લાઈવ કૉન્સર્ટમાં ગ્રેમી પુરસ્કાર વિજેતા બિલી એલિશે કાઢ્યા બધા કપડા
સંગીતની દુનિયાનુ મોટુ નામ અને ગ્રેમી અવૉર્ડ્ઝની ચાર મેજર કેટેગરીમાં અવૉર્ડઝ મેળવનાર સિંગર બિલી એલિશનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેના પર લોકો જબરદસ્ત પ્રતિક્રિયા આપી રહ્યા છે. વાસ્તવમાં આ વીડિયો એક લાઈવ કૉન્સર્ટનો છે જેમાં બિલીએ ખુલ્લેઆમ એક-એક કરીને પોતાના કપડા કાઢી દીધા અને આ રીતે તેણે બૉડી શેમિંગ વિશે આકરો વિરોધ કર્યો છે. પોતાના આ લાઈવ કૉન્સર્ટમાં બિલીએ કહ્યુ કે મારી બૉડી માત્ર મારી છે અને હું એને મારા હિસાબે રાખીશ, જેમાં કોઈને વાંધો ન હોવો જોઈએ.

બિલી એલિશે કાઢ્યા બધા કપડા
બીબીસીના જણાવ્યા અનુસાર મિયામીમાં થયેલા આ શોમાં સિંગરે પોતાનો શર્ટ કાઢ્યો અને કહ્યુ કે હું કમ્ફર્ટેબલ કપડા પહેરુ તો હું મહિલા નથી, જો હું કપડા કાઢુ તો મારુ કેરેક્ટર ઠીક નથી, તમે મારી બૉડીને ક્યારે જોઈ નથી. તેમછતાં લોકો જજ કરશે, છેવટે આ હક તેમને કોણે આપ્યો છે, હું નાની છુ, પતલી છુ, જેવી પણ છુ, હું હું છુ.

‘મને લાગે છે કે મને હંમેશા જોવામાં આવે છે'
મારા સંગીત વિશે તમારી પાસે મંતવ્ય હશે, મારા માટે તમે કંઈક વિચારતા હશો, મારા કપડા, ચાલ-ઢાલ પર કમેન્ટ કરતા હશો, કોઈને હું બહુ સેક્સી લાગુ છુ તો કોઈને વાહિયાત, અમુક લોકો આ માટે બીજાને શેમ કરે છે, અમુક લોકો મને શેમ કરે છે પરંતુ મને લાગે છે કે મને હંમેશા જોવામાં આવી રહી છે, તો તમારુ જજેન્ટ, તમારી મારા માટે નિવદેનબાજી, જો હું તેના માટે ગંભીર હોત તો હું ક્યારેય આગળ ન વધી શકી હોત.

‘હું વધુ કપડા પહેરી લઉ, તો શું હું ચરિત્રવાન સાબિત થઈ જઈશ'
જો હું વધુ કપડા પહેરી લઉ તો એનાથી શું સાબિત થશે? શું મારી વેલ્યુ માત્ર તમારા મંતવ્ય પર નિર્ભર કરે છે? શું મારા વિશે મારુ ખુદનુ મંતવ્ય મારી જવાબદારી નથી? અને આ બધા સવાલો દ્વારા બિલીએ એ લોકોના મોઢા પર તમાચો માર્યો છે જે વ્યક્તિને બૉડી વિશે મંતવ્ય બનાવે છે અને એ લોકોને સમજાવવાની કોશિશ કરી છે કે જે પોતાના શરીરના કોઈ પાર્ટ માટે દુઃખી કે કુંઠિત રહે છે. ઉલ્લેખનીય છે કે બિલી એલિશ બૉડી શેમિંગ સામે એક અભિયાન ચલાવ્યુ છે.
|
ગ્રેમી અવૉર્ડ્ઝ જીતનારી દુનિયાની સૌથી યંગ સિંગર છે
તમને જણાવી દઈએ કે બિલી દુનિયાની સૌથી યંગ સિંગર છે જેણે ગ્રેમી અવૉર્ડ્ઝની ચાર મેજર કેટેગરીમાં અવૉર્ડ્ઝ મેળવ્યા છે. બિલીએ એક જ વર્ષમાં બેસ્ટ ન્યૂ આર્ટિસ્ટ, રેકૉર્ડ ઑફ ધ યર, સોંગ ઑફ ધ યર અને આલ્બમ ઑફ ધ યર કેટેગરીમાં ગ્રેમી અવૉર્ડ્ઝ જીતવામાં સફળતા મેળવી હતી.
આ પણ વાંચોઃ શર્લિન ચોપડાની હૉટનેસ જોઈ દંગ રહી જશો, પહેલા નહિ જોયા હોય આવા સેકસી વીડિયો