For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જસ્ટિનનો બ્રિટનીનું અપમાન કરવાનો ઇનકાર

|
Google Oneindia Gujarati News

britney-spears
ગાયક-અભિનેતા જસ્ટિન ટિમ્બરલેકે પ્રી સુપર બૉલ કાર્યક્રમ દરમિયાન પોતાના પૂર્વ મહિલા મિત્ર બ્રિટની સ્પીયર્સનું અપમાન કરવાની વાતનો ઇનકાર કર્યો છે.

ટિમ્બરલેક પાંચ વર્ષના લાંબાગાળા બાદ જાહેરમાં કોઈ કાર્યક્રમ રજુ કરી રહ્યા હતાં. તે દરમિયાન તેમણે આ વાત જણાવી. વેબસાઇટ કૉન્ટૅક્ટમ્યુઝિક ડૉય કૉમના જણાવ્યા મુજબ ટિમ્બરલેકે કાર્યક્રમમાં ક્રાઈ મી ઍ રિવર સહિત પોતાના જાણીતા ગીતો રજુ કર્યાં. કહે છે કે ક્રાઈ મી ઍ રિવર ગીત તેમણે સ્પીયર્સ સાથેના પોતાના વિયોગ બાદ લખ્યુ હતું.

ટિમ્બરલેકે આ કાર્યક્રમમાં જણાવ્યું - જીવનમાં ક્યારેક-ક્યારેક એવું લાગે છે કે આપે પોતાના જીવનસાથીને પામી લીધાં, પરંતુ પછી આપને ખબર પડે છે કે તે આપનો નથી. વેબસાઇટના જણાવ્યા મુજબ આ ટિપ્પણી સ્પીયર્સ અંગે કરવામાં આવી હતી કે જેમની સાથે ટિમ્બરલેકના ત્રણ વર્ષો સુધી સંબંધો હતાં.

ટિમ્બરલેકે બાદમાં ટ્વિટર વડે જણાવ્યું - મેં વ્યક્તિગત રીતે ક્યારેય કોઈનું અપમાન કર્યુ નથી. નોંધનીય છે કે ટિમ્બરલેકે અભિનેત્રી જેસિકા બીલ સાથે લગ્ન કર્યાં છે.

English summary
According to the latest reports Justin Timberlake has not insulted Britney Spears.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X