• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Must See : ક્રૅઝી બનાવી દેતા પૉપ સ્ટાર લૅડી ગાગાના વિચિત્ર Avtar!

|

લૉસ એંજલ્સ, 23 ઑગસ્ટ : હૉલીવુડ સિંગર લૅડી ગાગા પોતાના અજબ-ગજબ કારનામાઓ માટે જાણીતા છે. તાજેતરમાં ફીફા વર્લ્ડ કપ દરમિયાન આખા વિશ્વને પોતાના રંગે રંગનાર લૅડી ગાગા સમયાંતરે કંઇક ને કંઇક એવું કરતા રહે છે કે જેથી તેઓ ચર્ચામાં રહે છે.

ગત વર્ષે જ લૅડી ગાગાએ યૂએસ ફૅશન મૅગેઝીન માટે ન્યુડ પોઝ આપ્યુ હતું. તેમણે પોતાના પ્રાઇવેટ એરિયાસ પોતાના હાથ વડે ઢાંક્યા હતાં. તેમણે જંગલી બ્લોન્ડ વાળ સાથેનો લુક ધર્યો હતો. 27 વર્ષીય લૅડી ગાગાએ વી મૅગેઝીન માટે પણ મેક-અપ રહિત ચહેરા સાથે પોઝ આપ્યો હતો.

તાજેતરમાં લૅડી ગાગાએ કહ્યુ હતું કે તેઓ ટાયલર કિન્ની સાથે અવકાશમાં લગ્ન કરવા માંગે છે, તો થોડાક સમય અગાઉ પોતાના આગામી ઈપીઆઈએક્સ મૂળ દસ્તાવેજી ચિત્ર હૂ ધ એફ - કે ઇઝ આર્થર ફોગલની એક ક્લિપમાં ખુલાસો કર્યો હતો કે વર્ષ 2009માં મોંસ્ટર બૉલ પ્રવાસ દરમિયાન તેઓ કંગાળ હતાં.

ચાલો આપને બતાવીએ લૅડી ગાગાના 14 Bizarre Avatars :

નૅચરલ લુક

નૅચરલ લુક

લૅડી ગાગાનો નૅચરલ લુક ફૅન્સને શૉક કરે છે, કારણ કે તેમણે આ ફોટોશૂટ મેક-અપ વગર કરાવ્યુ હતું.

પુરુષ ગાગા

પુરુષ ગાગા

લૅડી ગાગાએ 2011માં પોતાના મ્યુઝિક વીડિયો માટે પુરુષ અવતાર ધર્યો હતો.

બબલ ડ્રેસ

બબલ ડ્રેસ

આ લૅડી ગાગાના ડેબ્યુ આલબમના પ્રમોશન દરમિયાનની તસવીર છે કે જેમાં તેમણે બબલ ડ્રેસ પહેર્યો છે.

માંસ ડ્રેસ

માંસ ડ્રેસ

2010માં એમટીવી વીડિયો મ્યુઝિક ઍવૉર્ડ્સ દરમિયાન લૅડી ગાગાએ કાચા માંસમાંથી બનેલા ડ્રેસની જેમ ડિઝાઇન કરાયેલ પહેર્યો હતો. આ ડ્રેસ પ્રાણીઓના સંરક્ષણ પ્રત્યે જાગૃતિ માટેનો હતો કે જેને આર્જેંટિનના ડિઝાઇનર ફ્રૅંક ફર્નાન્ડીઝે ડિઝાઇન કર્યો હતો.

ઑર્બિટ ડ્રેસ

ઑર્બિટ ડ્રેસ

સ્ટિફની જોન એંજેલિના જેર્મોન્ટા રીયલ નામ ધરાવતાં લૅડી ગાગાએ 52મા ગ્રૅમી ઍવૉર્ડ્સ દરમિયાન આ ઑર્બિટ ડ્રેસ પહેર્યો હતો.

વધુ એક વિચિત્ર અવતાર

વધુ એક વિચિત્ર અવતાર

ગાગાએ આ વિચિત્ર અવતાર પોતાના સેકેંડ સ્ટુડિયો આલબમ બોર્ન ધિસ વે માટે ધર્યો હતો કે જે 23મી મે, 2011ના રોજ રિલીઝ થયુ હતું.

વાદળી વાળ

વાદળી વાળ

લૅડી ગાગા પોતાના કપડા દ્વારા બોલ્ડ સ્ટાઇલ અપનાવવામાં કોઈ મર્યાદા નથી રાખતાં. આ તસવીરમાં ગાગાએ માથે વાદળી વાળ લગાવ્યા છે.

રાણી સાથે મુલાકાત

રાણી સાથે મુલાકાત

લૅડી ગાગા પોતે જ બ્રહ્માંના રાણી છે. આ તસવીરમાં એક રાણીનું બીજી રાણી એટલે કે ઇંગ્લૅન્ડના રાણી એલિઝાબેથ સાથે મિલન થઈ રહ્યુ છે. ગાગાએ એલિઝાબેથના જમાનાનો રેડ લેટેક્સ વર્ઝનનો ડ્રેસ પહેર્ય છે.

પ્લાસ્ટિક લુક

પ્લાસ્ટિક લુક

આ પ્લાસ્ટિકનો ડ્રેસ પહેરી ગાગા કદાચ એમ કહેવા માંગે છે કે ડાયમંડ જ નહીં, પ્લાસ્ટિક ઇઝ ઑલ્સો ફૉરેવર.

સાડીમાં ગાગા

સાડીમાં ગાગા

ચેંજ માટે લૅડી ગાગાએ ભારતીય સાડી પહેરી કે જે તરુણ તાહિલાણીએ ડિઝાઇન કરી હતી.

ગ્રાહમ નૉર્ટન શો

ગ્રાહમ નૉર્ટન શો

ગ્રાહમ નૉર્ટન શો દરમિયાન લૅડી ગાગાએ ખુલાસો કર્યો હતો કે તેમની વિગ્સ તેમના ખાસ દોલત છે. તેમણે ઉમેર્યુ હતું કે વિગ્સ તેમને ટ્રાંસફૉર્મ થવામાં મદદ કરે છે.

મત્સ્ય-જાળ

મત્સ્ય-જાળ

લૅડી ગાગાએ મત્સ્ય-જાળ કૉસ્ચ્યુમ ધારણ કર્યુ હતું 2012ના ગ્રૅમી ઍવૉર્ડ્સ દરમિયાન.

ફ્રૉગ આઉટફિટ

ફ્રૉગ આઉટફિટ

2009માં ગાગાએ જર્મન ટીવી ઇંટરવ્યૂ દરમિયાન આ ફ્રૉગ (દેડકા) આઉટફિટ પહેર્યુ હતું.

વૉગ શૂટ

વૉગ શૂટ

ગાગાએ વૉગ મૅગેઝીનના કવર પેજ પર આ પ્રકારનો વિચિત્ર અવતાર ધર્યો હતો. આ એડિશનમાં ગાગા માટે એક ખાસ પેજ ગાગાપીડિયા પણ મૂકવામાં આવ્યુ હતું.

English summary
Lady Gaga who is known for coming up different avatars quite often, last year bared it all by posing nude for a US fashion magazine.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more