For Quick Alerts
For Daily Alerts
મુશ્કેલ સમયે જ સાચા મિત્રની ઓળખ થાય : ગાગા
પૉપ સ્ટાર લૅડી ગાગા કહે છે કે કેટલાંક લોકો માટે તેમના હોવાનો અર્થ ત્યાં સુધી જ છે કે જ્યાં સુધી તેઓ મંચ ઉપરથી લોકોનું મનોરંજન કરી શકે. એવા લોકોનો ગત વર્ષે તેમની ઉપર થયેલી સર્જરી સાથે કોઈ સંબંધ નથી. તેઓ કહે છે કે મુશ્કેલીની તે ક્ષણોમાં જ તેમને જાણ થઈ કે કોણ તેમના સાચા મિત્રો છે.
કૉન્ટૅક્ટમ્યુઝિક.કૉમ વેબસાઇટના જણાવ્યા મુજબ લૅડી ગાગાએ એમ પણ કહ્યું કે તેમના જીવનમાં ઘણા બધા લોકો ત્યારથી જ તેમની સાથે છે કે જ્યારથી તેમણે લોકોનું મનોરંજન કરવાનું શરૂ કર્યું. લિટલમૉન્સ્ટર્સ.કૉમ વેબસાઇટ ઉપર ગાગાએ લખ્યું - મેં જે લોકો ઉપર વિશ્વાસ મૂક્યો, જેમને પ્રેમ કર્યો, જેમની સાથે કામ કર્યું, તે તમામે મારૂ હૃદય ભાંગ્યું. તેમણે મને યૂઝ કરી. પોતાના અંગત હિત માટે મારી સાથે કામ કર્યું.
લૅડી ગાગાએ જણાવ્યું - ઑપરેશન બાદ હૉસ્પિટલમાં જ્યારે હું હોશમાં આવી, ત્યારે તેવા લોકો ત્યાં નહોતા કે જેમણે મારી સાથે હોવું જોઇએ. મારૂં કોઈ મહત્વનથી, જ્યાં સુધી હું કામ ન કરું. આ મારી જિંદગીનો સૌથી મહત્વનો બોધ છે.