જુઓ, આ ક્વોરેન્ટાઈન ટાઈમમાં કેવી રીતે હોમ વર્કઆઉટ કરી રહ્યા છે પ્રતીક ગાંધી
કોરોના ઈફેક્ટને પગલે આખા દેશમાં લગભગ સોપો પડી ચૂક્યો છે. આપણે સૌ ઘરમાં રહેવા મજબૂર બન્યા છે. ત્યારે સેલેબ્સ પણ પોતપોતાની રીતે ઘરમાં સમય પસાર કરી રહ્યા છે. તો જીમ સહિતના જાહેર સ્થળો બંધ રહેવાને કારણે વર્કઆઉટ કેવી રીતે કરવું એ પણ સવાલ ઉભો થયો છે. જો કે આપણા પ્રતીક ગાંધીએ આનો ઉપાય શોધી નાખ્યો છે.

વર્કઆઉટ
તાજેતરમાં જ પ્રતીક ગાંધીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર આ વર્કઆઉટનો વીડિયો અપલોડ કર્યો છે. જેને ભામિની ગાંધીએ પોતાના ફેસબુક અકાઉન્ટથી રિપોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં દેખાય છે ગાંધી કપલ બ્લેક એન્ડ બ્લેકમાં એક્સરસાઈઝ કરવા તૈયાર છે. પ્રતીક આ વર્કઆઉટ લીડ કરી રહ્યા છે. અને મ્યુઝિકની સાથે સાથે તે પત્ની અને પુત્રીને એક્સરસાઈઝ માટે ગાઈડ કરતા રહે છે.

વીડિયો કર્યો શેર

ફોટો-વીડિયો કરે છે શેર
ઉલ્લેખનીય છે કે પ્રતીક ગાંધી પૂરેપૂરા ફેમિલી મેન છે. સમયાંતરે તેઓ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલર પર ફેમિલી સાથેના ફોટોઝ શેર કરતા રહે છે. હોળી પણ તેમણે પોતાના પરિવાર સાથે મનાવી હતી. તો કોઈ પણ તહેવાર પ્રતીક ગાંધી સૌથી પહેલા પત્ની અને પુત્રી સાથે જ મનાવવાનું પસંદ કરે છે. વર્ક ફ્રંટની વાત કરીએ તો તાજેતરમાં જ પ્રતીક ગાંધીએ હંસલ મહેતાની વેબસિરીઝ ‘સ્કેમ - 1992'નું શૂટિંગ પુરુ કર્યુ છે. છેલ્લે તેમની ફિલ્મ ‘લવની લવસ્ટોરીઝ' રિલીઝ થઈ હતી. જેને દર્શકોનો ખૂબ પ્રેમ મળ્યો હતો.