મોટો ખુલાસો : એક સમયે કંગાળ થઈ ગઈ હતી ગાગા!
પૉપ સ્ટાર લૅડી ગાગા અને તેમની સાથે જોડાયેલ વિવાદોનો જાણે ચોલી-દામનનો સાથ છે. જો વિવાદ ન હોય, તો ગાગા પોતાના અંગે એવા ખુલાસાઓ કરી નાંખે છે કે જેથી તેઓ દેશ-વિદેશમાં હૅડલાઇન બની જાય છે. તાજા સમાચાર પણ ગાગાના એક ચોંકાવનારા ખુલાસા સાથે જ જોડાયેલાં છે.
ઈઑનલાઇન.કૉમ વેબસાઇટના જણાવ્યા મુજબ 27 વર્ષીય લૅડી ગાગાએ પોતાના આગામી ઈપીઆઈએક્સ મૂળ દસ્તાવેજી ચિત્ર હૂ ધ એફ - કે ઇઝ આર્થર ફોગલની એક ક્લિપમાં ખુલાસો કર્યો કે વર્ષ 2009માં મોંસ્ટર બૉલ પ્રવાસ દરમિયાન તેઓ કંગાળ હતાં. ગાગાએ જણાવ્યું - મારી પાસે બૅંકમાં મારા નામે ત્રીસ લાખ ડૉલર હતાં અને મેં તે તમામ ડૉલર્સ પોતાના સ્ટેજ પરફૉર્મન્સ ઉપર ઉડાડી દીધાં.
ચાલો તસવીરો સાથે જાણીએ લૅડી ગાગાની કહાણી :

ગાગાનો ચોંકાવનારો ખુલાસો
પૉપ સ્ટાર લૅડી ગાગાએ તાજેતરમાં હૂ ધ એફ - કે આર્થર ફોગલ નામના દસ્તાવેજી ચિત્રમાં એક ખુલાસો કર્યો છે કે એક સમયે તેઓ કંગાળ પરિસ્થિતિમાં હતાં.

મને યાદ છે કે...
લૅડી ગાગાએ જણાવ્યું - મને યાદ છે કે હું ઘરે ગઈ અને પોતાના પિતા સાથે હતી. પપ્પાએ કહ્યું કે મને સમજાતુ નથી... તમે રેડિયો પર છવાયેલી છો. સૌ કોઈ તમારા વિશે વાત કરી રહ્યાં છે અને તમે...

પરંતુ પછી...
લૅડી ગાગાએ કહ્યું - પરંતુ પછી મને પોતાની ભૂલનો અહેસાસ થયો અને મેં પોતાની જાતને સંભાળવાની કોશિશ કરી અને મારી પરિસ્થિતિ ધીમે-ધીમે સુધરી ગઈ.

ગાંજો પીવાનો ખુલાસો
લૅડી ગાગાએ ગત નવેમ્બરમાં ધ ઝેડ 100 મૉર્નિંગ શોમાં ખુલાસો કર્યો હતો - હું ગાંજો પીવા લાગી હતી. મને તેની લત લાગી ગઈ હતી અને તે ચિંતાનો સામનો કરવા સાથે જોડાઈ ગઈ. આ આત્મ-ધ્યાનની એક રીત છે. હું દરરોજ 15-20 તમ્બાકૂમુક્ત ગાંજા સિગરેટ પીતી હતી.

ન્યુડ થવામાં માહિર
લૅડી ગાગા ન્યુડ થવા માટે પણ જાણીતા છે. એક દિવસ તેઓ પોતાના એક ગીતના રેકૉર્ડિંગ માટે સ્ટુડિયો પહોંચ્યા અને અચાનક તેમના મનમાં ન્યુડ થવાનો આઇડિયા આવ્યો. તેમણે ટીમને કહ્યું કે તેઓ કપડા વગર ગીતનું રેકૉર્ડિંગ કરશે.

નિર્વસ્ત્ર ગાવામાં મજા
ગાગાનું કહેવું છે કે ઘરમાં જ્યારે તેઓ નગ્ન અવસ્થામાં કોઈ ગીત ગાય છે, તો તેમનો અવાજ તથા વધુ સારો અને મધુર થઈ જાય છે.