Box Office Day 3: Spider-Man No Way Home ની જબરદસ્ત કમાણી, ત્રીજા દિવસનું કલેક્શન પણ તાબડતોડ
Spider-Man No Way Home ફિલ્મે પહેલા અને બીજા દિવસે તાબડતોડ કમાણી કરી છે. હવે ત્રીજા દિવસના કલેક્શન પર લોકોની નજર અટકેલી છે. બૉક્સ ઑફિસ પર આ ફિલ્મે બધા જ રેકોર્ડ તોડી નાખ્યા છે. એવેંજર્સ બાદ આ ફિલ્મ બીજી મોટી ફિલ્મ બનીને સામે આવી છે. આ ફિલ્મની પહેલા દિવસની કમાણી 32.67 કરોડ હતી. ફિલ્મે પોતાની શરૂઆત ઘણી દમદાર કરી છે. જ્યારે ત્રીજા દિવસે વીકેંડ પર આ ફિલ્મ કેટલી કમાણી કરે છે તે જોવું દિલચસ્પ રહેશે.
પહેલા દિવસે 'સ્પાઈડર-મેનઃ નો વે હોમ'એ 32.67 કરોડની કમાણી કરી હતી. ફિલ્મની દમદાર શરૂઆત બાદ બીજા દિવસનું કલેક્શન 20.37 કરોડ હતું. હવે જોવાનું રહ્યું કે વીકેંડ પર આ ફિલ્મે કેટલા કરોડનો બિઝનેસ કર્યો છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ફિલ્મે શનિવારે 28 કરોડ રૂપિયાની કમાણી કરી છે. એટલે કે ટોટલ આ ફિલ્મે 81.04 કરોડનું કલેક્શન કર્યું છે. દમદાર શરૂઆત બાદ અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે રવિવાર સુધી 'સ્પાઈડર-મેનઃ નો વે હોમ' 100 કરોડનો આંકડો પાર કરી લેશે. જૉન વાટ્સે 'સ્પાઈડર-મેનઃ નો વે હોમ' ડાયરેક્ટ કરી છે. ફિલ્મમાં ટૉમ હૉલેન્ડ સ્પાઈડરમેનનો રોલ નિભાવી રહ્યો છે જ્યારે જેંડાયા તેની ગર્લફ્રેન્ડના રોલમાં છે.
#SpiderMan is TERRIFIC on Day 2… Faces a dip in #South due to a big opponent [#Pushpa], yet the overall numbers are jaw-dropping… Should cross ₹ 💯cr in its 4-day *extended* weekend… Thu 32.67 cr, Fri 20.37 cr. Total: ₹ 53.04 cr Nett BOC… Gross BOC: ₹ 67.17 cr. #India biz. pic.twitter.com/vhAoO6gVEp
— taran adarsh (@taran_adarsh) December 18, 2021
જણાવી દઈએ કે સ્પાઈડર-મેન હોમકમિંગ જે વર્ષ 2017માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મે પહેલા અઠવાડિયામાં 117 મિલિયન ડોલરની કમાણી કરી હતી. જ્યારે વર્ષ 2019માં રિલીઝ થયેલી ફિલ્મ 'સ્પાઈડર મેન ફાર ફ્રોમ હોમ'એ 91 મિલિયન ડૉલરનો બિઝનેસ કર્યો હતો. આની સાથે જ સ્પાઈડર-મેન નો વે હોમનું પહેલા અઠવાડિયાનું કલેક્શન કેટલું થશે તે જોવાનું રહેશે.