મહેસાણા, સુરતમાં પાટીદાર આંદોલન હિંસક બનતા કર્ફ્યું, નેટ સેવા બંધ

Posted By:
Subscribe to Oneindia News

9 મહિના પછી વરી પાછું પાટીદાર આંદોલન હિંસક બનતા રાજ્યની શાંતિ અને વ્યવસ્થા ખોરવાઇ હતી. આજે મહેસાણામાં એસપીજી દ્વારા જેલ ભરો આંદોલન યોજવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર તરફથી આ કાર્યક્રમને મંજૂરી નહતી મળી પણ તેમ છતાં મોટી સંખ્યામાં પાટીદારો મહેસાણા પહોંચ્યા હતા. જ્યાં આંદોલન હિંસક બનતા સ્થિતી ગંભીર બની હતી. અને ફરી એક વાર પોલીસ અને પાટીદારો આમને સામને આવ્યા હતા.

વળી એસપીજીના કન્વીનર લાલજી પટેલ ઇજાગ્રસ્ત થતા લોકોનો આક્રોશ વધ્યો હતો. જેના પગલે મહેસાણામાં પોલિસે 144ની કલમ લાગવી દીધી છે. વળી અમદાવાદ, સુરત અને મહેસાણામાં ઇન્ટરનેટ અને મોબાઇલ સેવાઓ પણ બંધ કરવામાં આવી છે.

 

જો કે સરકારના પ્રવક્તા નીતિન પટેલ પાટીદારોને શાંતિ જાણવવા માટે અપીલ કરી છે. જો કે પોલીસ સાથે જડપ બાદ પાસ અને એસપીજીએ સોમવારે ગુજરાત બંધનું એલાન કર્યું છે. વધુમાં લાલજી પટેલે પોલીસને પોતાની ઇજા માટે જવાબદાર ગણાવ્યા છે. તો મુખ્યમંત્રી આનંદી બેન આ મામલે કહ્યું છે "આવા આંદોલન તો ચાલ્યા કરે અને તો લોકોની સેવા કરવાનું અમારું કામ કરતા રહીશું"

પાટીદાર આંદોલન બન્યું હિંસક
  

પાટીદાર આંદોલન બન્યું હિંસક

મહેસાણા, સુરત અને અમદાવાદમાં આજે એસપીજી અને લાલજી પટેલ દ્વારા જેલ ભરો આંદોલનની શરૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમને પોલીસે મંજૂરી નહતી આપી. જે બાદ પોલીસ અને પાટીદારો આમને સામને આવતા તંગદિલી સર્જાઇ હતી.

પાટીદાર આંદોલન બન્યું હિંસક
  

પાટીદાર આંદોલન બન્યું હિંસક

જે બાદ મહેસાણામાં 144ની ધારા લગાવીને કર્ફ્યુ લાદવામાં આવ્યા હતો. અને પોલિસે પણ સુરત અને મહેસાણામાં સ્થિતી પર કાબુ મેળવવા માટે ટીયરગેસના સેલ છોડ્યા હતા. જે બાદ રાજ્ય સરકારના પ્રવક્તા નીતિન પટેલે લોકોને શાંતિ જાળવાની અપીલ કરી હતી.

લાલજી પટેલ થયા ઇજાગ્રસ્ત
  
 

લાલજી પટેલ થયા ઇજાગ્રસ્ત

મહેસાણામાં પોલિસ આમને સામને આવી જતા એસપીજીના કન્વીનર લાલજી પટેલ ઇજાગ્રસ્ત થયા હતા. તેમના માથામાં ઇજા પહોચી હતી. પોલીસે જ્યાં આને ટોળાનો વાંક ગણાવ્યો હતો ત્યાં લાલજી પટેલ પોતાની ઇજા માટે પોલિસને જવાબદાર ગણાવી હતી.

આનંદીબેન શું કહ્યું ?
  

આનંદીબેન શું કહ્યું ?

મુખ્યમંત્રી આનંદીબેન કહ્યું કે આવું તો ચાલ્યા કરે અમે પ્રજાલક્ષી કામો કરતા રહીશું. જો કે રાજ્ય સરકારે પાટીદારોને શાંતિ જાળવવાનું કહ્યું છે. તો સામે પક્ષે પાસ અને એસપીજીએ કાલે ગુજરાત બંધનું એલાન કર્યું છે. વધુમાં સ્થિતીની ગંભીરતાને જોતા રાજ્યમાં અનેક જગ્યાએ મોબાઇલ અને ઇન્ટરનેટ સેવાઓ બંધ કરવામાં આવી છે.

ઇન્ટરનેટ સેવાઓ બંધ
  

ઇન્ટરનેટ સેવાઓ બંધ

વધુમાં સ્થિતીની ગંભીરતાને જોતા રાજ્યમાં અનેક જગ્યાએ મોબાઇલ અને ઇન્ટરનેટ સેવાઓ બંધ કરવામાં આવી છે.મહેસાણા, સુરત અને અમદાવાદમાં આ સેવાઓ બંધ કરાઇ છે.

English summary
patidar jail bharo andolan became violent. Read all the update
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.