Golden Globe 2021 Winner List: ગોલ્ડન ગ્લોબમાં 'ધ ક્રાઉન'ને 4 અવૉર્ડ, ચેડવિક બોઝમેન બેસ્ટ એક્ટર
ગોલ્ડન ગ્લોબ અવૉર્ડઝ 2021 વિજેતાઓનુ લિસ્ટઃ હૉલિવુડ સિનેમાના પ્રતિષ્ઠિત 78માં ગોલ્ડન ગ્લોબ અવૉર્ડઝના વિજેતાઓના નામ સામે આવી ગયા છે. કોરોના વાયરસ મહામારી દરમિયાન 78માં ગોલ્ડન ગ્લોબ અવૉર્ડઝની ઘોષણા વર્ચ્યુઅલ રીતે કરવામાં આવી છે. શો ટીના ફે અને એમી ફોલરે હોસ્ટ કર્યો. વિજેતાઓના લિસ્ટમાં આ વખતે વેબ ડ્રામા સીરિઝ ધ ક્રાઉને બાજી મારી છે. ધ ક્રાઉને 6 નોમિનેશનમાંથી 4 અવૉર્ડઝ પોતાના નામે કર્યા છે. વળી, બેસ્ટ એકટરનો ખિતાબ ચેડવિક બોઝમેનને ફિલ્મ 'મા રેની કે બ્લેક બૉટમ' માટે મળ્યો છે. હૉલિવુડની સુપરહિટ ફિલ્મ બ્લેક પેંથરના એક્ટર ચેડવિક બોઝમેનનુ ગયા વર્ષે 43 વર્ષે ઉંમરે કેન્સરના કારણે નિધન થઈ ગયુ હતુ. આવો, જોઈએ વિજેતાઓનુ લિસ્ટ...
- બેસ્ટ ટેલીવિઝન સીરિઝ (મ્યુઝિકલ/કૉમેડી)નો અવૉર્ડ શિટ્સ ક્રીકે પોતાના નામે કર્યો છે.
- ટેલીવિઝન સીરિઝ - ડ્રામામાં એમા કૉરિને ધ ક્રાઉન માટે બેસ્ટ એક્ટ્રેસનો અવૉર્ડ જીત્યો છે.
- બેસ્ટ ફિલ્મ - મ્યુઝિકલ/કૉમેડી - બારટ સબરડેંટ મૂવી ફિલ્મ.
- બેસ્ટ ડાયરેક્ટર - Chloe Zhao ને Nomadland ફિલ્મ માટે.
- બેસ્ટ એક્ટ્રેસ - એંડ્રા ડે (ફિલ્મ - સંયુક્ત રાજ્ય અમેરિકા ઉર્ફે બિલી હૉલિડે)
- બેસ્ટ એક્ટર - ચેડવિક બોઝમેન(ફિલ્મ - મા રેની કે બ્લેક બૉટમ)
- બેસ્ટ એક્ટ્રેસ(મ્યુઝિકલ/કૉમેડી) - રોસમંડ પાઈક(ફિલ્મ - આઈ કેર એ લૉટ)
- બેસ્ટ એક્ટર(મ્યુઝિકલ/કૉમેડી) સાચા બેરન કોહેન(ફિલ્મ - બારટ સબરડન્ટ મૂવી ફિલ્મ)
- બેસ્ટ સપોર્ટીંગ એક્ટ્રેસ - જોડી ફોસ્ટર (ફિલ્મ - ધ મૉરિયાનિયન)
- બેસ્ટ સપોર્ટીંગ એક્ટર - ડેનિયલ કાલૂયા(ફિલ્મ - જુડ્ઝ અને ધ બ્લેક મસીહા
- બેસ્ટ સ્ક્રીનપ્લે - Aaron Sorkin (ફિલ્મ - ધ ટ્રાયલ ઑફ શિકાગો 7)
અનન્યા પાંડેએ હૉટ લુકથી ફેન્સને બનાવ્યા દીવાના, જુઓ Pics