• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

માઇકલ જેક્સનના ભૂતે કર્યા લગ્ન, મહિલાએ સેક્સ માટે દબાણ કર્યું તો ડરાવવા લાગ્યો

|
Google Oneindia Gujarati News

કિંગ ઓફ પોપ માઈકલ જેક્સન (MJ)ના મૃત્યુના 12 વર્ષ બાદ હવે એક મહિલાએ એક વિચિત્ર દાવો કર્યો છે. તેના મતે તેણે માઇકલ જેક્સનના ભૂત સાથે લગ્ન કર્યા છે. આ કારણે તે તેના શરીરનો ઉપયોગ નૃત્ય, ગાવા અને કૂકીઝ ખાવા માટે કરી રહ્યો છે. મહિલાએ તેની સાથે શારીરિક સંબંધ બાંધવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ માઇકલ જેક્સને તેની સાથે સેક્સ કરવાનો ઇન્કાર કરી દીઘો હતો.

સોશિયલ મીડિય અકાઉન્ટ બ્લોક થયુ

ધ ડેલી સ્ટારના અહેવાલ મુજબ કેથલીન રોબર્ટ્સ નામની મહિલા માઈકલ જેક્સનના ભૂત સાથે લગ્ન કરવાનો દાવો કરી રહી છે. તેને પોતાના ઇન્સ્ટાગ્રામ અને ટિકટોક પર ઘણા ગાયન નૃત્ય વીડિયો શેર કર્યા છે. આ મહિલ દાવો કરી રહી છે કે, જ્યારે તે ડાન્સ કરે છે, ત્યારે માઈકલનું ભૂત તેને અંદરથી સંભાળે છે. આવા દાવાને પગલે સોશિયલ મીડિયા અકાઉન્ટ બ્લોક કરવામાં આવ્યું છે, જે કારણે તે હવે બ્લોગ્સ લખી રહી છે.

Michael Jackson

દરેક સમય રહે છે સાથે

આ મહિલાએ આગળ જણાવ્યું કે, માઇકલ મારામાં હંમેશા રહે છે, આ કારણે માઇકલ મારી સાથે રેસ્ટરૂમમાં જાય છે. તે દરેક ક્ષણને ખૂબ જ ખાસ માને છે. તેમજ આ મહિલાને લાગી રહ્યું છે કે, માઇકલ તેના માટે બોજારૂપ નથી. આ સમયે દરેકને આશ્ચર્ય થયું જ્યારે તેણે કહ્યું કે, તે મેરિલીન મનરોનો પુનર્જન્મ છે. જે કારણે માઈકલનું ભૂત તેની નજીક આવી ગયું છે.

માઇકલે કર્યો ડરાવવાનો પ્રયત્ન

આ મહિલાના જણાવ્યા અનુસાર તે માઈકલનું ભૂત સાથે શારીરિક સંબંધ બાંધવા ઈચ્છતી હતી, પરંતુ માઇકલ કોઈ પણ કિંમતે તેની સાથે સેક્સ કરવા માટે સહમત ન હતો. ઘણી વખત આ મહિલાના જણાવ્યા મુજબ તેને ઘણીવાર માઇકલ સાથે સેક્સ કરવા માટેનો પ્રયાસ કર્યો હતો, પરંતુ માઇકલ જેક્સનને તે ગમ્યું નહીં. જે કારણે તેનું ભૂત કેથલીનને ડરાવવાનો પ્રયાસ કરવા લાગ્યું હતું. જે બાદ તેને કરોળિયા અને લાશના સપના આવવા લાગ્યા હતા. આ મહિલાના જણાવ્યા મુજબ ભૂત તેની ભૂલો અને ખામીઓ બતાવે છે.

શા માટે માઇકલના ભૂતે આ મહિલાએ પસંદગી કરી?

જ્યારે આ મહિલાને પૂછવામાં આવ્યું કે માઇકલનું ભૂત તેને સમગ્ર દુનિયામાં કેમ પસંદ કરી? ભલે તે બંને ક્યારેય મળ્યા ન હતા. આ માટે કેથલીને કહ્યું કે, મને લાગે છે કે, ભલે તેમને કાયદેસર પતિ-પત્ની નથી, પરંતુ તેમને એકબીજાના સંબંધને દિલથી માને છે. તેના જીવનમાં ઉતાર -ચઢાવ છે, પરંતુ તે માઇકલને પ્રેમ કરવાનું બંધ કરી શકતી નથી. આ મહિલા માને છે કે, તે મેરિલીન મનરોનો પુનર્જન્મ છે, જેના કારણે માઇકલના ભૂતે તેને પસંદ કર્યું હતું.

આ તેના મનનો અવાજ છે, જે 100 ટકા સાચો છે

મહિલાના દાવા બાદ ઘણા લોકોએ તેની ટીકા કરી હતી. તેણે એમ પણ કહ્યું કે, તે જૂઠું બોલે છે. તેનો પણ કેથલીન રોબર્ટ્સે જવાબ આપ્યો છે. આ મહિલાએ કહ્યું કે, આ વસ્તુ અસામાન્ય છે, જેને સાબિત કરી શકાતી નથી, પરંતુ તે સભાનપણે કહી રહી છે કે, આ તેના મનનો અવાજ છે, જે 100 ટકા સાચો છે.

કોણ છે માઇકલ જોસેફ જેકસન?

ઉલ્લેખનીય છે કે માઇકલ જોસેફ જેકસન (ઓગસ્ટ 29, 1958 - જૂન 25, 2009) એક મહાન પોપ ગાયક તેમ જ નૃત્યકાર હતા. જેમને પોપ સમ્રાટ એટલે કે કિંગ ઓફ પોપ તરીકે પણ ઓળખવામાં આવે છે. માઇકલ જેકસન એમના માતાપિતાનું આઠમું સંતાન હતા, જેમણે માત્ર અગિયાર વર્ષની ઉંમરમાં જ વ્યવસાયિક રૂપે ગાવાનો આરંભ કર્યો હતો. આ સમયે તેઓ જેકસન 5 મ્યુઝિક બેન્ડના સભ્ય હતા.

1971ના વર્ષમાં માઇકલે વ્યક્તિગત કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. જો કે, એ સમયમાં પણ તેમને બેન્ડના સદસ્ય તરીકે ભાગ લેતા હતા. જેકસને ગાયિકીની દુનિયામાં ખૂબ જ ઝડપી પોતાનો સિક્કો જમાવી દીધો અને કિંગ ઓફ પોપના નામથી પ્રસિદ્ધ થઇ ગયા હતા. એમના સૌથી વધુ વેચાયેલા સંગીતના આલ્બમોમાં ઓફ ધ વોલ (1979), બેડ (1987), ડેન્જરસ (1991) તેમ જ હિસ્ટ્રી (1995) મુખ્ય છે. જો કે, 1982માં રજૂ થયેલા એમનો આલ્બમ થ્રીલર અત્યાર સુધીમાં સૌથી અધિક વેચાણ ધરાવતો આલ્બમ માનવામાં આવે છે.

English summary
Twelve years after the death of King of Pop Michael Jackson (MJ), a woman has made a bizarre claim. According to her, she is married to the ghost of Michael Jackson. Because of this he is using his body to dance, sing and eat cookies. The woman tried to have sex with him, but Michael Jackson refused to have sex with her.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X