રાવલ આ નવરાશની પળોમાં પોતાનો પેઈન્ટિંગનો શોખ પૂરો કરી રહ્યા છે. ઓજસ રાવલને ગાર્ડનિંગ અને પેઈન્ટિંગનો ખૂબ જ શોખ છે. પણ તેમનું કહેવું છે કે,'શૂટિંગમાં અમારે 12 કલાકની શિફ્ટ હોય, એટલે શોખ પૂરા કરવાની નવરાશ નહોતી મળતી. હવે સમય મળ્યો છે, તો આ બંને કામ હું પૂરજોશમાં કરી રહ્યો છું. થેરપી જેવું લાગે છે. ફરજિયાત ઘરે રહેવું પડે છે. 18 તારીખથી શૂટિંગ્સ બંધ છે, એટલે આ શોખ જે પહેલા રહી ગયા એ હવે માણું છું.'

જૂના મૂવીઝ જોઈ રહી છુઃમહેક ભટ્ટ

જૂના મૂવીઝ જોઈ રહી છુઃમહેક ભટ્ટ

સાવજ એક પ્રેમગર્જનાના તોરલ એટલે કે મહેક ભટ્ટ પણ ઘરે જ છે. તેઓ તો હોમ ક્વોરેન્ટાઈન પીરિયડ એન્જોય કરી રહ્યા છે. મહેક ભટ્ટ તેમની જૂની ફેવરિટ ફિલ્મોને ફરી એકવાર પરિવાર સાથે મળીને જોઈને સમય પસાર કરી રહ્યા છે.

પરિવાર સાથે જૂની રમતો રમુ છુઃ પાર્થ ઓઝા

પરિવાર સાથે જૂની રમતો રમુ છુઃ પાર્થ ઓઝા

સિંગર અને એક્ટર પાર્થ ઓઝા તો 15 દિવસનો પ્લાન રેડી કર્યો છે. તેઓ હાલ મમ્મી-પપ્પા, દાદી, ફોઈ સહિત પરિવાર સાથે મળીને પત્તા, ડમ શે રાઝ, કેરમ જેવી રમતો રમી રહ્યા છે. તો સાથે જ પાર્થ કહે છે કે રિયાઝનું રૂટિન વધુ ઈન્ટેન્સ થયું છે. જમવાનું સમયસર થાય છે, એટલે ડાયટ સચવાઈ રહ્યું છે. નવી હોબીઝ એક્સપ્લોર કરીશ. તો પોતાના ફેન્સને પણ પાર્થ ઘરમાં રહેવાનું કહી રહ્યા છે. ‘ડોક્ટર તરીકે પણ હું ઈચ્છીશ કે લોકો ઘરે જ રહે. ઘરે રહીને તમે નવું વાંચો, નવું જુઓ, નવું આર્ટ એક્સપ્લોર કરો.'

સ્કૂલ-કોલેજના દિવસો યાદ આવી ગયાઃ નાદિયા હિમાની

સ્કૂલ-કોલેજના દિવસો યાદ આવી ગયાઃ નાદિયા હિમાની

સિરીયલનું શૂટિંગ કોરોનાના કારણે અટકી પડ્યું છે. ત્યારે નાદિયા હિમાની પણ અમદાવાદ આવી ગયા છે. નાદિયા હાલ પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી રહ્યા છે. તેમને તો જાણે સ્કૂલ કોલેજના ઉનાળુ વેકેશન જેવી ગિફ્ટ મળી હોય એમ ખુશ છે. નાદિયાનું કહેવું છે કે,'ફરજિયાત ઘરે રહેવાનું છે, ત્યારે પરિવાર સાથે સમય પસાર કરુ છું. ફિલ્મો જોઉ છું, ઈન્ડોર ગેમ્સ રમુ છું, જૂના ફોટો આલ્બમ્સ જોઈએ છીએ. કપબોર્ડની સાફ સફાઈ કરી. મમ્મીના હાથની ટેસ્ટી વાનગીઓ ખાદી.. જૂની યાદો તાજી થઈ ગઈ. '

ચંદ્રેશ ભટ્ટની અપકમિંગ ગુજરાતી ફિલ્મનું શૂટિંગ પૂર્ણ, જાણો ક્યારે રિલીઝ થશેચંદ્રેશ ભટ્ટની અપકમિંગ ગુજરાતી ફિલ્મનું શૂટિંગ પૂર્ણ, જાણો ક્યારે રિલીઝ થશે

સ્ક્રીપ્ટ પૂરી કરીશઃનૈતિક રાવલ

સ્ક્રીપ્ટ પૂરી કરીશઃનૈતિક રાવલ

47, ધનસુખ ભવન, જે પણ કહીશ એ સાચું જ કહીશ જેવી ગુજરાતી ફિલ્મો ડિરેક્ટ કરી ચૂકેલા નૈતિક રાવલ તો આ સમયનો ઉપયોગ પણ પોતાના આગામી પ્રોજેક્ટ્સ પૂરા કરવામાં કરી રહ્યા છે. શૂટિંગ્સ ભલે અટકી પડ્યા હોય પરંતુ તેઓ નવી સ્ક્રીપ્ટ પર કામ કરી રહ્યા છે. વન ઈન્ડિયા સાથે પોતાનો પ્લાન શૅર કરતા નૈતિક રાવલે કહ્યું કે,'લાંબા ટાઈમ પછી પરિવાર સાથે સમય પસાર તો કરવાનો જ છું, સાથે સ્ક્રીપ્ટ પર પણ કામ કરી રહ્યો છુ. હવે હું ઓફિશિયલી આઈસોલેશનમાં રહીને સ્ક્રીપ્ટ પૂરી કરી શકીશ.'

English summary
how gujarati actors spending home home quarantine time
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X