Oscar Award 2015: જાણો કોના કોના નામે રહ્યો પુરસ્કાર
ઑસ્કર એવોર્ડ સમારંભ 2015ની ઉજવણી દર્શકોને પોતાની તરફ આકર્ષિત કરી રહ્યું છે. સૌથી વધારે નોમિનેટેડ ફિલ્મ બર્ડમેન માટે એલીજેંડ્રોને બેસ્ટ ડાયરેક્ટરનો પુરસ્કાર મળ્યો. જ્યારે ધ ગ્રેટ બુદાપેસ્ટ હોટલ ચાર ઓસ્કર એવોર્ડ સાથે સૌથી આગળ છે. વર્લ્ડ સિનેમા એટલે કે ઓસ્કર પુરસ્કાર, જેણે હંમેશા ભારતીય દર્શકોને પોતાની તરફ ખેંચ્યા છે. એકેડેમી પુરસ્કાર 2015ની ઉજવણી પણ એટલી જ ગ્રાંડ હતી જેટલી તેણે હોવી જોઇએ.
એ આર રહેમાન પણ 4 ગેટેગરીમાં નોમિનેટેડ હતા પરંતુ ક્યાંય પણ ફાઇનલમાં સ્થાન બનાવી શક્યા નહીં. જ્યારે સોનૂ નિગમ અને વિક્રમ ઘોષ પણ ઓરિજિનલ બેકગ્રાઉન્ડ સ્કોર માટે નોમિનેટેડ હતા. પરંતુ ફાઇનલમાં તેઓ પણ ચૂકી ગયા.
લાઇવ ઓસ્કર સૂચી માટે અમને ટ્વિટર પર @filmibeathi પર ફૉલો કરો...
હાલમાં ઓસ્કર સમારંભમાં આ વખતે પણ શાનદાર ફિલ્મોની શરાહના કરવામાં આવી. આ છે ઓસ્કર 2015ના પુરસ્કારોની સૂચિ...
બેસ્ટ ડાયરેક્ટર- એલીજેંડ્રો જી, બર્ડમેન
બેસ્ટ એક્ટર- એડી રેડમાયન
બેસ્ટ એક્ટ્રેસ - જૂલિયન મૂર
બેસ્ટ સપોર્ટિંગ એક્ટર- જેકે સાઇમન્સ, વ્હિપલેશ
બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ- પેટ્રિશિયા આર્કેટ, બોયહુડ
બેસ્ટ વિઝ્યુઅલ ઇફેક્ટસ- ઇંટરસ્ટેલર
બેસ્ટ શોર્ટ ફિલ્મ(એનીમેશન)- ફીસ્ટ
બેસ્ટ એનીમેટેડ ફિલ્મ- બિગ હીરો 6
બેસ્ટ સાઉંડ એડિટિંગ- અમેરિકન સ્પિનર
બેસ્ટ એક્શન શોર્ટ ફિલ્મ- ધ ફોન કોલ
બેસ્ટ ડોક્યૂમેન્ટ્રી- સિટિઝન ફોર
બેસ્ટ સેટ ડિઝાઇનિંગ- ધ ગ્રાંડ બુદાપેસ્ટ હોટલ
બેસ્ટ કોસ્ટ્ચૂમ- ધ ગ્રાંડ બુદાપેસ્ટ હોટલ
બેસ્ટ સિનેમેટોગ્રાફી- બર્ડમેન
બેસ્ટ સ્ક્રીનપ્લે- બર્ડમેન
બેસ્ટ સ્ક્રીનપ્લે(એડેપ્ટેશન)- ધ ઇમિટેશન ગેમ