• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સફળતા 0 કિમીઃ આ કારણે અક્ષય યાજ્ઞિકે ધર્મેશ સરને લઈ બનાવી પહેલી ગુજરાતી ડાન્સ ફિલ્મ

|

પહેલી ગુજરાતી ડાન્સ ફિલ્મ સફળતા 0 કિલોમીટર રિલીઝ થઈ ચૂકી છે. સફળતા 0 કિમી ફિલ્મ દ્વારા જાણીતા ડાન્સર ધર્મેશ યેલાન્ડે (ડી સર)એ એક્ટર તરીકે અને અક્ષય યાજ્ઞિકે ડિરેક્ટર તરીકે ગુજરાતી ફિલ્મોમાં ડેબ્યુ કર્યો છે. ત્યારે વન ઈન્ડિયા ગુજરાતીએ બંને સ્ટાર્સ સાથે વાત કરી ખાસ વાતચીત. વાંચો અહીં.

ડાન્સ ફિલ્મ કેમ?

ડાન્સ ફિલ્મ કેમ?

1. અક્ષયભાઈ ગુજરાતીમાં કોમેડી ફિલ્મો વધુ બને છે, ત્યારે ડાન્સ ફિલ્મ કેમ?

હું પણ કોરિયોગ્રાફર છું, હું બોલીવુડમાં કોરિયોગ્રાફી જ કરતો હતો. મેં સ્ટાર માટે સુહાની સી એક લડકી જેવી સિરિયલ્સ કરી. ફિલ્મોમાં આસિસ્ટ કર્યુ. અને મને લાગ્યુ કે એક એવી ફિલ્મ બનાવી છે, જે સફળતાના વિષય પર હોય અને મેસેજ આપતી હોય. આપણે ત્યાં રિયલ સ્ટોરીઝ પરથી ફિલ્મો બની છે, પણ એમાં મેસેજ નથી હોતો. અને શરૂઆત મારે હિન્દીમાં જ બનાવવી હતી, પછી મને લાગ્યુ કે હું ગુજરાતી છું, સ્ટોરી મારી પોતાની છે, તો હું ગુજરાતીમાં જ કેમ ન બનાવું ? રિયલ લાઈફ ઈન્સિડન્ટ્સ પર આધારિત છે.

2. ગુજરાતી ઈન્ડસ્ટ્રીમાં ઘણા જાણીતા એક્ટર્સ છે, પણ તમે ધર્મેશ ને જ કેમ કાસ્ટ કર્યા?

સૌથી પહેલા તો ફિલ્મ જ્યારે લખાઈ ત્યારથી જ મારા મગજમાં શૌર્યના પાત્ર માટે ધર્મેશની જ આંખો હતી. ધર્મેશ સારો ડાન્સર હોવાની સાથે સાથે સારો એક્ટર પણ છે. અમે એકબીજાને પહેલેથી ઓળખીએ છીએ. આ ફિલ્મ રિયલ લાઈફ ઈન્સિડન્ટ્સ પર આધારિત છે. અને ધર્મેશ તેમજ મારી સ્ટોરી સેમ છે. એટલે એ પાત્રને વધુ સારી રીતે ન્યાય આપી શકે એવું હું માનુ છું.

ગુજરાતી ફિલ્મ કેમ?

ગુજરાતી ફિલ્મ કેમ?

3. તમે 3 સોંગની કોરિયોગ્રાફી કરી છે, તો સેટ પર ડિરેક્ટર પર કોરિયોગ્રાફર હાવી થઈ જતો હતો?

હા, ઘણીવાર એવું થયું છે. જ્યારે સોંગનું શૂટ ચાલતુ હોય તો હું મારા કોરિયોગ્રાફરને કહેતો હતો કે આમ નહીં આમ. એટલે અંદરનો કોરિયોગ્રાફર પણ જાગી જ જતો હતો. પણ આખરે તો હું ડિરેક્ટરના રોલમાં આવી જ જતો.

4. ધર્મેશ તમે ડાન્સ માટે જાણીતા છો, બોલીવુડમાં 5 ફિલ્મો પણ કરી છે, તો હવે ગુજરાતી ફિલ્મ કેમ?

