For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટાઇટૅનિક : રોઝ સાથે જૅકને પણ બચાવી શકાયો હોત

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 10 ઑક્ટોબર : ઑસ્કાર વિનિંગ ફિલ્મ ટાઇટૅનિક આજે પણ જ્યારે ટેલીવિઝન પર આવે છે તો લોકો નાના પડદે ચોંટી જાય છે. બહેતરીન પ્રેમ કહાણી જોવી સૌને પસંદ છે. ફિલ્મના સુંદર પ્રણય દૃશ્યો આજે પણ લોકોના દિલોને સુંવાળો સ્પર્શ કરે છે, પરંતુ અંતે લોકોની આંખો ભીની પણ થઈ જાય છે. તેથી એક ટીવી શોમાં દાવો કરાયો છે કે ફિલ્મમાં હીરો જૅકને રોઝ સાથે બચાવી શકાયો હોત અને ફિલ્મને દુઃખદ અંતથી બચાવી શકાઈ હોત.

નોંધનીય છે કે ફિલ્મ ટાઇટૅનિકમાં અંતે જ્યારે વહાણ ડુબતું હોય છે ત્યારે રોઝને બચાવવા ખાતર જૅક તેને લાકડીના લાઇફ રૅફ્ટ પર ચડાવી દે છે અને પોતે રૅફ્ટ પકડી પાણીમાં લટકી રહે છે કે જેથી રોઝ તો બચી જાય છે, પરંતુ જૅક ઠંડી લાગવાના કારણે મૃત્યુ પામે છે.

અમેરિકન ટીવી શોમાં એક રિસર્ચ પ્રસારિત કરાયું છે કે જેમાં કહેવાયું છે કે જો જૅક પણ રોઝ સાથે વુડન લાઇફ રૅફ્ટ પર ચડી જાત તો બંનેની જાન બચી ગઈ હોત. આ અંગે ફિલ્મના દિગ્દર્શક જેમ્સ કૅમરૂનનું કહેવું છે કે ફિલ્મમાં જૅકનું મોત એટલા માટે થયું કારણ કે તે સ્ક્રિપ્ટની ડિમાંડ હતી.

ખેર દલીલ તો દલીલ છે, જેનો કોઈ અંત નથી. પરંતુ એટલું તો સ્પષ્ટ થઈ ગયું છે કે આજે પણ લોકો ટાઇટૅનિક અંગે વાતો કરે છે અને ફિલ્મના કૅરેક્ટર રોઝ તેમજ જૅક જીવતા હોવાના સપના જુએ છે.

English summary
A new research has proved that Jack (Leonardo DiCaprio) could have been saved in ‘Titanic’ had he climbed on to the wooden plank from which Rose (Kate Winslet) was plucked.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X