• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

તલવાર દમ્પતિને આરૂષિ પર ફિલ્મ માટે 5 કરોડની ઑફર!

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 30 નવેમ્બર : આરૂષિ તલવાર અને હેમરાજની હત્યાના ગુના બદલ આજીવન કેદની સજા ભોગવતા ડૉ. રાજેશ તલવાર અને તેની પત્ની નૂપુર તલવારને 5 કરોડ રુપિયાની ઑફર મળી છે. તેમની દીકરી અને નોકરની હત્યાના ગુના બદલ તલવાર દમ્પતિ હાલ ગાઝિયાબાદની ડાસના જેલ ખાતે કેદ છે.

જેલમાં તલવાર દમ્પતિને મળવા પહોંચેલા એક હૉલીવુડ ફિલ્મ નિર્માતાએ તેમને આરૂષિની વાર્તાના બદલામાં 5 કરોડ રુપિયા આપવાની ઑફર કરી છે. તલવાર દમ્પતિને આ ઑફર લંડનના એક ફિલ્મ નિર્માતા ક્લિપ એફ રન્યાર્ડ્સે કરી છે. મળતી માહિતી મુજબ ફિલ્મ નિર્માતા તલવાર દમ્પતિને મળવા પહોંચ્યાં અને તેમણે ઇચ્છા વ્યક્ત કરી કે જો તલવાર દમ્પતિ તેમને આરૂષિ તલવાર પર આધારિત એક પુસ્તક લખવા અને ફિલ્મ બનાવવાની મંજૂરી આપે. બદલામાં પાંચ કરોડ રુપિયાની રૉયલ્ટી આપવાની વાત કરી.

જોકે આ ફિલ્મ નિર્માતાને જેલના નિયમ હેઠળ તલવાર દમ્પતિ સાથે મુલાકાત કરવાની મંજૂરી નહીં આપવામાં આવી. નોંધનીય છે કે તલવાર દમ્પતિને તાજેતરમાં જ આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. તેમની સામે તેમની દીકરી આરૂષિ અને નોકર હેમરાજની હત્યાનો આરોપ સાબિત થયો છે.

English summary
A London-based writer and filmmaker on Friday went to Dasna Jail to meet Rajesh and Nupur Talwar to offer them a royalty of Rs 5 crore if they cooperated with him in publishing a book and making a movie on Aarushi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X