For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લાઇફ ઑફ પાઇની સફળતાથી ખુશ છે ભારતીયો

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 26 ફેબ્રુઆરી : હૉલીવુડ ફિલ્મ લાઇફ ઑફ પાઇએ રવિવારે રાત્રે લૉસ એંજલ્સમાં યોજાયેલ 85માં એકેડેમી ઍવૉર્ડ હેઠળ પૂરા 4 ઑસ્કાર ઍવૉર્ડ મેળવ્યાં. તેમાં બેસ્ટ ડાઇરેક્ટર, બેસ્ટ સિનેમેટૉગ્રાફી, બેસ્ટ વિઝ્યુઅલ ઇફેક્ટ્સ તથા બેસ્ટ ઑરિજનલ સ્કોર ઍવૉર્ડ્સનો સમાવેશ થાય છે. લાઇફ ઑફ પાઇ ફિલ્મને આટલા ઍવૉર્ડ મળવાની ખુશી માત્ર હૉલીવુડ દર્શકોને જ નહીં, પણ ભારતીય દર્શકોને પણ થઈ, કારણ કે ફિલ્મની પૃષ્ઠભૂમિથી માંડી મુખ્ય કલાકારો સુી ભારતીયો હતાં. લાઇફ ઑફ પાઇ ફિલ્મનું દિગ્દર્શન કર્યું છે ઑસ્કાર વિજેતા દિગ્દર્શક ઍંગ લીએ અને ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ પૉન્ડિચેરી ખાતે કરાઈ છે.

Life Of Pi

લાઇફ ઑફ પાઇ ફિલ્મને 85માં એકેડેમી ઍવૉર્ડ ફંક્શનમાં પૂરા 11 નૉમિનેશન્સ મળ્યા હતાં. તેમાંથી ચાર ઍવૉર્ડ લાઇફ ઑફ પાઇની ઝોળીમાં આવ્યાં. ફિલ્મમાં મુખ્ય ભૂમિકા સૂરજ શર્માએ ભજવી હતી કે જે દિલ્હીના હતાં. તે ઉપરાંત બૉલીવુડના જાણીતા એક્ટર ઇરફાન ખાન અને તબ્બુએ પણ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી છે. ઍંગ લીને જ્યારે બેસ્ટ દિગ્દર્શક માટેનો ઑસ્કાર ઍવૉર્ડ મળ્યો, તો તેમણે સ્ટેજ ઉપર જઈ ખૂબ જ બહેતરીન સ્પીચ આપી અને સ્પીચના અંતે તેઓ નમસ્તે બોલ્યા. આ એક રીત હતી તેમની ભારત પ્રત્યે પોતાનો સન્માન દાખવવાની.

લાઇફ ઑફ પાઇની સફળતાથી ખુશ ભારતીય દર્શકોએ ટ્વિટર પર ખુશી વ્યક્ત કરી. રાહુલે જણાવ્યું - જો આપે લાઇફ ઑફ પાઇ મોટા પડદે 3ડીમાં નથી જોઈ, તો આપે સાચે જ એક બહેતરીન વિઝ્યુઅલ ટ્રીટ મિસ કરી નાંખી. શ્વેતાએ ટ્વિટ કર્યું - જો આપે લાઇફ ઑફ પાઇ નથી જોઈ, તો આપને જણાવી દઉં કે તે અત્યાર સુધીની બહેતરીન ફિલ્મોમાંની એક છે. લાઇફ ઑફ પાઇને બધાઈ હો ઑસ્કારમાં આટલા ઍવૉર્ડ્સ જીતવા બદલ. અમૃતાએ ટ્વિટ કર્યું - ડીયર દેશભરના ડાઇરેક્ટર્સ. જો આપ પણ ઑસ્કાર પામવા માંગો છો, તો ભારતમાં આવી ફિલ્મો બનાવો. મને ખૂબ ગૌરવ છે. લાઇફ ઑફ પાઇ ઉપરાંત બેન એફ્લેકની ફિલ્મ આર્ગોને ઑસ્કારમાં બેસ્ટ ફિલ્મનો ઍવૉર્ડ મળ્યો. જેનિફર લૉરેંસને સિલ્વર લાઇનિંગ્સ માટે બેસ્ટ એક્ટ્રેસનો ઍવૉર્ડ મળ્યો. ડેનિયલ ડે લુઇસને ફિલ્મ લિંકન માટે બેસ્ટ એક્ટરનો ઍવૉર્ડ મળ્યો.

English summary
Life Of Pi won four Oscar award at 85th Academy Awards 2013 recently held in Los Angeles. Ang Lee won best director award. Life Of Pi also won Best Cinematography, Best Visual Effects and Best Original Score award. Indians are very happy on the success of Life of Pi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X