સૌથી મોટુ કારણ છે કે મારો જન્મ ગુજરાતમાં થયો છે. મારા બધા મિત્રો ગુજરાતી છે. હું બરોડામાં મોટો થયો છું. અને જ્યારે બેન્જો કરી ત્યારે રિતેશ દેશમુખે પણ મને કહ્યું હતું કે તારે ગુજરાતી ફિલ્મ કરવી જોઈએ. પણ મને સારી સ્ક્રીપ્ટ નોહતી મળતી. જ્યારે અક્ષયે મને સફળતા 0 કિમીની સ્ક્રીપ્ટ સંભળાવી ત્યારે મારી પાસે સાંભળવાનો સમય જ નહોતો. મેં એને માત્ર 15 મિનિટ આપી, અ હું 15 મિનિટમાં જ સ્ટોરી સાથે એટલો કનેક્ટ થઈ ગયો કે મેં કહી દીધું કે આ તો કરવી જ છે.

ફિલ્મ અને તમારા જીવનમાં સામ્યતા

ફિલ્મ અને તમારા જીવનમાં સામ્યતા

5. ડાન્સ પર એટલે કે ગમતા વિષયની ફિલ્મમાં એ પણ માતૃભાષામાં કામ કરવાની કેટલી મજા આવી?

મજા તો આવી છે, પણ અઘરુ પણ એટલું જ હતું. કારણ કે અત્યાર સુધી મેં બોલીવુડમાં જે કામ કર્યુ છે, એના કરતા આ ઘણું અલગ હતું. સ્ટોરી પ્રમાણે મારે જુદી જુદી 3 ઉંમરના વ્યક્તિનો રોલ ભજવવાનો હતો. એક તો કોલેજનો તોફાની છોકરો, જે મુંબઈમાં જઈ મેચ્યોર બને છે, મંઝિલ મેળવવા મથે છે, અને ત્રીજો 45 વર્ષના હારી ગયેલા, તૂટી ગયેલા વ્યક્તિનો રોલ. એટલે મારા માટે આ ઘરુ હતુ. એમાંય કેટલાક સીનમાં તો 4 પાનાના મોનોલોગ કર્યા છે. પણ અક્ષયે મારી પાસેથી એટલુ સારી રીતે કામ લીધુ કે બધુ થઈ ગયું. અક્ષય જેવું કામ ખૂબ ઓછા ડિરેક્ટર લઈ શકે છે.

6. આ ફિલ્મ અને તમારા જીવનમાં કોઈ સામ્યતા છે?

હા, છે ને! ફિલ્મમાં મારો એક મોનોલોગ છે, ત્યારે મને પાત્રનું અને મારુ દર્દ એક સમાન લાગ્યુ. ફિલ્મમાં શૌર્યનું પાત્ર ડાન્સર છે, હું પણ ડાન્સર છું. બંનેનું બેકગ્રાઉન્ડ ગુજરાતી છે. બંને રિયાલિટી શો કરી ચૂક્યા છે. મુંબઈમાં વડાપાંવ પર દિવસો કાઢ્યા છે. એટલે શૌર્યના પાત્રમાં અને મારામાં અઢળક સમાનતાઓ છે.

 શાનદાર અનુભવ

શાનદાર અનુભવ

7. ભવિષ્યમાં ગુજરાતી ફિલ્મો કરશો ?

સારી સ્ક્રીપ્ટ મળશે તો જરૂર કરીશ.

8. સફળતા 0 કિમીમાં કામ કરતી વખતે તમને ક્યાં સૌથી વધુ મજા આવી ?

આમ તો આખી ફિલ્મમાં મજા આવી. મારા દરેક કો આર્ટિસ્ટનો સપોર્ટ શાનદાર હતો. ઉદય મોદીએ મને ડાઈલોગ્સના આરોહ અવરોહ શીખવ્યા. આ ઉપરાંત અક્ષય અમારા ડિરેક્ટર પાસેથી પણ ઘણું શીખવા મળ્યુ છે. સરવાળે આ ફિલ્મ એક શાનદાર અનુભવ રહ્યો છે.

આ પણ વાંચોઃ આજે આંતરરાષ્ટ્રીય ન્યાયિક સંમેલનનુ ઉદઘાટન કરશે PM મોદી, ખેલો ઈન્ડિયા ગેમ્સને કરશે સંબોધિતઆ પણ વાંચોઃ આજે આંતરરાષ્ટ્રીય ન્યાયિક સંમેલનનુ ઉદઘાટન કરશે PM મોદી, ખેલો ઈન્ડિયા ગેમ્સને કરશે સંબોધિત

English summary
safalta 0 km know why akshay yagnik cast dharmesh yelande
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X