પોતાના માતાની ભૂમિકા ભજવશે એંજેલિના જોલી
લૉસ એંજલ્સ, 21 મે : હૉલીવુડ અભિનેત્રી એંજેલિના જોલી પોતાના માતા માર્ચેલીન બર્ટેડના જીવન ચરિત્ર પર બનનાર ફિલ્મમાં તેમની ભૂમિકા ભજવશે. ફિલ્મનું નિર્માણ પ્લાન બી દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ કમ્પનીના માલિક તેમના મંગેતર અભિનેતા બ્રૅડ પિટ છે.
બર્ટેડનું સને 2007માં કૅંસરની બીમારીના કારણે મોત થયુ હતું. તેઓ 56 વર્ષના હતાં. જોલીએ પણ તાજેતરમાં જ પોતાને સ્તન કૅંસરથી બચાવવા માટે ડબલ માસ્ટેકટૉમી (સર્જરી દ્વારા સ્તન કઢાવવા) કરાવી હતી.
દરમિયાન જાણવા મળે છે કે ફિલ્મનું નિર્માણ આવતા વરસ સુધી શરૂ થઈ શકે છે, પરંતુ રિલીઝિંગ ડેટ હજી નક્કી થવાની બાકી છે. એંજેલિના જોલી માનવતાના કાર્યોમાં એકદમ પોતાના માતા જેવા જ છે. બર્ટેડે પણ પોતાના જીવનમાં અફઘાન શરણાર્થી મહિલાઓની મદદ માટેના કામો કર્યા હતાં અને કૅંસર જેવી ઘાતક બીમારીઓ સામે લડવામાં મહિલાઓની મદદ કરવા ગિવ લવ ગિવ લાઇફ સંસ્થાની શરુઆત કરી હતી.