For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પત્થર બની ગયા હતાં માયકલના હિપ્સ, તુટી પડતા ઇંજેક્શન!

|
Google Oneindia Gujarati News

લૉસ એંજલ્સ, 17 જુલાઈ : જાણીતા પૉપ સિંગર માયકલ જૅક્સનના મોત બાદ પણ તેમની સાથે સંકળાયેલ કોઇ પણ વાતનો ખુલાસો થાય કે તે આશ્ચર્ય અને વિચારતા કરનાર હોય છે. આ વખતે પણ આવું જ થયું છે. જોકે આ વાત સૌ જાણે છે કે માયકલનું મોત ડ્રગ્સના ઓવરડોઝના કારણે થયુ હતું. ડેલી મેલના જણાવ્યા મુજબ વધુ પડતી માત્રામા ડ્રગ્સ લેવાના પગલે માયકલના હિપ્સ એટલા સખત થઈ ગયા હતાં કે એક વાર ડૉક્ટરનું ઇંજેક્શન જ તુટી ગયુ હતું.

michael-jackson

ડેલી મેલાના જણાવ્યા મુજબ આ બનાવ 1993નો છે કે જ્યારે માયકલ જૅક્સન પોતાની ડેંજરસ ટૂર ઉપર હતાં. માયકલ સાથે ડૉક્ટર સ્ટુઅર્ટ ફિંકલેસ્ટિન પણ હતાં કે જેઓ તેમની સારસંભાળ રાખતા હતાં. ફિંકલેસ્ટિને જણાવ્યું - તે વખતે એક વાર જ્યારે મેં જૅક્સનને દર્દશામક ઇંજેક્શન આપવાની કોશિશ કરી, તે હું આશ્ચર્યમાં પડી ગયો. તેમના હિપ્સ ગંભીર રીતે ઘવાયેલા હતાં અને એટલા સખત હતાં કે મારી સોય જ વળી ગઈ.

ડૉક્ટરના જણાવ્યા મુજબ હૉલીવુડ પૉપ સિંગર માયકલ જૅક્સન દર રોજ 10 મિલીગ્રામ મૉર્ફિનનું ઇંજેક્શન લેતા હતાં જ્યારે લોકોને માત્ર બે મિલીગ્રામ મૉર્ફિનની જ જરૂર હોય છે.

English summary
Michael Jackson's buttocks were so scarred and infected from long term drug injections the singer's thickened skin nearly broke his doctor's syringe this according to the doctor's testimony.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X