For Quick Alerts
For Daily Alerts
બ્લૉમકૅમ્પની ફિલ્મ ચૅપીમાં કામ કરશે દેવ પટેલ
લૉસ એંજલ્સ, 10 જુલાઈ : ભારતીય મૂળના અભિનેતા દેવ પટેલ દિગ્દર્શક નીલ બ્લૉમકૅમ્પની સાઇંટીફિક-ફૅંટાસી ફિલ્મ ચૅપીમાં દેખાઈ શકે છે. ફિલ્મ માટે દેવ સાથે વાતચીત કરાઈ રહી છે.
હૉલીવુડ દિગ્દર્શક ડેની બૉયની સ્લમડૉગ મિલેનિયર ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી ચુકેલાં દેવ પટેલ બ્લૉમકૅમ્પની ચૅપીમાં પણ મુખ્ય ભૂમિકા ભજવી શકે છે.
હૉલીવુડરિપોર્ટર.કૉમના જણાવ્યા મુજબ અભિનેતા મૅટ ડેમનની મુખ્ય ભૂમિકા ધરાવતી એલિસિયુમ ફિલ્મ બાદ ચૅપી બ્લૉમકૅમ્પની આગામી ફિલ્મ હશે. ફિલ્મ અંગે અત્યારે વધુ ખુલાસો કરાયો નથી, પરંતુ જાણવા મળે છે કે આ ફિલ્મ 2004માં આવેલી લઘુ ફિલ્મ ટેટ્રા વૉલ ઉપર આધારિત હશે.