કિમ કાર્દશિયન તથા તેમના રૅપર પતિ કૅન્યે વેસ્ટ Balmainને પ્રેમ કરે છે અને તેથી અપેક્ષિત છે કે બંને આ ફૅશન લેબલના એડ કૅમ્પેન માટે પોતાની જાતને ફુલ્લી એક્સપોઝ કરે. ગત મહીને આ કપલ અને તેમની એક દીકરી નૉર્થ વેસ્ટ માટે ત્રણ કસ્ટમ બાલમેન જૅકેટ્સ બનાવવામાં આવ્યાં. હવે કિમ અને કૅન્યે એટલે કે કિમ્યેએ બાલમેનના એડ કૅમ્પેન માટે એક બોલ્ડ ફોટોશૂટ કર્યુ છે કે જેમાં બંને ઇંટીમેટ થયાં છે.
કિમ કાર્દશિયન અને કૅન્યે વેસ્ટના લગ્ન બાદ આ પહેલુ ફોટોશૂટ છે. બંનેએ આ વર્ષે જ મેમાં લગ્ન કર્યા હતાં. લગ્ન પહેલા બંનેએ ઘણી મૅગેઝીનો માટે હૉટ એન્ડ બોલ્ડ પોઝ આપ્યા હતાં, પરંતુ લગ્ન બાદ બંનેનું આ પહેલું કોઝી ફોટોશૂટ હતું.
બાલમેનના સ્પ્રિંગ/સમર 2012 મેન્સવૅર એડવર્ટાઇઝિંગ કૅમ્પેન માટે કૅન્યે વેસ્ટે પોતાના કર્વી વાઇફ કિમ કાર્દશિયન સાથે સ્ટાઇલિશ લુક્સમાં પોઝ આપ્યાં છે. આ તસવીરો મૅરિયો સોરેંટીએ શૉટ કરી છે.
બાલમેનના ક્રિએટિવ ડાયરેક્ટર ઑલિવર રાઉસ્ટેઇંગે એક નિવેદનમાં જણાવ્યું - મેન્સવૅર કૅમ્પેન માટે હું એક મોમેંટ ઑફ લવ કૅપ્ચર્ડ કરવા માંગતો હતો. કિમ અને કૅન્યે સ્ટાઇલ આઇકૉન અને ફ્રેંડ્સ છે. આ એક ગૌરવની બાબત છે કે કિમ્યે આ એડ કૅમ્પેનનો ભાગ છે.
કિમ કાર્દશિયન આ ફોટોશૂટમાં ખૂબ જ હૉટ અને સલ્ટ્રી લાગે છે. કિમ ઑલરેડ ખૂબ જ સેક્સી છે અને તેમણે રૅસી તસવીરો દ્વારા ઇંટરનેટ રેકૉર્ડ્સ તોડ્યા છે.