• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

10 કરોડમાં વેચાઇ આર્થરની ન્યૂડ તસવીર

|

વોશિંગ્ટન, 19 મે : 1970ના દાયકામાં હોલીવુડમાં શાનદાર અભિનેત્રી અને ગાયિકા રહી ચૂકેલી બિએટ્રીસ અર્થરની ન્યૂડ તસવીરની હરાજી થઇ, જેમાં ખરીદદારે તેને 1.9 મિલિયન ડોલર એટલે કે 10.47 કરોડ રૂપિયામાં ખરીદી છે. બિએ અર્થરની આ ન્યૂડ તસવીર કેમેરાથી ન્હોતી કેપ્ચર કરાઇ, બલકે એક કલાકાર જોન કુર્નિને ઓઇલ પેઇન્ટના માધ્યમથી કેનવાસ પર ઉતારી હતી.

આ પોટ્રેટમાં બિએની કમરના ઉપરનો હિસ્સો દર્શાવાયો છે અને નીચે લખ્યું છે 'નેકેડ બિએ અર્થર'. કુર્રિયનનું કહેવું છે કે તેણે આ તસવીર અર્થરના એક ફોટોગ્રાફને જોઇને બનાવી હતી, જેમાં તે પૂરેપૂરા કપડા પહેરેલી હતી. તેમણે એ કપડા પહેરેલી તસવીર પરથી તેમના નગ્ન હોવાની કલ્પના કરી અને આ પોટ્રેટ તૈયાર કરી દીધું.

બિએ અર્થરનું નિધન 2009માં થયું હતું. ત્યારે તેમની ઉંમર 89 વર્ષ હતી અને તેઓ કેંસરથી પીડિત હતી. બિએને એમી એવોર્ડથી પણ નવાજમાં આવી હતી. આ એવોર્ડ તેમની ટીવી પર આવનાર કોમેડી સીરીઝ માટે તેમને આપવામાં આવ્યો હતો. 13 મે 1922ના રોજ તેમનો જન્મ ન્યૂયોર્કમાં થયો હતો.

English summary
Topless portrait of Hollywood Actress-singer Beatrice Arthur has gone under the hammer for $1.9 million ( Rs. 10.43 crore) at Christie's auction house.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X