જસ્ટિનના રિયલિટી શોમાં થશે કૌમાર્યની હરાજી!
ઑસ્ટ્રેલિયન ટેલીવિઝન તથા ફિલ્મ નિર્માતા જસ્ટિન સિસલે વર્જિન વૉન્ટેડ નામનો રિયલિટી શો શરૂ કરવાનો વિચાર કરી રહ્યાં છે. શોમાં તેવા લોકો સામેલ થશે કેજેઓ પોતાનું કૌમાર્યની હરાજી કરવા માંગે છે. ટેલીવિઝન પર જ તેમના કૌમાર્યનું લિલામ થશે.
આ એ જ જસ્ટિન સિસલી છે કે જેમણે કૅટરીના મિગ્લોરિની નામની વિદ્યાર્થિની દ્વારા ઑનલાઇન કૌમાર્યની હરાજી અંગે તથા કૌમાર્યની બોલી જીતનાર સાથે કૅટરીનાએ પસાર કરેલી ક્ષણો ઉપર દસ્તાવેજી ફિલ્મ બનાવી હતી.
જોકે કૌમાર્યની હરાજી અંગેનો આ રિયલિટી શો કાનૂની, સામાજિક અને નૈતિક માન્યતાઓ ઉપર કેટલો યોગ્ય ઠરે છે, તે તો સમય જ બતાવશે, પણ એટલું નક્કી છે કે તે બનાવવાનો વિચાર કરી સિસલીએ સનસનાટી મચાવી દીધી છે. સિસલીનો દાવો છે કે તેમના શોમાં કંઈક એવું હશે કે જેના દ્વારા કોઈ પણ મહિલાના કૌમાર્યનું વિશ્લેષણ કરી શકાશે. સિસલીના આવા નિવેદન સામે એક બાજુ તબીબોએ નારાજગી વ્યક્ત કરી છે, તો સામાજિક મોર્ચે પણ સિસલી વિરુદ્ધ ઘેરાવો થવાની શક્યતા વધી ગઈ છે.