For Quick Alerts
For Daily Alerts
ટૉની સ્ટાર્કમાં જેમ્સ બૉન્ડની છબી જોતાં કેવિન ફીજ
લંડન, 6 મે : માર્વલ સ્ટુડિયોઝના પ્રમુખ કેવિન ફીજનું કહેવું છે કે તેઓ આયરન મૅન સિરીઝની વધુ ફિલ્મો બનાવશે કે જેથી ટૉની સ્ટાર્કનું ચરિત્ર જેમ્સ બૉન્ડની જેમ જ ચર્ચિત થઈ શકે.
કેવિન ફીજે જણાવ્યું - મને વિશ્વાસ છે કે આયરન મૅન સિરીઝીની ચોથી, પાંચમી, છઠી, દસમી અને વીસમી આવૃત્તિ બનાવવામાં આવશે. મને લાગે છે કે આયરન મૅન 3 ફિલ્મનું ટૉની સ્ટાર્ક પાત્ર સદાબહાર પાત્ર જેમ્સ બૉન્ડની જેમ જ ચર્ચિત થઈ જશે.
નોંધનીય છે કે આયરન મૅન ફિલ્મની શરુઆતથી જ તેની દરેક આવૃત્તિમાં રૉબર્ટ ડાઉને જૂનિયર જ મુખ્ય ભૂમિકા ભજવી રહ્યાં છે અને કેવિન ફીજનું કહેવું છે કે જ્યાં સુધી તેઓ પોતે આ ભૂમિકા માટે ઇનકાર ન કરે, ત્યાં સુધી તેઓ જ આ ભૂમિકા ભજવતાં રહેશે.