For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દરરોજ 1 લાખ માસ્ક તૈયાર કરશે રિલાયન્સ, કામ બંધ થવા પર તમામ કર્મચારીઓને આખો પગાર આપશે

દરરોજ 1 લાખ માસ્ક તૈયાર કરશે રિલાયન્સ, કામ બંધ થવા પર તમામ કર્મચારીઓને આખો પગાર આપશે

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ કોરોનાવાઈરસના દેશભરમાં સતત વધી રહેલા મામલાને પગલે બજારમાં માસ્ક અને સેનિટાઈઝરની જબરદસ્ત કાળાબજારી થઈ રહી છે. માસ્કની કમીને જોતા રિલાયન્સ તરફથી કહેવામાં આવ્યું છે કે તેઓ માસ્ક બનાવવા માટે પ્રોડક્શન વધારી રહી છે. કંપની તરફથી જણાવવામાં આવ્યું છે કે દરરોજ 1 લાખ ફેસ માસ્ક બનાવવામાં આશે. કંપનીએ કહ્યું કે, કોરોનાવાઈરસ સાથેની લડાઈમાં કેટલાય લોકો પોતાનું યોગદાન આપી રહ્યા છે. આના માટે મોટી સંખ્યામાં લોકોને સુરક્ષા માટે માસ્ક જેવી સુરક્ષાવાળી ચીજોની જરૂરત છે, માટે કંપની તરફથી પ્રોડક્શન વધારવામાં આવી રહ્યું છે.

રિલાયન્સની પહેલ

રિલાયન્સની પહેલ

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીજ લિમિટેડે સોમવારે કહ્યું કે તેઓ પ્રતિ દિન એક લાખ ફેસ માસ્ક અને દેશના સ્વાસ્થ્ય કર્મચારીઓ માટે સૂટ અને વ્યક્તિગત સુરક્ષા ઉપકરણ તૈયાર કરવાની ક્ષમતા વધારી રહી છે જેથી તેમણે કોરોનાવાઈરસના પડકાર સામે લડવામા મદદ મળી શકે. તેની સીએસઆર એકમ દ્વારા સંચાલિત હોસ્પિટલે પોતાના એક હોસ્પિટલમાં કોરોનાવાઈરસના દર્દીઓ માટે 100 બેડવાળા એકમની સ્થાપના કરી છે. જેમાં વેંટિલેટર, ડાયાલિસિસ મશીન, પેશન્ટ મોનિટરિંગ મશીનથી લઈ બાયો મેડિકલ ઈક્વિપમેન્ટ સુધી બધુ જ હાજર છે.

આખો પગાર આપશે

આખો પગાર આપશે

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીએ પણ એમ જ કહ્યું કે જો આ સંકટના કારણે તેનું કામ અટકે છે તો પણ તે સ્થાયી અને ઠેકે પર કામ કરનાર કર્મચારીઓને પૂરું વેતન આપશે. કંપની કોરોનાવાઈરસથી પીડિત દર્દીઓને લઈ જનાર આપાતકાલીન વાહનોને મફતમાં ઈંધણ ઉપલબ્ધ કરાવશે. જ્યારે રિલાયન્સ ફઉન્ડેશને એવા લોકોને મફતમાં ખાવાનું ઉપલબ્ધ કરાવશે જેની આજીવિકા માહામારીના કારણે પ્રભાવિત થઈ છે.

આઈસોલેશન સુવિધાનું નિર્માણ

આઈસોલેશન સુવિધાનું નિર્માણ

કંપની તરફથી જાહેર કરવામાં આવેલ નિવેદનમાં કહેવામાં આવ્યું કે આરઆઈએલે મહારાષ્ટ્રના લોદીવલીમાં આઈસોલેશન સુવિધાનું નિર્માણ કર્યું છે અને તેને જિલ્લાના અધિકારીઓને સોંપી દીધું છે. રિલાયન્સ લાઈફ સાઈસેઝ પ્રભાવી પરીક્ષણ માટે અતિરિક્ત ટેસ્ટ કિટ અને ઉપભોગ્ય સામગ્રીઓનું આયાત કરી રહ્યું છે. નિવેદનમાં કહેવામાં આવ્યું કે, અમારા ડૉક્ટર અને શોધકર્તા આ ઘાતક વાઈરસના ઈલાજને શોધવાનું કામ કરી રહ્યા છે. આરઆઈએલે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી રાહત કોષમાં પાંચ કરોડ રૂપિયાનું પણ ફંડ આપ્યું છે.

31 માર્ચ સુધી આખુ ગુજરાત લૉકડાઉન, કોરોના સંક્રમિતોની સંખ્યા 30ને પાર31 માર્ચ સુધી આખુ ગુજરાત લૉકડાઉન, કોરોના સંક્રમિતોની સંખ્યા 30ને પાર

English summary
Reliance enhancing its capacities to produce one lakh face masks per day
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X