પ્રિયંકા ચોપડાનો ઓસ્કાર ડ્રેસ ફરી બન્યો ચર્ચાનું કેન્દ્ર જાણો કેમ?
લોસ એન્જેલસના ડોલ્બી થિયેટરમાં યોજવામાં આવેલ 89માં એકેડમી એવોર્ડ એટલે ઓસ્કાર સેરેમની પ્રિયંકા ચોપડા તેના વાઇટ ડ્રેસ સાથે છવાઇ ગઇ. ફેશન ટ્રેન્ડ સેટર્સ પ્રિયંકા ચોપડાના આ ડ્રેસ પર અને લૂક પર ફીદા થઇ ગયા. વળી આ વખતે ઓસ્કારની રેડ કાર્પેટ પર વાઇટ ડ્રેસ પહેરવો ટ્રેન્ડમાં છે. આ વખતે પ્રિયંકા સમેત અનેક જાણીતી હોલીવૂડ અભિનેત્રીઓ વાઇટ ડ્રેસમાં જોવા મળી હતી.
નોંધનીય છે કે ગત વર્ષે પ્રિયંકા ચોપડાએ જે ડ્રેસ પહોર્યો હતો તે 8 મિલિયન ડોલરનો હતો. અને આ જ કારણે તે ગૂગલ સર્ચમાં પણ છવાઇ ગઇ હતી. ત્યારે આ વર્ષે પણ તેના આ ડ્રેસની કિંમત 8 મિલિયન ડોલરથી તો ચોક્કસથી વધારે હશે તેમાં કોઇ શંકાને સ્થાન નથી. નોંધનીય છે કે પ્રિયંકા ચોપડાએ હોલીવૂડના જાણીતા ફેશન ડિઝાઇન રાલ્ફ એન્ડ રુસોનો ડિઝાઇન કરેલો ડ્રેસ પહોર્યો છે. અને આ ફેશન બ્રાન્ડના એક કપડાંની કિંમત ખરેખરમાં મિલિયન ડોલરમાં હોય છે. અને આજ કારણે બહુ ઓછા લોકો આ ફેશન ડિઝાઇનરના કપડા ખરીદી શકે છે. ત્યારે બોલીવૂડ પછી હોલીવૂડમાં ધૂમ મચાવનાર પ્રિયંકા ચોપડા તેના આ લૂક માટે આવનારા દિવસોમાં ટોક ઓફ ધ ટાઉન ચોક્કસથી બની જશે તે વાતમાં કોઇ નવાઇ નથી.
વાઇટ ઓફ સોલ્ડર સ્કેવર નેકલાઇન વાળા આ ગાઉન સાથે પ્રિયંકાએ પોઇન્ટ હિલના વાઇટ સેન્ડલ અને ડાઇમંડના બ્રેસલેટ અને ઇયરિંગ પહેર્યા હતા. સાથે જ આડી પાથી વાળીને તેને એક સિમ્પલ હેસ્ટાઇલ આ લૂક સાથે રાખી હતી. સાથે જ મેકમપમાં ન્યૂડ લિપ્સિટ સાથે સોમ્કી આઇઝ ઇફેક્ટ આપતો તેનો મેકઅપ તેના સમગ્ર લૂકને એક સિમ્પલ પણ એલિંગન્ટ દેખાવ આપી રહ્યો હતો. ત્યારે પ્રિયંકા ચોપડાની રેડ કાર્પેટ એન્ટ્રી થતા જ તે તરંત જ સોશ્યલ મીડિયા પર છવાઇ ગઇ હતી. અને અનેક લોકોએ તેના ગત ઓસ્કાર લૂક કરતા તેના આ વખતના ઓસ્કાર લૂકને વધુ વખાણ્યો હતો.