કાઈલી જેનરે શેર કરી બિકિની ફોટો પરંતુ ટ્રોલ થઈ ગઈ નાની આંગળીના કારણે
દુનિયાની સૌથી અમીર સેક્સી બિઝનેસવુમનમાંની એક કાઈલી જેનર આજકાલ બહામાસમાં રજાઓ માણી રહી છે. આ રજાઓમાં તેની સાથે દીકરી સ્ટૉર્મી વેબસ્ટર અને મોટી બહેન કેન્ડલ જેનર પણ છે. કાઈલીએ કેન્ડલ જેનર સાથે બીચ પર ચિલ કરતા બિકિની ફોટો શેર કર્યા હતા. બંનેના બિકિની ફોટાએ સોશિયલ મીડિયા પર તહેલકો મચાવ્યો છે પરંતુ આ દરમિયાન કાઈલી પોતાના એક ખાસ ફોટાના કારણે ટ્રોલ પણ થવા લાગી છે.

આંગળી નાની હોવા માટે કાઈલીને કરવામાં આવી ટ્રોલ
વાસ્તવમાં જે ફોટા વિશે વાત કરવામાં આવી રહી છે તેમાં કાઈલીના પગની વચ્ચેવાળી આંગળી નાની છે. લોકોના ભાત-ભાતના સવાલો અને જવાબોથી કંટાળેલી કાઈલીએ હવે ઈન્સ્ટાગ્રામ પર મૌન તોડ્યુ છે.

‘મે મારી આ આંગળીને તોડી દીધી હતી'
તેણે ટ્રોલ કરનારાઓને આડેહાથ લઈને કહ્યુ કે જ્યારે હું મિડલ સ્કૂલમાં ભણતી હતી, ત્યારે મે મારી આ આંગળીને તોડી નાખી હતી પરંતુ આ બહુ જૂની વાત છે જેનો મને કોઈ અફસોસ નથી. બધાએ મારી આંગળી વિશે જાણવુ છે તો મે જણાવી દીધુ. મને લાગે છે મારા પગ સુંદર છે અને હું ખુશ છુ.

કાઈલીના બિકિની ફોટાએ સોશિયલ મીડિયા પર લગાવી આગ
ઉલ્લેખનીય છે કે આ પહેલા કાઈલીએ પોતાની સિસ્ટર સાથે બિકિનીના ફોટા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યુ હતુ કે મારી સાથે સારી રીતે વાત કરો. એમાં કોઈ શંકા નથી કે કાઈલીના બિકિની ફોટા ખૂબ જ કાતિલ છે જેને જોઈને લોકોને પરસેવો છૂટી જાય છે. કાઈલી જેનર અને કેન્ડલ જેનરના હૉટ ફોટા સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ જાય છે.

દુનિયાની સૌથી નાની ઉંમરની અબજપતિ કાઈલી
ઉલ્લેખનીય છે કે ફૉર્બ્ઝની વર્ષ 2019ની સૌથી અમીર લોકોની લિસ્ટમાં કાઈલીએ 2,057મો રેન્ક મેળવ્યો હતો. તેણે વર્ષ 2015માં કાઈલી કૉસ્મેટિક નામથી પોતાની મેકઅપ બ્રાંડ શરૂ કરી હતી, કાઈલી જાણીતી ટીવી હસ્તી છે. જાહેરાતોમાં તેને સાઈન કરવા માટે ઘણા લોકોની ભીડ રહે છે. કાઈલી હૉલિવુડના કર્દાશિયા પરિવારન સૌથી નાની દીકરી છે અને સોશિયલ મીડિયામાં ખૂબ જ લોકપ્રિય છે, તે દુનિયાની સૌથી નાની ઉંમરની અબજપતિ છે.
આ પણ વાંચોઃ જ્યારે નહોતી થઈ ભાષાની શોધ ત્યારે ઈન્ટિમેટ રિલેશન માટે શું સિગ્નલ આપતા આપણા પૂર્વજો?