Pics : હૉલીવુડમાં સૌથી વધુ કમાઉ અભિનેત્રી છે જોલી
ન્યુયૉર્ક, 30 જુલાઈ : ફોર્બ્સ પત્રિકાએ અભિનેત્રી એંજેલિના જોલીને હૉલીવુડના સૌથી વધુ કમાણી કરનાર અભિનેત્રી જાહેર કર્યાં છે. જોકે છેલ્લા ત્રણ વરસથી તેમની એક પણ ફિલ્મ રિલીઝ થઈ નથી.
સમાચાર એજંસી ઈએફઈના જણાવ્યા મુજબ જોલીને તેમની આવનાર ફિલ્મ મેલફિશંટ માટે 3.3 કરોડ ડૉલરનું મહેનતાણું આપવામાં આવ્યું છે. ફિલ્મમાં એંજેલિના જોલી એક ખરાબ જાદુગરના ભૂમિકામાં છે. આ ફિલ્મ દ્વારા એંજેલિના જોલી ત્રણ વરસ બાદ હૉલીવુડમાં કમબૅક કરશે.
એંજેલિના જોલી છેલ્લે 2010માં અભિનેતા જૉની ડેપ સાથે ધ ટૂરિસ્ટ ફિલ્મમાં નજરે પડ્યા હતાં. તે પછી એક વરસ બાદ તેમણે ઇન ધ લૅન્ડ ઑફ બ્લડ એન્ડ હની ફિલ્મનું દિગ્દર્શન કર્યુ હતું. પત્રિકા ફોર્બ્સ મુજબ એંજેલિના જોલીએ સૌથી વધુ કમાણી કરનાર અભિનેત્રી હોવાના રહસ્ય ઉપરથી પડદો ઉચકાતાં નવેસરથી વિવાદ છેડી દીધો છે. આનાથી પુનઃ એક વાર સ્પષ્ટ થયું છે કે એંજેલિના જૉનીને કેમ હૉલીવુડમાં સૌથી વધુ સશક્ત મહિલા કહેવામાં આવે છે. એંજેલિના જોલી ટુંકમાં જ બ્રૅડ પિટ સાથે લગ્ન કરવાનાં છે.
આવો તસવીરો સાથે જાણીએ ફોર્બ્સની આ યાદીમાં અન્ય કઈ હૉલીવુડ અભિનેત્રીઓ છે.

કમાણીમાં અવ્વલ જોલી
ફોર્બ્સ પત્રિકાએ અભિનેત્રી એંજેલિના જોલીને હૉલીવુડના સૌથી વધુ કમાણી કરનાર અભિનેત્રી જાહેર કર્યાં છે. જોકે છેલ્લા ત્રણ વરસથી તેમની એક પણ ફિલ્મ રિલીઝ થઈ નથી.

છ સંતાનો, પણ અપરિણીત
એંજેલિના જોલીના બ્રૅડ પિટ સાથે લગ્ન થવાનાં છે. લગ્ન અગાઉ જ બંનેના છ સંતાનો થઈ ચુક્યાં છે.

બીજા સ્થાને જેનીફર લૉરેંસ
ફોર્બ્સ પત્રિકાના જણાવ્યા મુજબ હૉલીવુડમાં સૌથી વધુ કમાણી કરવાની બાબતમાં બીજા સ્થાને જેનીફર લૉરેંસ છે.

ત્રીજા ક્રમે ક્રિસ્ટન સ્ટીવર્ટ
હૉલીવુડમાં સૌથી વધુ કમાણી કરવાની બાબતમાં ફોર્બ્સે ત્રીજું સ્થાન ક્રિસ્ટન સ્ટીવર્ટને આપ્યું છે.

ચોથા સ્થાને જેનિફર એનિસ્ટન
ફોર્બ્સની સૌથી વધુ કમાણી કરતી હૉલીવુડ અભિનેત્રીઓની યાદીમાં જેનિફર એનિસ્ટન ચોથા સ્થાને છે.