For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડીઆઈડીમાં ડેઢ ઇશ્કિયાનું પ્રમોશન કરશે માધુરી!

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 7 ડિસેમ્બર : હિન્દી ફિલ્મોમાં પોતાના ડાન્સ માટે જાણીતા અભિનેત્રી માધુરી દીક્ષિત લોકપ્રિય ડાન્સ રિયલિટી શો ડાન્સ ઇન્ડિયા ડાન્સના સેટ ઉપર પોતાની પ્રથમ ઉપસ્થિતિ નોંધાવનાર છે અને ત્યાં આવી તેઓ પોતાની આવનાર ફિલ્મ ડેઢ ઇશ્કિયાનું પ્રમોશન કરશે.

madhuri
એક સૂત્રે જણાવ્યું કે માધુરી દીક્ષિત ઝલક દિખલા જાના નિર્ણાયક રહી ચુક્યાં છે અને ડાન્સ ઇન્ડિયા ડાન્સના સેટ પર તેમની ઉપસ્થિતિએ નિર્ણાયકો, યજમાનો તથા સ્પર્ધકોની અંદર જોરદાર રોમાંચ પેદા કર્યો છે અને તેઓ એ વાતની તૈયારીઓ કરી રહ્યાં છે કે તેઓ માધુરીને શું કહેશે અને તેમની સામે કયો ડાન્સ રજૂ કરશે. નોંધનીય છે કે માધુરી દીક્ષિતની આગામી ફિલ્મ ડેઢ ઇશ્કિયા આવવાની છે કે જેમાં તેમની સાથે નસીરુદ્દીન શાહ અને હુમા કુરૈશી પણ છે.

આ જા નચલેમાં માધુરીના ડન્સ ડાયરેક્ટર રહેલા અને ડીઆઈડીના નિર્ણાયક શ્રુતિ મર્ચંટે જણાવ્યું - માધુરી સાથે કામ કરવું કોઈ પમ ડાન્સ ડાયરેક્ટરના ખભે મોટી જવાબદારી સમાન હોય છે. માધુરી સાથેના અનુભવો શૅર કરતા માસ્ટર ફિરોઝ ખાને જણાવ્યું - માધુરી અને મેં કે સેરા સેરા... માં એક સાથે ડાન્સ કર્યો હતો. તે વખતે હું પૃષ્ઠભૂમિમાં ડાન્સ કરતો હતો. હકીકતમાં ગીતના એક મુખ્ય ભાગમાં માધુરી મારા ચહેરા પર પંચ મારે છે. બીજી બાજુ યુવ સ્પર્ધક સ્વરાલી (21) ખૂબ જ રોમાંચિત, પરંતુ નર્વસ પણ છે. ડીઆઈડીનો આ એપિસોડ 14મી ડિસેમ્બરે ઝી ટીવી ઉપર પ્રસારિત થશે.

English summary
Bollywood's dancing diva Madhuri Dixit will make her first appearance on popular dance reality show 'Dance India Dance' where she will promote her forthcoming release 'Dedh Ishqiya'.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X