Video/Pics : સોશિયલ સાઇટ્સ પર મોસ્ટ પૉપ્યુલર સેલિબ્રિટી બની Hot શકીરા...
લૉસ એંજલ્સ, 21 જુલાઈ : ક્યારેક વાકા વાકા કહી લોકોને દીવાનો બનાવે છે, તો ક્યારેક લા લા લા... કહી લોકોને ઘેલા કરે છે. હા જી, અમે વાત કરી રહ્યા છીએ ઇંટરનેશનલ ફૅમ પૉપ સિંગર શકીરા અંગે. આપને જાણીને આશ્ચર્ય થશે કે આ સેક્સી બ્યુટીના ફૅન્સની સંખ્યા ફેસબુક ઉપર 10 કરોડને આંબી ગઈ છે અને તેથી જ આંતર્રાષ્ટ્રીય પૉપ સ્ટાર શકીરા સોશિયલ સાઇટ ફેસબુક પર સૌથી વધુ લોકપ્રિય વ્યક્તિત્વ બની ગયાં છે.
દસ કરોડનો આંકપો ઓળંગનાર શકીરાએ આ ખાસ પ્રસંગે પોતાના પ્રશંસકો માટે ફેસબુક પેજ પર એક વીડિયો પણ રિલીઝ કર્યો છે અને પોતાના ફૅન્સનો આભાર વ્યક્ત કર્યો છે.
ચાલો તસવીરો સાથે જાણીએ આગળના સમાચાર :

ટ્વિટર વડે માહિતી આપી
શકીરાએ ફેસબુક પર લખ્યું છે - હું આ મુકામે પહોંચી ખૂબ જ ખુશ છું.

ફૅન્સ વિશે
શકીરાએ કહ્યું - હું એટલા માટે ખુશ છું, કારણ કે આ બાબત સમ્પૂર્ણપણે મારા દુનિયા ભરના ફૅન્સ સાથે જોડાવા અંગેની છે.

સોશિયલ મીડિયા સેતુ
શકીરાનું માનવું છે કે સોશિયલ મીડિયા તેમના અને બીજા કલાકારો તથા ફૅન્સ વચ્ચે એક સેતુનું કામ કર્યું છે.

ફેસબુક ખાસ
શકીરાનું કહેવુ છે કે સોશિયલ મીડિયામાં પણ ફેસબુક સૌથી ખાસ છે કે જે સુલભ છે.

સંવાદમાં સફળતા
શકીરાએ જણાવ્યું - અમે એક સંવાદ સ્થાપિત કરવામાં સફળ રહ્યા છીએ કે જ્યાં કલાકાર અને પ્રશંસક એક-બીજાના વિચાર અને તેમની ઉપલબ્ધિ વિગેરેને શૅર કરી શકે છે.

અનમોલ પળો પણ...
શકીરાએ કહ્યું - તસવીર અને વીડિયો વિગેરે વડે આપણે એક-બીજાની જિંદગીની અનમોલ પળોને પણ શૅર કરવામાં સફળ થયાં છીએ.

સક્રિય શકીરા
શકીરા સામાન્ય રીતે સોશિયલ સાઇટ્સનો ઉપયોગ પોતાના ફૅન્સ પ્રત્યે આભાર વ્યક્ત કરવા અને તેમની સાથે સંવાદ માટે કરે છે.

જેરાર્ડ પીકે સાથે ડેટિંગ
શકીરા હાલમાં સ્પેનની ફુટબૉલ ટીમના ડિફેંડર જેરાર્ડ પીકે સાથે ડેટિંગ કરી રહ્યા છે.

પ્રથમ સંતાન
હૉટ હૉટ વાકા વાકા ગર્લ શકીરાએ 22મી જાન્યુઆરી, 2013ના રોજ પોતાના પ્રથમ સંતાનને જન્મ આપ્યો હતો.

ફુટબૉલ ખેલાડી બનશે મિલાન
શકીરા પહેલા જ કહી ચુક્યાં છે કે તેમનો દીકરો મિલાન પોતાની મમ્મી જેમ નહીં, પણ પપ્પા સ્પેનિશ ફુટબૉલ ખેલાડી જેરાર્ડ પીકેની જેમ સ્પેનની ફુટબૉલ ક્લબ બાર્સિલોનાનો સભ્ય હશે.

લા લા લા...
બ્રાઝીલ ખાતે યોજાયેલ ફુટબૉલ વર્લ્ડ કપ માટે શકીરાએ લા લા લા... બોલ ધરાવતું ગીત ગાયુ હતું.

વાકા વાકા...
ફીફા વર્લ્ડ કપ 2010 દરમિયાન શકીરાએ વાકા વાકા... ગીત ગાયુ હતું કે જેની ઉપર બ્રાઝીલ જ નહીં, આખી દુનિયા ઝૂમી ઉઠી હતી.

શકીરાના બોલ...
લા લા લા... ગીત અંગે શકીરાએ જણાવ્યું હતું - આ એક જોશીલું બ્રાઝીલિયન ગીત છે. બોલ મારા છે અને હકીકતમાં મેં વર્લ્ડ કપ માટે એક એડિશન રેકૉર્ડ કર્યું હતું.

પુત્ર મિલાન પણ
શકીરાના આ ગીતના વીડિયોમાં તેમનો પુત્ર મિલાન પણ દેખાયો હતો.

વજન ઘટાડ્યુ
મિલાનને જન્મ આપ્યા બાદ શકીરાએ ઝડપથી વજન ઘટાડ્યું છે.
Dare to Feel Good
જુઓ શકીરાનો હૉટ વીડિયો Dare to Feel Good.